Vadodara

સારવાર લઈ રહેલા રણોલીના યુવાનનું કોરાેનાથી મોત

કોરોનાં પોઝિટિવના આજે વધુ 58 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 25,196 ઉપર પહોંચ્યો છે. જ્યારે બુધવારે  પાલિકા દ્વારા જારી કરેલ યાદી મુજબ કોરોનાંને કારણે એક પણ મરણ નહીં નોંધાતા મોતની સંખ્યા 242 પર સ્થિર હતી.

વડોદરા શહેરમાં વિતેલા 24 કલાકમાં 2,477 સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેમાં 58 પોઝિટિવ અને 2,419 નેગેટિવ આવ્યા હતા.શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કુલ 602 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.જેમાં 473 દર્દીઓની હાલત સ્થિર છે.જ્યારે 129 દર્દીઓની હાલત ગંભીર છે.જેમાં ઓક્સિજન ઉપર 88 અને 41 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે.

આ ઉપરાંત કોરોનાં પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા કુલ 970 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે.શહેરમાં સરકારી  અને ખાનગી હોસ્પિટલ તેમજ હોમ આઈસોલેશનમાંથી 47 વ્યક્તિઓને રજા અપાઈ છે. 

એસેસજી હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં રણોલીના 30 વર્ષીય યુવાનનું સારવાર હેઠળ મોત થયું હતું.નોંધનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ વડોદરા શહેરમાં ફરી એક વાર કોરોનાના કેસો વધવા માંડ્યા છે અને કેટલાય લોકોના કોરોનાંના કારણે મોત થઈ રહ્યાં છે. તેમ છતાં પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આંકડાકીય માયાજાળ રચી સત્તાવાર કોરોનાંથી મોતને ભેટેલા વ્યક્તિઓનો મૃત્યુઆંક જાહેર કરવામાં આવતો નથી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top