National

‘નાટક બંધ કરો, અમારું બુલડોઝર ચાલશે તો..’, સુપ્રિમ કોર્ટે દિલ્હી સરકારને કડક ચીમકી આપી

નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરમાં (DelhiNCR) વધતા હવા પ્રદૂષણના (AirPollution) મામલે સુપ્રિમ કોર્ટે (SupremeCourt) સખ્ત ટિપ્પણી કરતા દિલ્હીની રાજ્ય સરકારને આડે હાથ લીધી છે. સુપ્રિમે ચીમકી ઉચ્ચારતા કહ્યું કે, ‘ઓડ ઈવનના નાટક બંધ કરો અમારું બુલડોઝર ચાલશે તો અટકશે નહીં.’

સુપ્રિમ કોર્ટના જસ્ટિસ કૌલે કહ્યું કે જો અમે બુલડોઝર ચલાવીશું તો 15 દિવસ સુધી અટકાવીશું નહીં. જસ્ટિસ એસ.કે. કૌલે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે દિવાળીની રજાઓ પહેલાં તમામ પક્ષો એક સંયુક્ત મિટીંગ કરે. અમે આ સમસ્યાનું તાત્કાલિક ઉકેલ ઈચ્છીએ છીએ. કોર્ટે કહ્યું, ત્યાં સુધી કે દિલ્હીમાં બસો દ્વારા ફેલાતા પ્રદૂષણનું પ્રમાણ ખૂબ વધી ચૂક્યું છે.

સુપ્રિમ કોર્ટે પૂછ્યું કે શું ધાનના પાક સિવાય મિલેટ એટલે કે મોટા અનાજનો પાક લણવા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેનો પ્રચાર તો ખૂબ થઈ રહ્યો છે. કોર્ટે કહ્યું કે આ સમસ્યાનો ઉકેલ અત્યારે લાવો અથવા તો આવતા વર્ષ સુધી રાહ જુઓ. આવતા વર્ષે આ સમસ્યા ફરી ઉભી નહીં થવી જોઈએ. તે માટે અત્યારે જ સખ્ત પગલાં લેવાવા જોઈએ.

પરાળી સળગાવવાનું બંધ કરો: સુપ્રિમ કોર્ટ
આ સાથે જ સુપ્રિમ કોર્ટે પરાળી સળગાવવાના મામલે પણ સખ્ત વલણ અપનાવ્યું છે. કોર્ટે કડક શબ્દોમાં કહ્યું કે પંજાબમાં તાત્કાલિક પરાળી સળગાવવાનું બંધ કરવામાં આવે. અહીં દરેક વ્યક્તિ કોઈ સમસ્યાના એકસ્પર્ટ છે. પરંતુ ઉકેલ કોઈની પાસે નથી. જસ્ટિસ કોલે કહ્યું, આપણે જોઈ શકીએ છીએ કે દિલ્હીમાં મોટી સંખ્યામાં બાળકો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે.
પંજાબ સરકારના વકીલને જસ્ટિસ કૌલે કહ્યું કે અમે તેની ચિંતા નથી કે તમે કઈ રીતે પરાળી સળગાવવાની કામગીરી અટકાવો છે, પરંતુ તે અટકવી જોઈએ. પ્રદૂષણ પર રાજનૈતિક લડાઈ ચલાવી લેવાય નહીં.

ઓડ ઈવન સામે સુપ્રિમે ઉઠાવ્યા પ્રશ્નો
દિલ્હીમાં કેજરીવાલ સરકારે વાયુ પ્રદૂષણને નાથવા ઓડ ઈવન સિસ્ટમ અમલમાં મુકી છે. સુપ્રિમ કોર્ટે ઓડ ઈવન સિસ્ટમ અંગે ટિપ્પણી કરતા કહ્યું કે આ માત્ર દેખાડો છે. જસ્ટિસ સંજય કિશન કૌલે કહ્યું, દિલ્હી સરકાર ભૂતકાળમાં પણ ઓડ ઈવન સિસ્ટમ અમલમાં મુકી છે. તે સફળ નથી. આ બધું માત્ર લોકોને ભ્રમિત કરવા માટે છે.

Most Popular

To Top