Entertainment

‘ધ કેરલા સ્ટોરી’ બાદ ’72 હુરેં’ ફિલ્મ પર વિવાદ, મુસ્લિમોને બદનામ કરવાનો લાગ્યો આરોપ

મુંબઈ: (Mumbai) બોલીવુડની વધુ એક ફિલ્મને લઈને વિવાદ શરૂ થયો છે. સુદીપ્તો સેન દ્વારા દિગ્દર્શિત ‘ધ કેરાલા સ્ટોરી’ (The Kerala Story) વિશે તાજેતરમાં ઘણો વિવાદ (Controversy) થયો હતો અને ફિલ્મે (Film) બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. હવે સંજય પુરણ સિંહ ચૌહાણની ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું નામ છે ’72 હુરેં’ જે કેરેલા સ્ટોરીની જેમ એક સમાન મુદ્દા પર બનેલી ફિલ્મ છે. આ ફિલ્મને લઈને પણ વિવાદ શરૂ થઈ ગયો છે. ફિલ્મનું ટીઝર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા (Social Media) પર હોબાળો મચી ગયો છે. મુસ્લિમોએ આ ફિલ્મને મુસલમાનોને બદનામ કરનારી ફિલ્મ ગણાવી છે.

ફિલ્મ 72 હુરેંનું ટીઝર રિલીઝ થતાં જ નેટીઝન્સે તેને મુસ્લિમો અને ઈસ્લામને બદનામ કરવા માટેનો પ્રચાર ગણાવ્યો હતો. ’72 હુરેં’ ફિલ્મના સહ નિર્દેશકે ફિલ્મનું તાજેતરમાં પહેલું ટીઝર રજૂ કર્યું હતું. જેણે ટ્વિટર પર વિવાદ ઊભો કર્યો હતો. જેમાં ઘણા નિર્માતાઓએ ભારતમાં સાંપ્રદાયિક સંવાદિતાને ખલેલ પહોંચાડવાનો આરોપ મૂક્યો હતો.

ફિલ્મના સહ-નિર્દેશક અશોક પંડિતે રવિવારે ટ્વીટર પર વિવાદાસ્પદ ફિલ્મનું ટીઝર રીલિઝ કર્યું અને લખ્યું, ‘વચન મુજબ, અમે તમને અમારી ફિલ્મ ’72 હુરેં’નો ફર્સ્ટ લૂક રજૂ કરીએ છીએ. મને ખાતરી છે કે તમે તેનો આનંદ માણશો. જો આતંકવાદી નેતાઓના વચન મુજબ 72 કુમારિકાઓને મળવાને બદલે તમે ભયંકર રીતે મૃત્યુ પામો તો શું? મારી આગામી ફિલ્મ 72 હુરેંનો ફર્સ્ટ લૂક આવી ગયો છે. આ ફિલ્મ 7 જુલાઈ, 2023ના રોજ રિલીઝ થવાની છે.

Most Popular

To Top