Editorial

રશિયા ઉપર થયેલો આતંકવાદી હુમલો દુનિયાની શાંતિમાં પલિતો ચાંપશે

દુનિયાના દરેક દેશ કોઇને કોઇ આતંકવાદી સંગઠનના હુમલાનો ભોગ બન્યા છે. રશિયા પણ તેમાંથી બાકાત રહ્યું નથી. રશિયા ઉપર થયેલા આતંકવાદી હુમલાની વાત કરીએ તો ઓક્ટોબર 2002માં આતંકવાદીઓએ મોસ્કોના એક થિયેટરમાં લગભગ 800 લોકોને બંધક બનાવ્યા હતા. બે દિવસ પછી રશિયન વિશેષ દળોએ 41 ચેચન લડવૈયાઓને મારી નાંખ્યા હતાં. આ ઉપરાંત બંધક બનાવવામાં આવેલા 129 લોકોનાં પણ મોત થયાં હતાં. સપ્ટેમ્બર 2004માં લગભગ 30 ચેચન લડવૈયાઓએ દક્ષિણ રશિયાના બેસલાનમાં એક શાળામાં સેંકડો લોકોને બંધક બનાવ્યા. આ ઘટનામાં 330થી વધુ લોકોનાં મોત થયાં હતાં, જેમાંથી અડધાથી વધુ બાળકો હતાં.

2017માં સેન્ટ પીટર્સબર્ગ મેટ્રોમાં વિસ્ફોટમાં 14 લોકો માર્યા ગયા હતા. 2013માં સોચી ઓલિમ્પિકના બરાબર પહેલાં આત્મઘાતી બોમ્બરોએ વોલ્ગોગ્રાદમાં 34 લોકોનાં મોત નીપજ્યાં હતાં. 2011માં મોસ્કોના ડોમોડેડોવો એરપોર્ટ પર આત્મઘાતી બોમ્બર દ્વારા 30 લોકો માર્યા ગયા હતા. રશિયા ઉપર જેટલા પણ હુમલા થયા છે તેમાં મોટાભાગે ચેચન્યાના આતંકવાદીઓ જ જવાબદાર છે. પહેલી વખત એવું બન્યું છે કે ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ ગ્રેટર સિરિયા K એટલે કે ખોરાસન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે જો કે હુમલા પછી રશિયા પણ ચૂપ બેસે તેમ નહીં હોવાથી આગામી દિવસોમાં દુનિયા વધુ સળગે તેવી કોઇ શક્યતા નકારી શકાય તેમ નથી.

રશિયાની રાજધાની મોસ્કોમાં ક્રોકસ સિટી હોલ પર થયેલા આતંકવાદી હુમલામાં 11 લોકોની અટકાયત કરવામાં આવી છે, જેમાંથી 4 હુમલાખોર છે અને 7 લોકો તેમની મદદ કરતા હોવાનું કહેવાય છે. આરટી ઈન્ડિયાના અહેવાલ મુજબ, રશિયાની સુરક્ષા સેવાના ચીફે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને જણાવ્યું છે કે ચાર શંકાસ્પદ એક સફેદ કારમાં ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ હુમલો શુક્રવારે રાત્રે (22 માર્ચ) થયો હતો. આની જવાબદારી ISISએ લીધી છે. મિલિટરી ડ્રેસથી સજ્જ ચાર આતંકવાદીએ અંધાધૂંધ ગોળીબાર કર્યો, બોમ્બ ફેંક્યા અને ભાગી ગયા. અગાઉ આતંકવાદીઓની સંખ્યા 5 જણાવવામાં આવી હતી.

આ હુમલામાં અત્યારસુધીમાં 115 લોકોનાં મોત થયાં છે. આંકડો વધવાની ધારણા છે, જ્યારે 140થી વધુ લોકો ઘાયલ થયા છે. અહીં રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ દિમિત્રી મેદવેદેવે કહ્યું હતું કે રશિયા લોહીનો બદલો લોહીથી લેશે. આતંકવાદીઓ આતંકની ભાષા જ સમજે છે. જ્યાં સુધી બળ સાથે આતંકવાદીઓ અને તેમના પરિવારો સામે કાર્યવાહી કરવામાં ન આવે ત્યાં સુધી કોઈ તપાસનો કોઈ અર્થ નથી. આતંકવાદી સંગઠન ISISએ અમાક ન્યૂઝ એજન્સી દ્વારા નિવેદન જારી કર્યું છે. “ઇસ્લામિક સ્ટેટના લડવૈયાઓએ રશિયાની રાજધાની મોસ્કોની સીમમાં આવેલા ક્રાસ્નોગોર્સ્ક શહેરમાં ખ્રિસ્તીઓની એક વિશાળ સભા પર હુમલો કર્યો, તેઓ સુરક્ષિત રીતે તેમના સ્થાને પાછા ફરે એ પહેલાં સેંકડો લોકોને મારી નાખ્યા અને ઘાયલ કર્યા, હુમલા બાદ આતંકીઓ સ્થળ પરથી ભાગી ગયા હતા.

