Gujarat

ઉત્તર પૂર્વનો પવન ફૂંકાતા નલિયામાં 9 ડિગ્રી ઠંડીમાં ધ્રુંજયું

રાજયમાં આગામી ત્રણ દિવસ દરમ્યાન ઉત્તર પૂર્વના પવનને કારણે શીત લહેરની અસર વર્તાઈ રહી છે, ખાસ કરીને રાજયમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ઠંડીનો પારો 3 ડિગ્રી નીચે ગગડી શકે છે, તેવી ચેતવણી હવામાન વિભાગે આપી છે. આજે રાજયમા કચ્છના નલિયામાં ઠંડીનો પારો ગગડીને 9 ડિગ્રીએ પહોંચી ગયો હતો. હવામાન વિભાગ દ્વારા કોલ્ડવેવ આવશે તેમ કહયું છે.
છેલ્લા બે દિવસ દરમ્યાન રાજયમાં ખાસ કરીને ઠંડીનું પ્રમાણ વધ્યુ છે. જેના પગલે અમદાવાદ – ગાંધીનગર તથા ઉત્તર ગુજરાતમાં પણ ઠંડીનો ધ્રુજારો અનુભવાઈ રહ્યો છે.

હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 19 ડિ.સે., ગાંધીનગરમાં 15 ડિ.સે., ડીસામાં 14 ડિ.સે., વડોદરામાં 17 ડિ.સે., સુરતમાં 19 ડિ.સે., વલસાડમાં 15 ડિ.સે., ભૂજમાં 14 ડિ.સે., નલિયામાં 9 ડિ.સે., અમરેલીમાં 17 ડિ.સે., ભાવનગરમાં 18 ડિ.સે.,રાજકોટમાં 16 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 16 ડિ.સે. લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું.

Most Popular

To Top