Vadodara

વકીલોએ મને બરબાદ કરી નાખ્યો ના રટણ સાથે કોર્ટના પ્રાંગણમાં જ આધેડ સળગી ઉઠ્યા

વડોદરા : સેસન્સ કોર્ટની લોબીમાં ભરબપોરે એક આધેડે જ્વલનશીલ પ્રવાહી છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કરતા નાસભાગ મચી ગઈ હતી. પોલીસ વકિલ અને કોર્ટના સ્ટાફે ભડભડ સળગતા આધેડની આગ બુઝાવીને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. દિવાળીપુરા કોર્ટના એડીશનલ ડીસ્ટ્રીકટ જજના રૂમની બહાર જ હદયદ્વાવક ઘટના ભરબપોરે બની હતી. બાથરૂમમાં જવલનશીલ પ્રવાહી છાંટીને એક અાધેડ લોબીમાં આવ્યો અને જાતે જ દિવાસળી ચાંપતા પીઠના ભાગેથી ભડભડ બળવા લાગ્યો હતો. આગના લબકારાની અગનદાહ સહન ના થતા કરૂણ ચીસો પાડી દોડતા આધેડને વકિલો અને કોર્ટ સ્ટાફ, પોલીસે નિહાળતા જ શોરબકોર મચી ગયો હતો.

આધેડને અટકાવીને યેનકેન પ્રકારે ટોળાએ આગ બુઝાવી દીધી હતી. આધેડને તુરંત ગોત્રી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબિબે પુછતાછ કરતા વાઘોડીયા રોડ પર રહેતા પ૬ વર્ષીય ઈન્દ્રવદન દવે જણાવ્યું હતું. તબિબોએ પ્રાથમિક સારવાર બાદ ઈજાગ્રસ્તને એસ.એસ.જી. ખાતે મોકલી આપ્યા હતા. જ્યા મીડીયા સાથે વાતચિત કરતા આધેડે ન્યાયતંત્રની પ્રણાલિકા પર આક્ષેપ કર્યો હતો. અને જણાવ્યું હતુ કે, મારા ભાઈને બચાવી લો તેના ઉપર ૩૦૭ કરાવીને સજા થાય તેવુ જાણવા મળ્યુ છે. વકિલો કહે છે કે કેસ હારી ગયા છો. સુપ્રીમ કોર્ટમાં જવા માટે પૈસા થશે.  અમને અહિયા જ એટલા લુંટી લીધા છે કે હવે પૈસા ક્યાથી કાઢું. વકિલો ફાઈલ જોવાના નાણાં માંગે છે. ફાઈલ વાંચીને રૂપિયા લઈ લે છે અને અમને ન્યાય મળતો નથી. વારંવાર કરૂણ રૂદન અને આક્રંદ કરતા આધેડે એમ પણ જણાવ્યું હતુ કે, વર્ષોથી એકલો રહુ છું. વકિલોએ બરબાદ કરી નાખ્યો છે.    

Most Popular

To Top