Sports

Women’s T20 WC સેમિફાઇનલ મેચ પહેલા ભારતને મોટો ફટકો આ બે ખેલાડીઓ ટીમમાં નહિ હોય

નવી દિલ્હી : મહિલા T20 વલ્ડ કપ (T20 World Cup) સેમીફાયનલ મેચ પહેલા ભારતીય ટીમને મોટો ફટકો પડ્યો છે. ટીમ ઈંડિયાની (Team India) કપ્તાન હરમનપ્રિત કૌર (Harmanpreet Kaur) અને ઓલરાઉન્ડર પૂજા વસ્ત્રાકર (Pooja Vastrakar) હાલ બીમાર થઈ ગઈ છે અને ઓસ્ટ્રેલિયા (Australia) વિરુદ્ધ મેચમાંથી પૂજા વસ્ત્રાકર બહાર થઇ ગઈ છે. તો બીજી તરફ હરમનપ્રિત કૌરનું પણ આ મેચમાં રમવું મુશ્કેલી ભર્યું બની ગયું છે. મજબુત ગણાતી ટિમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટીમ ઇન્ડિયાને નબળી માનવમાં આવી રહી છે. અને એવામાં કપ્તાન હારમપ્રીતના બહાર થઇ જવાથી ઓસ્ટ્રેલીયાને હરાવવું મુશ્કેલી ભર્યું બની ગયું છે.

  • મજબુત ટિમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટીમ ઇન્ડિયાને નબળી માનવમાં આવી રહી છે
  • કપ્તાન હરમનપ્રિત કૌર અને ઓલરાઉન્ડર પૂજા વસ્ત્રાકર હાલ ટીમની બહાર થયા
  • ઓલરાઉન્ડર પૂજા વસ્ત્રાકર હાલ બીમાર થઈ ગઈ નેથી તે રમી નહિ શકે

બન્ને ખલડીઓના બીમાર હોવાના સમાચાર આવ્યા
મહિલા ટી-20 વર્લ્ડ કપના સેમીફાયનલ પહેલા ટીમ ઇન્ડિયા માટે માઠા સમાચાર આવ્યા છે. આ મેચમાં બે ખેલાડીઓ બીમાર થઇ ગયા છે જે પૈકી પૂજા વસ્ત્રાકરને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. તેને ગળામાં ઈન્ફેક્શન છે. તો બીજી તરફ કેપ્ટન હરમનપ્રીતને તાવ આવ્યો છે જેમાંથી તે બહાર આવી નથી. હરમનપ્રીત કૌર અને પૂજા વસ્ત્રાકર અને રાધા યાદવ હોસ્પિટલ પહોંચ્યા હતા અને બીમારી અંગેના ટેસ્ટ કરાવ્યા હતા. જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે હરમનપ્રીત આ મેચમાં રમશે કે નહીં. હાલમાં મેડિકલ ટીમ તમામ ખેલાડીઓની સંભાળ લઈ રહી છે.

ફાસ્ટર બોલર અને ઓલરાઉન્ડર પૂજા વસ્ત્રાકરના સ્થાને સ્પિન ઓલરાઉન્ડર સ્નેહ રાણાને ટીમમાં ઉમેરો કરવામાં આવ્યો છે. અને જો હરમનપ્રીત કૌર નહીં રમી શકે તો તેના સ્થાને સ્મૃતિ મંધાના ટીમની કમાન સંભાળશે. સાથે જ હરમનપ્રીત કૌરની જગ્યાએ હરલીન દેઓલ અથવા યાસ્તિકા ભાટિયાને ટીમમાં તક આપવામાં આવી શકે છે.

સેમી ફાયનલમાં ખુબ સંઘર્ષ કરવો પડશે ટીમ ઇન્ડિયાને
આ ટુર્નામેન્ટમાં ભારેતે ચાર મેચમાં 6 અંક સાથે સેમીફાયનલમાં ટીમનું સ્થાન બનાવ્યું છે. હરમનપ્રિત નૈતૃત્વમાં ટીમે પાકિસ્તાન, વેસ્ટઇન્ડિઝ અને આયરલેન્ડને હરાવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. ત્રણે ટીમો પૈકી પાકિસ્તાન અને વેસ્ટઇન્ડિઝ ભારતને કાંટાની ટક્કર આપે તેવી ટીમ ગણવા માં આવતી હતી અને માત્ર ઇંગ્લેન્ડ સામેજ હાર્યું હતું પરંતુ સેમીફાયનલમાં સુધી પહોંચ્યા બાદ હાલ ટીમનું મનોબળ તો મજબૂત જ છે પરંતુ કપ્તાન અને ઓલરાઉન્ડર ખેલાડીની ખોટ કદાચ તેમને સખી શકે તેમ છે. જોકે કપ્તાન હરમન પ્રીત મેચમાં નહિ રમી શકે તો ઉપ કપ્તાન સ્મૃતિ મંધાના ટીમને લીડ કરશે. બીજી તરફ રાધા યાદવની ફિટનેસ ઉપર પણ સવાલો ઉભા થઇ રહ્યા છે. જેનું કારણ છે કે તે આયર્લેન્ડ વિરુદ્ધ મેચમાં રમી શકી ન હતી.

ઇંગ્લેન્ડ સામે ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો
સેમીફાઈનલ મેચ પહેલા હરમનપ્રીતે ટીમ ઈન્ડિયા સામેના પડકારો વિશે વાત કરી હતી. હરમનપ્રીતે કહ્યું હતું કે અમે ખરેખર સારી શરૂઆત કરી હતી પરંતુ મિડલ ઓવરોમાં અમે યોજના મુજબ બોલિંગ કરી ન હતી જેથી ઘણા રન આપ્યા હતા. જોકે અમારી બેટિંગ લાઈનમાં સારો દેખાવ કરી રહ્યા હતા.હરમનપ્રીતે ભારતીય બેટ્સમેનો ડોટ બોલ રમવા વિશે પણ વાત કરી હતી. ભારતે આયર્લેન્ડ સામે છ વિકેટે 155 રનની ઈનિંગમાં 41 બોલમાં કોઈ રન બનાવ્યા ન હતા. તે જ સમયે ભારતે ઈંગ્લેન્ડ સામે 51 બોલમાં એકપણ રન બનાવ્યો ન હતો. આયર્લેન્ડ વિરૂદ્ધ સ્મૃતિ મંધાનાએ પોતાની કારકિર્દીની સૌથી મોટી ઇનિંગ્સ (87 રન) સાથે ટીમ ઇન્ડિયાને જીત અપાવી હતી જોકે પરંતુ ઇંગ્લેન્ડ સામે ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો.

Most Popular

To Top