National

અયોધ્યામાં રામોત્સવ શરૂ, રામ લલાને દુધથી સ્નાન કરાવાયું ટુંક સમયમાં થશે સૂર્ય તિલક

નવી દિલ્હી: અયોધ્યા રામ મંદિરની (Ayodhya Ram Temple) પ્રાણ પ્રતિષ્ઠા બાદ આજે 17 એપ્રિલના રોજ પ્રથમ રામ નવમી છે. ત્યારે આ પ્રસંગે રામ નવમીના દિવસે એટલે કે આજે અયોધ્યાના રામ મંદિરમાં અદભુત નજારો જોવા મળશે. રામનવમી નિમિત્તે ભગવાન રામનું સૂર્ય તિલક (Surya Tilak) કરવામાં આવશે. બપોરે 12.16 વાગ્યાથી 5 મિનિટ સુધી સૂર્યના કિરણો ભગવાન રામના મસ્તક ઉપર પડશે. તેમજ આજે આખું મંદિર ભાષ્કર તિલકથી સુશોભિત થશે.

સૂર્ય તિલક માટે સૂર્યના કિરણોને પહેલા ત્રણ અલગ-અલગ અરીસાઓ દ્વારા જુદા જુદા ખૂણા પર વાળવામાં આવશે. આ પછી, કિરણો પિત્તળની પાઈપોમાંથી આગળ વધશે અને લેન્સ દ્વારા સીધા રામલાલના મસ્તક ઉપર પડશે. પીત્તળના પાઇપમાં ક્ષાર હોય છે, તેથી આ સૂર્યતિલક માટે પીત્તળ ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

રામ લલાના સૂર્ય તિકલના અવસર પર આજે વહેલી સવારથી જ મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. દર રોજ મંદિરના કપાટ સવારે 6.30 કલાકે ખુલે છે. પરંતુ આજે સવારે કપાટને 3:30 કલાકે ખોલવામાં આવ્યા હતા. તેમજ આજે રાત્રે 11:30 કલાક સુધી દર્શન કરી શકાસે. એટલે કે 20 કલાક સુધી ભક્તો દર્શન કરી શકે છે.

આજે રામ લલાને 56 ભોગ ધરાવાશે
આજે 17 એપ્રિલના રોજ રામ નવમીના દિવસે રામ લલાને વિશેષ ભોજન તૈયાર કરી 56 ભોગ ધરાવવામાં આવશે. તેમજ આ ભોગને તમામ ભક્તોમાં વિતરણ કરવામાં આવશે. તેમજ આજે વહેલી સવારે રામ લલાને સરયુ નદીના જળથી સ્નાન કરાવવામાં આવ્યું હતું તેમજ ગુલાબી વસ્ત્રો અને દિવ્ય આભુષણોથી રામ લલાને શણગારવામાં આવ્યા હતા. તેમજ આ અવસર પર આશરે 6 લાખ લોકો રામ મંદિર પહોંચ્યા હતા.

વડાપ્રધાને કરી ટ્વીટ
આજના શુભ પ્રસંગે દેશના વડઅપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા ટ્વીટ કરી હતી, જેમાં તેમણે કહ્યું કે, ‘આ પહેલી રામનવમી છે, જ્યારે આપણા રામ લલા અયોધ્યાના ભવ્ય અને દિવ્ય રામ મંદિરમાં બિરાજમાન થયા છે. આજે રામનવમીના આ તહેવારમાં અયોધ્યા ભારે આનંદમાં છે. 5 સદીથી રાહ જોયા બાદ આજે અયોધ્યામાં આ રીતે રામનવમી ઉજવવાનું સૌભાગ્ય મળ્યું છે. આ દેશવાસીઓની આટલા વર્ષોની કઠોર તપસ્યા, ત્યાગ અને બલિદાનનું પરિણામ છે.’

અગાવ સૂર્ય તિલકનું કરાયું હતું સફળ પરિક્ષણ
અગાવ 9મી એપ્રિલે રામ મંદિરમાં રામ લલાના સૂર્ય તિલકનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો હતો. વિજ્ઞાનીકોની હાજરીમાં બપોરે બરાબર 12 વાગ્યે અરીસા દ્વારા સૂર્ય તિલકનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top