Vadodara

ભગવાન જગન્નાથની રથયાત્રા સવારે 9 થી 11 સુધી જ નીકળશે

વડોદરા: કોરોના સંક્રમનને પગલે કોરોનાની બીજી લહેરમાંથી બોધપાઠ લઈને તંત્ર દ્વારા અષાઢી બીજને દિવસે નીકળતી ભગવાન જગગન્નાથજી ની શોભાયાત્રા  માટે મંજૂરી આપી છે.પરંતુ  કેટલાક નિયંત્રણો લાદયા છે. વડોદરા પોલીસ કમિશ્નર દ્વારા ઇસ્કોન મંદિર ની મુલાકાત લઈને રથયાત્રા યોજવા સંબંધિત બેઠક યોજીને 12મી જુલાઈના રોજ યોજાનાર રથ યાત્રાના આયોજન અંગે ચર્ચા વિચારણા કરી હતી જેમાં મંદિરના સંતો, મંત્રી યોગેશ પટેલ,  ધારાસભ્યો જીતેન્દ્ર સુખડિયા, સીમા મોહિલે બીજેપી  શહેર પ્રમુખ ડો વિજય શાહ સહિત ના અગ્રણીઓ ઉપસ્થિત  રહ્યા હતા.

વડોદરામાં અષાઢી બીજ ના દિવસે નીકળતી ભગવાન જગરનાથ ની રથ યાત્રા છેલ્લા 39 વર્ષ થી વડોદરા ના સ્ટેશન વિસ્તાર માંથી નીકળે છે અને બગીખાના ખાતે થાય છે.   પરંતુ કોરોના મહામારીને પગલે ગત વર્ષે મંદિરના પરિસરમાંજ રથયાત્રા નીકળી હતી.  કોરોનાનું સંક્રમણ ઓછું થતા રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે રથ યાત્રાને શરતી મંજૂરી આપતા વડોદરા ખાતે પણ ઇસ્કોન મંદિર  આયોજિત રથયાત્રા 6 કિલોમીટરના નક્કી કરેલા રૂટ ઓર નીકળશે.  કોરોના મહામારીને પગલે આ વર્ષે પ્રથમ વખત યાત્રા ના સમય ફેરફાર કરીને  નગર ચર્યાનો સમય સવારના રાખવામાં આવ્યો છે.

સવારે  9 વાગે થી 11 વાગ્યા એટલે કે બે કલાકમાંજ રથ યાત્રા પુરી કરવાની રહેશે. દર વર્ષની જેમ નિયત કરેલા સ્થળ અને રૂટ પર રથયાત્રા યોજાશે.  કોરોના સંક્રમણને પગલે યાત્રા ના રૂટ પર આવતા  વિસ્તારો માં  રથ યાત્રા દરમિયાન કરફ્યુ રહશે. રથયાત્રામાં ભાગ લેનાર મંદિર પ્રસાશન સાથે જોડાયેલા તમામ લોકો નું વેકસીનેશન અને જરૂરી ટેસ્ટ કરવા આવશે. કોઈ પણ સ્થળે સ્વાગત નહીં થાય. ભક્તો  યાત્રાનું ઓન લાઈન માધ્યમથી કે ચેનલોના લાઈવ માધ્યમથી  દર્શન કરી શકશે રથ યાત્રામાં  મર્યાદિત સંખ્યામાં વાહનો રાખવામાં જણાવાયું છે.

કોઈ પણ વરઘોડો કે અન્ય વાહનો નહીં જોડાઈ શકે, ભક્તો દ્વારા રથ ખેંચી શકાશે, ઉપરાંત રથયાત્રા માટે રાજ્ય સરકારે જાહેર કરેલી તમામ ગાઈડ લાઈનનું પાલન કરવામાં આવશે.જે પોલીસ સ્ટેશન ની હદ થી નીકળશે યાત્રા તે વિસ્તારમાં કરફ્યુ  રહેશે .સયાજીગંજ, રાવપુરા, નવાપુરા પોલિસ સ્ટેશન વિસ્તારમાં રથયાત્રા ના સમય દરમિયાન  કરફ્યુ રહેશે   રથયાત્રા રેલવે સ્ટેશનથી કાલાઘોડા ,કીર્તિ મંદિર,  કોઠી, રાવપૂરા, અમદાવાદી પોળ, ન્યાય મંદિર, દાંડિયા બજાર ચાર રસ્તા, મદન ઝાંપા રોડ થી બગીખાના બરોડા હાઇસ્કૂલ પર  પૂર્ણ થશે.

Most Popular

To Top