SURAT

સિઝનમાં છેલ્લે છેલ્લે ઉકાઈ ડેમના 16 ગેટ 4 ફૂટ ખોલવામાં આવતાં તાપી નદી ફરી બે કાંઠે વહી

સુરત: ઉકાઈ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં વરસાદનું (Rain) જોર ભલે ઘટ્યું હોય પણ ડેમના (Dam) કેચમેન્ટ વિસ્તારમાં પડેલા વરસાદને પગલે મધરાતે ડેમમાં 1.67 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. જેની સામે ડેમમાંથી 16 ગેટ 4 ફૂટ ખોલીને 1.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

  • હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેર અને જિલ્લામાં વરસાદે વિરામ લીધો
  • મધરાતે ઉકાઈ ડેમમાં 1.67 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી

હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેર અને જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ વરસાદે વિરામ લીધો છે. જો કે, ગઈકાલે ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ પડતાં ડેમમાં મધરાતે 1.67 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. બીજી તરફ હથનુર ડેમમાંથી 19 હજાર ક્યુસેક અને પ્રકાશામાંથી 85 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમમાં પાણીનો મોટો જથ્થો આવતાં ડેમના 16 ગેટ 4 ફૂટ ખોલીને ડેમમાંથી 1.48 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. સાંજે 9 ગેટ 4 ફૂટ ખોલીને 1.48 લાખ ક્યુસેક પાણી છોડાયું હતું. ડેમની સપાટી 342.40 ફૂટ નોંધાઈ હતી. ડેમમાંથી દોઢ લાખ ક્યુસેક પાણી છોડાતાં સિઝનમાં છેલ્લે છેલ્લે તાપી નદી બે કાંઠે વહેતી જોવા મળી છે.

નવસારી જિલ્લામાં બીજા દિવસે વરસાદનો વિરામ
નવસારી : નવસારી જિલ્લામાં બીજા દિવસે પણ વરસાદનો વિરામ રહેતા મહત્તમ તાપમાનમાં દોઢ ડિગ્રીનો વધારો થયો હતો. જ્યારે લઘુત્તમ તાપમાનમાં અડધો ડિગ્રીનો ઘટાડો થયો હતો. નવસારીમાં વરસાદનો વિરામ રહેતા તાપમાનમાં વધારો થયો હતો. બુધવારે નવસારીમાં મહત્તમ તાપમાન 1.4 ડિગ્રી વધતા 31.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 0.6 ડિગ્રી ગગડતા 23.6 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 94 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 68 ટકા જેટલું ઊંચું રહ્યું હતું. જ્યારે દિવસ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ દિશાએથી 3.1 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.

Most Popular

To Top