SURAT

ઉધના રેલવે સ્ટેશનને 212 કરોડના ખર્ચે અત્યાધુનિક બનાવાશે, આ વાતનું ખાસ ધ્યાન રખાશે

સુરત: ઉધના રેલવે સ્ટેશન (Udhna Railway Station) 212 કરોડના ખર્ચે આવતા દિવસોમાં ટેન્ડરિંગ પ્રોસેસ હાથ ધરવામાં આવશે. સુરતનાં સાંસદ અને દેશનાં રેલવે મંત્રી તરીકે દર્શના જરદોશ આરૂઢ થયા પછી આ પ્રોસેસ શરૂ કરવામાં આવી છે. ઉધના અને સુરત રેલવે સ્ટેશનના વિકાસની વાતો કાગળ પર ચાલતી હતી. પરંતુ સાંસદ દર્શનાબેનના આગમન પછી હવે રેલવે અધિકારીઓ દ્વારા આ પ્રોજેક્ટને વાસ્તવિક સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. આવતાં 25 વર્ષમાં એક લાખ યાત્રીઓની અવરજવર શક્ય બને એ રીતે આ રેલવે સ્ટેશન બનાવવામાં આવનાર છે.

  • એક લાખ લોકોની અવરજવર શક્ય બને એ રીતે અત્યાધુનિક પ્લાનિંગ માટે વેસ્ટર્ન રેલવે દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી
  • અત્યાધુનિક સિસ્ટમો તથા પૂર્વ અને પશ્વિમ રેલવે સ્ટેશનને ડેવલપ કરાશે

આઇઆરએસડીએસ (IRSDS) દ્વારા છેલ્લા કેટલાક સમયથી આ મામલે ટેન્ડરિંગ પ્રોસેસ હાથ ધરવામાં આવી હતી. તેમાં દેશની ખ્યાતનામ કંપનીઓ દ્વારા ભાગ પણ લેવામાં આવ્યો હતો. અલબત્ત, આ પ્રોજેક્ટ અત્યાર સુધી વાસ્તવિક રીતે કાગળ પર સક્રિય થયો નથી. જેની આવતા થોડા દિવસોમાં ટેન્ડર મંગાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. સુરતમાં નિયુક્ત ઉપ મુખ્ય રેલવે અધિક્ષક દ્વારા આ માટે માસ્ટર પ્લાન બનાવીને મોકલી અપાયો છે. વેસ્ટર્ન રેલવે દ્વારા હવે આ મામલે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

આધુનિક ઉધના રેલવે સ્ટેશનમાં શું-શું હશે

  • આ રેલવે સ્ટેશનમાં પાંચ પ્લેટફોર્મને જોડવા માટે 50 મીટર જગ્યા સુધી હશે
  • આ ઉપરાંત સ્ટેશનની હાઇટ સાડા સાત મીટરની રાખવામાં આવી છે
  • ઉધના રેલવે સ્ટેશનના પશ્વિમ ભાગ સાથે પૂર્વ તરફનો ભાગ પણ ડેવલપ કરાશે
  • કમ્પ્યૂટરાઇઝ્ડ ઇલે. પેનલ સિસ્ટમ તથા મેટલ ડિરેક્ટર જોવા મળશે
  • આ ઉપરાંત ચાર જેટલી લિફ્ટ, એસ્કેટેલેટર, અત્યાધુનિક રિઝર્વેશન સેન્ટર બનાવવામાં આવશે.

ઉધના સ્ટેશન ઉપર એન્ટ્રી અને એક્ઝિટની સૌથી મોટી સમસ્યા છે
હાલ રેલવે દ્વારા આ ટેન્ડર બહાર પાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેમાં હાલમાં જે સમસ્યા છે, તે એન્ટ્રી અને એક્ઝિટ ખૂબ જ સાંકડું છે. આ સિસ્ટમ સેટ કરવા માટે વારંવાર માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત સ્ટેશન બહાર થતા ટ્રાફિકને દૂર કરવા પણ હાલમાં કોઇ માસ્ટર પ્લાનિંગ નથી. અલબત્ત, ઉધના રેલવેમાં ભલે કોઇ મોટો પ્રોજેક્ટ સાકાર કરવામાં આવે, હાલમાં ઉધના સ્ટેશન પર એક્ઝિટ અને એન્ટ્રી સિસ્ટમ સેટ કરવા અત્યંત જરૂરી હોવાની માંગણી છેલ્લા બે દાયકાથી કરવામાં આવી રહી છે.

Most Popular

To Top