Madhya Gujarat

ડોક્ટરને મારનાર પોલીસ અિધકારીને ડિસમીસ કેમ નથી કરાયા? રાજપૂત સમાજ લાલઘૂમ

સંતરામપુર : રાજપૂત યુવા સેવા મંડળ દ્વારા આજે મહિસાગર જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને માંગ કરવામાં આવી હતી કે તા ૧૫ મી ના રોજ સંતરામપુર નગરનાં પ્રખ્યાત ગાયનેક સેવાભાવી ડોક્ટર રણજીતસિંહ જોજાને સંતરામપુર પોલીસ સ્ટેશનના પી.આઈ, ટ્રાફિક જમાદાર  ની સૂચનાથી તેમની પોલીસ ટીમે કોઈપણ જાતના વાક ગુના વગર અધિકાર ક્ષેત્રની બહાર જઈને કાયદાનું ઉલ્લંઘન કરીને ગુંડાગીરી કરીને ડોક્ટર ઉપર એફ આર. થઈ છે.

એવી ખોટી વાત કરીને બેફામ ગાળાગાળી કરી અને ખેંચાખેંચ કરીને ડોક્ટરના વોર્ડમાં અને ઘરમાં ઘૂસીને પોલીસે અને સંતરામપુરના અસામાજિક તત્વ એવા આરીફ ટેણીએ ભેગા મળીને હોસ્પિટલમાં મારામારી કરી તોડફોડ કરી ભયનું સામ્રાજ્ય ફેલાવતા દાખલ મહિલા દર્દીઓમાં નાસભાગ મચી ગઇ હતી.

ઓ.પી.ડી. ના દર્દીઓ ને મારીને ડરાવીને ભગયાવી દીધા હતા બાદ ડોક્ટરના કમ્પાઉન્ડર નર્સિંગ સ્ટાફને ઢોર માર માર્યો હતો એ બાબતે અમો સમાજના અગ્રણીઓ મહિસાગર જિલ્લા, રાજપૂત સમાજ સંતરામપુર તાલુકા, પૂર્વ વિભાગ રાજપૂત સમાજ, રાજપૂત સમાજ લુણાવાડા તાલુકા, રાજપૂત સમાજ કડાણા તાલુકા, રાજપૂત સમાજ ખાનપુર તાલુકા રાજપૂત સમાજ મહિસાગર જિલ્લા, યુવા રાજપૂત સમાજ આ ઘટનાને સખત રીતે વખોડીએ છીએ .

અને ગૃહ મંત્રી અને  કલેક્ટર મહિસાગરને તેમજ એસ.પી. લુણાવાડા ને પ્રશ્ન પૂછીએ છીએ કે જેમની સૂચનાથી પોલીસે આ અધમ કૃત્ય અસામાજિક તત્વોને સાથે રાખીને કર્યું છે તેવા જવાબદાર પોલીસને શા માટે  પોલીસ ખાતા માંથી ડિસમિસ  કરાયા નથી …?? ડોક્ટરનો એવો કયો વાંકગુનો હતો કે તેઓ સામે અમાનવીય કૃત્ય પોલીસે કરવું પડ્યું..?

સંતરામપુર શહેર અને તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિનપ્રતિદિન કથળી રહેલ છે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં કેટલાય અસામાજિક તત્વો ગેરકાયદેસર ઉઘરાણી કરીને પોલીસને ગેરમાર્ગે દોરીને વહીવટ ચલાવે છે સદર ઘટનામાં લાલ શર્ટ વાળુ યુનિફોર્મ પહેરેલો સંતરામપુરનો નામાંકિત બુટલેગર અને પોતાની પત્નીના જ મર્ડરના કેસનો આરોપી તેમજ સંતરામપુરમાં વ્યાજનો મોટાપાયે ધંધો કરતા અસામાજીક તત્વોને પોલીસે સાથે કેમ રાખવો પડયો..?

મહિસાગર જિલ્લા પોલીસતંત્રએ અસામાજિક તત્વો સામે કેમ હજુ સુધી પોલીસ કાર્યવાહી કરી નથી માત્ર તપાસના નામે પુછપરછ કરવામાં આવી છે શું તે “પોલિસ મિત્ર “છે..? સંતરામપુર શહેર માં આંક ફરક દારૂ-જુગાર નો ધંધો કોની મહેરબાનીથી ચાલે છે..?

કોરોના મહામારી વખતે પણ સંતરામપુર ટ્રાફિક પોલીસનો ખૂબ જ અત્યાચાર જોવા મળતો હતો સામાન્ય ગરીબ આદિવાસી ખરીદી કરવા માટે આવ્યા હોય તો તેમને દંડાવાળી કરવાની અને ખરો ખોટો દંડ વસૂલવા નો પરવાનો કોને આપ્યો હતો..?

પોલીસની સાથે ડોક્ટરના હોસ્પિટલ ઉપર ભયનું વાતાવરણ ઉભુ કરવામાં સંતરામપુરના અસામાજિક તત્વોનો ખૂબ મોટો હાથ હતો તેની સામે પગલાં પોલીસે કેમ ભર્યા નથી અખબારી અહેવાલોમાં તેમજ સોશિયલ મીડિયા પર આ માથાભારે બુટલેગર દેખાય છે તો શું પોલીસને આ નથી દેખાતું..? જેવા વેધક સવાલો સાથે નુ આવેદનપત્ર આજે મહિસાગર જિલ્લા ખાતે આપવામાં આવ્યું હતુ.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top