નિરાધાર બન્યાં બીજાઓના આધાર

કોરોના રોગની મહામારીની બીજી લહેરમાં કોરોના રોગની સંક્રમિતોની સંખ્યા ખુબ જ તીવ્ર ગતિએ વધી ગયેલ છે. એટલે હોસ્પીટલમાં દાખલ થતાં દર્દીઓની સાથે-સાથે કવોરનટાઇન થયેલા લોકોની પણ સંખ્યામાં વધી રહી છે .આવી કપરી પરિસ્થિતિમાં જયાં અમુક લોકો દવાઓ ઇન્જેકશનો અને ઓક્સિજનની કાળાબજારી કરી પૈસા ભેગા કરે છે તો બીજી બાજુ અમુક લોકો જે પોતે નિરાધાર છે તેઓ પોતાની ચિંતા નહિ કરતાં બીજાના માટે મહેનત કરે છે. આજે કોરોનાની આવી પરિસ્થિતિમાં જુદી-જુદી સરકારી અને સામાજિક સંસ્થાઓ તો પોત પોતાની રીતે સેવાઓ આપી રહી છે પણ અમદાવાદમાં “જીવનધારા વૃધ્ધાશ્રમ “ નાં વડીલો સવાર – સાંજ પોતે જમવાનું બનાવી જરૂરીયાતમંદ અને કવોરનટાઇન લોકો માટે ટિફીન આપીને સેવાઓ કરી રહી છે. આમ આવા કપરા સમયે જે પોતે નિરાધાર હોઇ વૃધ્ધાશ્રમમાં રહે છે તેઓ આજે ટિફીન પહોંચાડી બીજાઓને આધાર આપે છે. જે ખરેખર પ્રશંસનીય છે. એવું લખનારનું માનવું છે.
સુરત – સૃષ્ટિ કનક શાહ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts