World

ન્યુઝીલેન્ડની સંસદમાં 21 વર્ષની સાંસદે ડાન્સ કરી ભાષણ આપ્યું, વીડિયો વાયરલ થયો

નવી દીલ્હી: ન્યુઝીલેન્ડની (New Zealand) અત્યાર સુધીની સૌથી નાની ઉંમરની યુવા સાંસદ હાના રહીતી મિપ્પે-ક્લાર્ક હાલ ચર્ચામાં છે. કારણ કે તેણીએ સંસદમાં (Parliament) માઓરી સંસ્કૃતિનું નૃત્ય ‘હાકા’ (Haka) રજૂ કરી પોતાનો મુદ્દો ઉઠાવ્યો હતો. જણાવી દઈએ કે હાકા એક યુદ્ધ ગીત (War Song) છે જે પૂરી શક્તિ અને અભિવ્યક્તિઓ સાથે રજૂ કરવામાં આવે છે.

ન્યુઝીલેન્ડની 21 વર્ષની સાંસદ હાના રાવતી મેપી ક્લાર્ક દ્વારા માઓરી ભાષામાં આપવામાં આવેલ ભાષણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે તે ન્યૂઝીલેન્ડની સૌથી નાની વયની સાંસદ છે. દેશના સૌથી વરિષ્ઠ સાંસદોમાંના એક નનૈયા મહુતાને હરાવીને તેણી ગયા વર્ષે ઓક્ટોબરમાં સંસદમાં ચૂંટાઇ હતી. 21 વર્ષીય મેપી ક્લાર્ક માઓરીના અધિકારો માટે સતત અવાજ ઉઠાવી રહી છે. માયપી ક્લાર્કે ગયા મહિને આપેલા ભાષણમાં તેમના મતદારોને વચન આપ્યું હતું. તેમજ તેણીએ કહ્યું હતું કે મારું જીવન દેશના તમામ લોકોને સમર્પિત છે. દરમિયાન તેણીએ આ ડાન્સનું પ્રદર્શન કર્યું હતું.

ડરામણા ચહેરાના હાવભાવ સાથે ભજવાયું નૃત્ય
તમામ તામરીકી માઓરીને સમર્પિત ભાષણ આપતી વખતે ક્લાર્કે આ પરંપરાગત ‘યુદ્ધ પોકાર’ કર્યો હતો. સંસદમાં મોટી સંખ્યામાં લોકોએ તેણીની પાછળ ગીતનું પુનરાવર્તન કર્યું હતું. જે લોકો હકાને સારી રીતે સમજી શકતા નથી તેઓ તેના ચહેરાના હાવભાવ પરથી સરળતાથી સમજી શકે છે કે તેણી તેના ભાષણ દ્વારા ગર્જના કરી રહી છે. વીડિયોમાં તેના ચહેરાના હાવભાવ ડરામણા છે. જણાવી દઇયે કે વિશ્વભરની સંસદોમાં આ પ્રકારનું પ્રથમ ભાષણ છે.

માઓરી સંસ્કૃતિનું ‘હાકા’ નૃત્ય શું છે?
જણાવી દઈએ કે આ ‘હકા’ નૃત્ય આવનારી આદિવાસીઓનું સ્વાગત કરવાની પરંપરાગત રીત છે, પરંતુ તે યુદ્ધમાં જતી વખતે યોદ્ધાઓને પ્રોત્સાહિત કરવાનું પણ કામ કરે છે. તે માત્ર શારીરિક શક્તિનું પ્રદર્શન નથી, પણ સાંસ્કૃતિક ગૌરવ, શક્તિ અને એકતાનું પ્રતીક પણ છે.

કોણ છે હાના-રવિતિ મેપી-ક્લાર્ક?
21 વર્ષની હાના 170 વર્ષમાં ન્યૂઝીલેન્ડની સૌથી નાની વયની સાંસદ છે. તે 1853 પછી એઓટેરોઆમાં સૌથી નાની વયની સાંસદ બની છે. તેણીએ સંસદમાં પોતાની બેઠક સુરક્ષિત કરવા માટે દેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર મહિલા સાંસદ નાનિયા મહુતાને હરાવી હતી.

Most Popular

To Top