SURAT

ચેમ્બરના ઉપપ્રમુખની ચૂંટણી 27 જૂને થવાની શક્યતા

સુરત: સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ( chember of commerce ) એન્ડ ઇન્ડસ્ટ્રીના વર્ષ 2021-22ના ઉપપ્રમુખ પદની કોરોનાની બીજી લહેરને લીધે મુલતવી રહેલી ચૂંટણી આગામી 27મી જૂને યોજાઇ તેવી શક્યતા છે. આવતીકાલે ચેમ્બરની ઇલેક્શન કમિટિ ( election ) ની બેઠકમાં ચૂંટણીને લઇને નિર્ણય લેવામાં આવશે. ચર્ચા એવી છે કે ચૂંટણી કમિટિ જ્યાંથી ચૂંટણી પ્રક્રિયા અધૂરી રહી છે.

ત્યાંથી ચૂંટણી આગળ ધપશે. ચેમ્બરની ઇલેક્શન કમિટિના પ્રમુખ કેતન દેસાઇએ જણાવ્યું હતું કે કોરોના ( corona) ની બીજી લહેર ( second wave) ને લીધે ચૂંટણી ટળી હતી. હવે સુરતમાં સ્થિતિ સામાન્ય છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ ચૂંટણી યોજવી કે કેમ તે અંગે પૂછપરછ કરવામાં આવી હતી અને તંત્રએ તે માટે 15 જૂન પછી ચૂંટણી યોજવા મૌખિક સંમતિ આપી છે. જૂનના છેલ્લા રવિવારે એટલે કે 27 જૂને ચૂંટણી થઇ શકે તેમ છે. જોકે ચૂંટણીની તારીખનો નિર્ણય ઇલેક્શન કમિટિ સહમતિ થી લેવામાં આવશે.


ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે કુલ ત્રણ ઉમેદવારો મેદાનમાં છે, જેમાં હિમાંશુ બોડાવાળા, દિપક શેઠવાળા તથા મિતીશ મોદી નો સમાવેશ થાય છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ વખતે ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ પદ માટેની ચૂંટણી ની જગ્યાએ સર્વ સંમતિ સાધી ને કોઈ એક ઉમેદવાર મને બિનહરીફ વરણી કરવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
ચેમ્બરના નવા પ્રમુખ તરીકે હાલના ઉપપ્રમુખ આશિષભાઈ ગુજરાતી બિનહરીફ ચૂંટાયેલા ઘોષિત થઈ ચૂક્યા છે. આગામી 27મી જૂને ચૂંટણી થાય તે પછી વાઇસ પ્રેસિડેન્ટ વિજેતા ઘોષિત થવાની સાથે જ ચેમ્બરના નવા વરાયેલા પદાધિકારીઓનો પદગ્રહણ સમારોહ આગામી જુલાઇ મહિનાના બીજા સપ્તાહમાં યોજાય તેવી શક્યતાઓ છે

Most Popular

To Top