Sports

ઇન્દોર મંદિરમાં ઋષભ પંતના સ્વસ્થ થવા માટે પ્રાર્થના,ટીમ ઇનિડયા માટે ખેલાડીનું પુનરાગમન મહત્વપૂર્ણ

નવી દિલ્હી : ટીમ ઇન્ડિયા (Team India) હાલ જોરદાર ફોર્મમાં ચાલી રહી છે. આગામી દિવસોમાં ભારતીય ટીમના ખેલાડીઓ ન્યુઝીલેન્ડ (New Zealand) સામેની ત્રીજી ODI મેચ માટે ઈન્દોરમાં (Indore) છે. અહીં વિશ્વ પ્રસિદ્ધ મહાકાલેશ્વર (Mahakaleshwar) જ્યોતિર્લિંગનું મંદિર પણ છે. ટીમ ઇન્ડિયાના ઘણા ખેલાડીઓ બાબાના દર્શનાર્થે પહોંચ્યા હતા. સોમવારે સવારે યુવા ક્રિકેટરો કુલદીપ યાદવ અને વોશિંગ્ટન સુંદરની સાથે સૂર્યકુમાર યાદવની તસવીરો સોશિઅલ મીડિયા ઉપર વાયરલ થઇ છે. આ દરમિયાન જ્યારે ભારતીય ક્રિકેટરને મુલાકાતનું કારણ પૂછવામાં આવ્યું હતું ત્યારે તેણે કહ્યું કે તેઓ સાથી ઋષભ પંત માટે પ્રાર્થના કરવા માટે ગયા છે. જેઓ 30 ડિસેમ્બરના રોજ માર્ગ અકસ્માત દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયા હતા.

  • વિશ્વ પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરમાં ઋષભ પંત માટે પ્રાર્થના કરાઈ
  • યુવા ક્રિકેટરો કુલદીપ યાદવ,વોશિંગ્ટન સુંદર,સૂર્યકુમાર યાદવે કરી હતી પ્રાર્થના
  • ઋષભ પંત કાર અકસ્માતને કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા

ઋષભ પંત અકસ્માતને કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા
ઉલ્લેખનીય છે કે 25 વર્ષીય યુવા ક્રિકેટર ઋષભ પંત તેની માતાને નવા વર્ષ માટે સરપ્રાઈઝ આપવા રૂરકી જઈ રહ્યા હતા દરમ્યાન તેમની કાર ઓવરસ્પીડમાં હોય અને તેઓને એચાનક અકસ્માતનો સામનો કરવો પડ્યો હતો અને કાર ધડાકા સાથે ડિવાઈડર સાથે ભટકાઈ હતી. આ અકસ્માતને કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. કાર માંથી બહાર નીકળવા અને પોતાને બચાવવા માટે કારની વિન્ડશિલ્ડ તોડવી પડી હતી. અકસ્માત બાદ પંતને દહેરાદૂનની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હાલ સારવાર મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ચાલી રહી છે. જ્યાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું. તેણે તેના જમણા ઘૂંટણમાં ઈજાઓ પહોંચી છે.

ઇન્દોરમાં કીવી હવે ત્રીજી અને અંતિમ મેચ ઔપચારિક રીતે રમશે
કુલદીપ યાદવ અને વોશિંગ્ટન સુંદરે વધુમાં જણાવ્યું હતું કે અમે ‘મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં ઋષભ પંતના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે. તેમનું પુનરાગમન અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે’ પંતના પુરાગમન પણ 2023 યોજાનાર વનડે ક્રિકેટ વર્લ્ડ કપ માટે મહત્વું છે. હાલ ટીમ ઈન્ડિયા ઈન્દોરમાં છે જ્યાં તેઓ ત્રીજી અને અંતિમ વનડે મેચ માટે ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. કીવી હવે ત્રીજી અને અંતિમ મેચ ઔપચારિક રીતે રમશે. માટે કારણ કે તેઓ પહેલાથી જ ત્રણ મેચની શ્રેણી 2-0થી હારી ચૂક્યા છે.

Most Popular

To Top