બીબીસીએ પોતાના રિપોર્ટમાં એક્સપર્ટ્સને ટાંકીને લખ્યું – આ હુમલો ISISની ખોરાસન વિંગ એટલે કે ISIS-K દ્વારા કરવામાં આવ્યો હતો. ISIS-Kનું નામ ઉત્તર-પૂર્વ ઈરાન, દક્ષિણ તુર્કમેનિસ્તાન અને ઉત્તર અફઘાનિસ્તાનનો સમાવેશ કરતા પ્રદેશના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ સંગઠન પ્રથમ વખત 2014માં પૂર્વી અફઘાનિસ્તાનમાં સક્રિય થયું હતું. ત્યાર બાદ એમાં જોડાવા માટે રશિયન આતંકવાદી જૂથોના ઘણા આતંકીઓ સિરિયા પહોંચ્યા. તેઓ પુતિન અને તેમના પ્રચારનો વિરોધ કરે છે. તેમનું કહેવું છે કે પુતિનની સરકાર ચેચન્યા અને સિરિયામાં હુમલા કરીને મુસ્લિમો પર અત્યાચાર ગુજારે છે. સોવિયેત યુગ દરમિયાન રશિયા દ્વારા અફઘાનિસ્તાનમાં મુસ્લિમો પર આવા જ અત્યાચારો આચરવામાં આવ્યા હતા. મોસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિને કહ્યું હતું કે ઘાયલોની મદદ માટે 70 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે અને એક ટાસ્કફોર્સની રચના કરવામાં આવી છે.

તેણે કહ્યું હતું કે આ હુમલો ત્યારે થયો જ્યારે હોલમાં પ્રખ્યાત રશિયન રોક બેન્ડ પિકનિકનો કોન્સર્ટ ચાલી રહ્યો હતો. આતંકીઓ ઓટોમેટિક હથિયારો સાથે બિલ્ડિંગના એન્ટ્રી ગેટ પર પહોંચ્યા અને ફાયરિંગ શરૂ કરી દીધું. હુમલામાં બચી ગયેલી એક વ્યક્તિના જણાવ્યા અનુસાર, હુમલાખોરોએ દાઢી રાખી હતી. તેમની પાસે AK શ્રેણીનાં હથિયારો હતાં. તેમણે મેન ગેટ બંધ કરી દીધો હતો અને નજીકથી લોકોને ગોળી મારી હતી. રશિયા પરના હુમલામાં યુક્રેનની સંડોવણી હોવાનો દાવો કરાયો છે. આના પર યુક્રેને એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે “અમે આવા આરોપોને યુક્રેનવિરોધી ઉન્માદને પ્રોત્સાહન આપવાના રૂપમાં માનીએ છીએ. આંતરરાષ્ટ્રીય સમુદાયમાં યુક્રેનને બદનામ કરવાનો આ એક માર્ગ છે.” આપણા દેશ વિરુદ્ધ રશિયન નાગરિકોને એકત્ર કરવામાં આવી રહ્યા છે.

સામે આવ્યું છે કે માર્ચની શરૂઆતમાં રશિયામાં યુએસ એમ્બેસીએ મોટા હુમલાની ચેતવણી આપી હતી. દૂતાવાસે કહ્યું હતું કે ઉગ્રવાદીઓ મોસ્કોમાં એક મ્યુઝિક કોન્સર્ટ પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. એમ્બેસીએ એક એડવાઈઝરી જારી કરીને રશિયામાં હાજર અમેરિકન નાગરિકોને આગામી 48 કલાક સુધી કોઈપણ મોટા મેળાવડામાં ભાગ ન લેવા જણાવ્યું હતુ. જ્યારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમેરિકન દૂતાવાસ પર હુમલાની ચેતવણીની નિંદા કરી હતી. વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન કિર્બીએ કહ્યું હતું કે તેઓ આ સમયે વધુ માહિતી આપી શકે એમ નથી. હુમલાની તસવીરો ભયાનક છે.

મોસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિને કહ્યું હતું કે આ હુમલો ત્યારે થયો જ્યારે હોલમાં પ્રખ્યાત રશિયન રોક બેન્ડ પિકનિકનો કોન્સર્ટ ચાલી રહ્યો હતો. ઘાયલોની મદદ માટે 70 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે અને એક ટાસ્કફોર્સની રચના કરવામાં આવી છે. આતંકીઓ ઓટોમેટિક હથિયારો સાથે બિલ્ડિંગના એન્ટ્રી ગેટ પર પહોંચ્યા અને ફાયરિંગ શરૂ કરી દીધું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, હુમલાખોરો દાઢીમાં હતા. તેમની પાસે એકે સિરીઝનાં હથિયારો હતાં. તેમણે મેઇન દરવાજો બંધ કરી દીધો અને ગોળીબાર શરૂ કરી દીધો હતો.

Most Popular

To Top