World

થાઈલેન્ડના બૌદ્ધ મંદિર પર દરોડા, તમામ પુજારીઓ મળ્યા નશામાં ધુત્ત

નવી દિલ્હી: થાઈલેન્ડમાં (Thailand) પોલીસ અને સરકારના લાખ પ્રયાસો બાદ પણ ડ્રગ્સનો (Drugs) ધંધો અટકવાનું નામ નથી લઈ રહ્યો. અહીં મોટા પાયે ડ્રગ્સની તસ્કરી કરી લોકોમાં તેનું સેવન કરી રહ્યા છે. હાલમાં જ મધ્ય થાઇલેન્ડમાં એક મંદિરમાં (Temple) દરોડા (Raid) દરમિયાન ત્યાંના તમામ પૂજારીઓ (priests) નશામાં મળી આવ્યા હતા. આ પૂજારીઓને હાલ સુધારગૃહ મોકલી આપવામાં આવ્યા છે. એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે સોમવારે એક દરોડા દરમિયાન થાઈલેન્ડના ફેત્ચબુન પ્રાંતના એક બૌદ્ધ મંદિરના તમામ પૂજારીઓ પર મેથામ્ફેટામાઈન ડ્રગ્સ પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું હતું. આમાં પૂજારીઓમાં મુખ્ય પૂજારી પણ સામેલ હતા.

પુજારીને સુધાર ગૃહમાં મોકલવામાં આવ્યા
ફેત્ચબુન પ્રાંતના બંગ સામ ફાન (Bung sam phan) જિલ્લા મેજિસ્ટ્રેટ બૂનલેર્ટ થિન્ટાપથાઈએ જણાવ્યું હતું કે મધ્ય થાઈલેન્ડમાં એક બૌદ્ધ મંદિરને ખાલી કરાવવામાં આવ્યું છે કારણ કે તેના તમામ પૂજારીઓ (સાધુઓ) ડ્રગ ટેસ્ટમાં પોઝીટિવ આવ્યા છે. અધિકારીએ કહ્યું કે તમામ સાધુઓને ડ્રગ રિફોર્મ હોમમાં મોકલવામાં આવ્યા છે.

લોકો ધાર્મિક વિધિઓ કરી શકતા નથી
મંદિર પર રેડ પડ્યા બાદ અને તમામ સાધુઓને સુધારગૃહમાં મોકલી દેવાતા મંદિરને તાળુ વાગી ગયું હતું. આ ઘટના બાદ મંદિરમાં કોઈ પૂજારી જોવા નથી મળી રહ્યા. આ ઘટના બાદ મંદિર ખાલી હોવાથી શહેરીજનો ઘણા પરેશાન છે. તે લોકો કહે છે કે તેઓ કોઈપણ પ્રકારની ધાર્મિક વિધિઓ કરવા સક્ષમ નથી. જો કે, જિલ્લા મેજિસ્ટ્રેટ બનલર્ટે કહ્યું કે તેઓ ટૂંક સમયમાં મંદિરમાં પૂજારીઓની વ્યવસ્થા કરશે જેથી લોકો ધાર્મિક વિધિઓ કરી શકશે.

થાઈલેન્ડમાં આ ડ્રગનો ઉપયોગ વધુ થાય છે
દરોડામાં મેથામ્ફેટામાઈન નામનું ડ્રગ જે પાદરીઓમાં હોવાની પુષ્ટિ થઈ છે તેનો ઉપયોગ થાઈલેન્ડમાં મોટા પાયે થાય છે. યુનાઈટેડ નેશન્સ ડ્રગ્સ એન્ડ ક્રાઈમ ઓફિસ અનુસાર, થાઈલેન્ડ આ ડ્રગનું સેવન કરનાર મુખ્ય દેશ છે. આ ડ્રગ મ્યાનમારથી લાઓસ થઈને થાઈલેન્ડ લાવવામાં આવે છે. આ દવાની એક ટેબ્લેટની કિંમત અંદાજે 20 બાહ્ટ (થાઈલેન્ડનું ચલણ) એટલે કે 40 રૂપિયા છે. તાજેતરના સમયમાં, સમગ્ર દક્ષિણ એશિયાઈ ક્ષેત્રમાં આ ડ્રગ્સનો મોટો જથ્થો ઘણી વખત જપ્ત કરવામાં આવ્યો છે.

મ્યાનમારનું ડ્રગ નેટવર્ક વિશાળ છે
આંતરરાષ્ટ્રીય ડ્રગ ગેંગનો મ્યાનમાર સાથે ઊંડો સંબંધ છે. માર્ચમાં, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે મ્યાનમારથી દાણચોરી કરીને 40 કરોડ રૂપિયાનું હેરોઈન જપ્ત કર્યું હતું. વૈશ્વિક બજારમાં તેની કિંમત 40 કરોડની આસપાસ હતી. પોલીસે જણાવ્યું હતું કે દાણચોરો મ્યાનમારથી મણિપુર થઈને ભારતમાં ડ્રગ્સ લાવે છે, ત્યારબાદ તેને અન્ય રાજ્યોમાં લઈ જવામાં આવે છે.

Most Popular

To Top