Charchapatra

બાળકને ખભો અપાય, ખભે ન ચડાય.!

તાજેતરમાં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં રાજકોટની મેચમાં ભારતના વિકેટકીપર તરીકે ધ્રુવ જુરેલને ટેસ્ટ કેપ મળી. આ યુવા ખેલાડીની કહાની રસપ્રદ છે. પિતા ભારતીય લશ્કરમાં હવાલદાર હતા. કારગિલ યુદ્ધમાં ભાગ લીધેલો. પિતાની તીવ્ર ઈચ્છા કે દીકરો લશ્કરમાં જ જોડાય. ધ્રુવની રસ રૂચિ ભણવાને બદલે ક્રિકેટમાં હતી. માતાનું પ્રોત્સાહન હતું. પિતા કહેતા કે ક્રિકેટમાં જઈને શું ઉકાળવાનો? ભણીને સરકારી નોકરી કર. પણ ધ્રુવનું મન ક્રિકેટ સિવાય ક્યાંય લાગતું નહોતું. માતાએ બેટ ખરીદવા પૈસા આપ્યા. પહેલીવાર ક્રિકેટ કીટ ખરીદવાની માતા પિતા સમક્ષ માંગણી કરી. આર્થિક હાલત સારી નહોતી. બન્નેની ના આવી. ધ્રુવે પોતાની જીદ પૂરી કરવા પોતાને બાથરૂમમાં પૂરી દીધો.

માતાનું મન પીગળ્યું. પોતાની સોનાની ચેન વેચીને કીટ અપાવી. ધ્રુવે ફર્સ્ટક્લાસ ક્રિકેટ અને અન્ય સ્પર્ધાઓમાં સારો દેખાવ કર્યો અને આજે ભારતીય ટેસ્ટ ટીમનો હિસ્સો બન્યો. આ અને આવી અનેક ઘટનાઓ દર્શાવે છે કે બાળકના રસ-રૂચિ જેમાં હોય એને ઓળખીને તે દિશામાં પ્રોત્સાહન અપાય તો બાળક વધુ સારી રીતે શીખે છે વિકસે છે. આપણે બાળકને શું બનાવવું છે એ નહીં પણ બાળક શું બનવા માંગે છે તે મહત્વનું છે. બાળકને ખભો જરૂર અપાય પણ એના ખભે ન ચડાય.
સુરત     – સુનીલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ઇલેકશન ફંડ એ આર્થિક ન્યુસન્સ
બેનંબરીને એક નંબરી કરવા માટે દાનપેટીઓ ખુલ્લી જ છે. એક નંબરના ચેક નાંખી બે નંબરી રીંફડી કરી નાંખો. મહાકાય ઉદ્યોગો બિલ્ડરોને બેનંબરી નાણાં ધીરનાર ધર્માલયોનું ષડયંત્ર અને કૌભાંડો કદી ખુલશે નહીં. આપણા કહેવાતા ધર્મભીરુ બગભકતોથી સમાજ અંજાઈ ગયો છે. સાંસદો કદી ભિખારી હોતા નથી. રાજકારણીઓનું પીઠબળ મની અને મશલ પાવરનો અનૈતિક ટેકો ક્યારેક અંગુઠા છાપ ઉમેદવારો મતદારો પર એવું વશીકરણ કરે છે, જેમ વાંસળીવાળો જાદુના જોરે નિર્દોષ બાળકોને નદીમાં ડુબાડી દેવાની ધમકી આપતો હોય.
અડાજણ – અનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top