Dakshin Gujarat

સુરતથી વલસાડ કોલેજ જતા પ્રોફેસરની કાર પર કન્ટેર ઊંધું પડ્યું

વલસાડ : વલસાડ નજીક ગુંદલાવ હાઇવે ઉપર મુંબઈથી સુરત જઇ રહેલા કન્ટેનરના ચાલકે કાબુ ગુમાવતા કન્ટેનર ડિવાઈડર ઉપર પલ્ટી મારી બાજુમાં ઊભેલી કાર ઉપર પડતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જોકે કાર સવાર પ્રોફેસરનો ચમત્કારિક બચાવ થતા ‘રામ રાખે તેને કોણ ચાખે’ ઉક્તિને સાર્થક થતી લાગી હતી.

  • વલસાડ હાઇવે ઉપર ઊભેલી કાર ઉપર આખું કન્ટેનર પડ્યું: સુરતથી વલસાડ કોલેજ જઈ રહેલા પ્રોફેસરનો ચમત્કારિક બચાવ: ‘રામ રાખે તેને કોણ ચાખે’ ઉક્તિને સાર્થક કરતી ઘટના: ચાલકે કાબુ ગુમાવતા કન્ટેનર ડિવાઈડર ઉપર પલટી મારી કાર ઉપર પડતા કચ્ચરઘાણ નીકળી ગયો

ઘટના સ્થળેથી મળતી માહિતી મુજબ કાર સવાર પ્રોફેસર વલસાડ કોલેજ આવી રહ્યાં હતા ત્યારે કઈ ચોકડીથી વળવાનું છે તે જાણવા કારને સાઈડમાં પાર્ક કરી ગુગલ મેપ પર રસ્તો જોઈ રહ્યા હતા. દરમિયાન તે સમયે જ એર કન્ટેનર ડિવાઈડર ઉપરથી પલટી મારી કાર પર પડ્યું હતું. કન્ટેનર ડિવાઈડર ઉપર પલટી મારી ઊભેલી કાર ઉપર પડતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જોકે કારમાં સવાર પ્રો. આશિષ ધાનાણી (રહે. સુરત)નો ચમત્કારિક બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં જ રૂરલ પોલીસ અને 108 ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત બંને વાહનના ચાલકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલ્યા હતા. ઘટનાના પગલે થોડો સમય ટ્રાફિક જામ સર્જાયો હતો. જોકે બાદમાં પોલીસે ટ્રાફિક ખુલ્લો કર્યો હતો. આ ઘટના અંગે સાંજ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નહીં હોવાનું રૂરલ પોલીસે જણાવ્યું હતું.

સાપુતારા ઘાટમાં દ્રાક્ષનો જથ્થો ભરેલો ટેમ્પો પલટી ગયો
સાપુતારા : મહારાષ્ટ્રનાં નાસિક તરફથી દ્રાક્ષનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલો આઈસર ટેમ્પો ન. જી.જે.05.બી.એક્સ.6793 શામગહાનથી વઘઇને જોડતા રાજ્ય ધોરીમાર્ગનાં નાનાપાડા સાકરપાતળ વચ્ચે ચાલકે અચાનક સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ આઈસર ટેમ્પો માર્ગની સાઈડમાં પલ્ટી મારી ગયો હતો. આ અકસ્માતનાં બનાવમાં દ્રાક્ષનાં જથ્થા સહીત આઈસર ટેમ્પાને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે ચાલક અને ક્લીનરને નજીવી ઇજાઓ પહોચવાની સાથે તેઓનો ચમત્કારીક બચાવ થયો હતો.

Most Popular

To Top