Gujarat

તિસ્તા સીતલવાડને ઝટકો, ગુજરાત હાઈકોર્ટે સરેન્ડર કરવા આદેશ આપ્યો

અમદાવાદ: મહિલા સામાજિક કાર્યકર્તા તીસ્તા સીતલવાડને (Teesta Seetalwad) શનિવારે ગુજરાત હાઈકોર્ટ (Gujarat Highcourt) તરફથી ઝટકો મળ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે શનિવારે સામાજિક કાર્યકર તિસ્તા સીતલવાડની નિયમિત જામીન અરજી ફગાવી દીધી હતી અને 2002 પછીના ગોધરા રમખાણોના (Godhra riots) કેસોમાં નિર્દોષ લોકોને ફસાવવા માટે કથિત રીતે બનાવટી પુરાવા સાથે સંબંધિત કેસમાં તેને તાત્કાલિક સરેન્ડર (Surrender) કરવાનો નિર્દેશ આપ્યો હતો.

જસ્ટિસ નિર્જર દેસાઇએ આ મામલે સુનાવણી કરી હતી. જસ્ટિસ નિર્જર દેસાઈની કોર્ટે સેતલવાડની જામીન અરજી ફગાવી દીધી હતી અને તેણીને તાત્કાલિક તીસ્તાને સરેન્ડર કરવાનો આદેશ આપ્યો હતો. તીસ્તા સીતલવાડના વકીલ મિહિર ઠાકોરે કોર્ટના નિર્ણય પછી કોર્ટ પાસે 30 દિવસ માટે નિર્ણયના ક્રિયાન્વયન પર રોક લગાવવાનો અનુરોધ કર્યો હતો પરંતુ જસ્ટીસ દેસાઇએ અનુરોધને પણ નકારી કાઢ્યો હતો.

સીતલવાડ ઉપર આરોપ છે કે તેમણે 2002માં થયેલા ગુજરાત હિંસામાં નિર્દોષ લોકોને ફસાવવા માટે ખોટા પુરાવા ઊભા કર્યા હતા. આ આરોપોમાં તેની અમદાવાદ ડિટેક્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચની એક એફઆઇઆર ઉપર 25 જૂન 2022ના રોજ ગુજરાત પોલીસે ધરપકડ કરી હતી. તેને સાત દિવસ સુધી પોલીસ રિમાન્ડ પર રાખવામાં આવી હતી. અને 2 જુલાઇએ તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી હતી.

કોણ છે તીસ્તા અને તે કોના માટે કામ કરતી હતી?
તીસ્તા સીતલવાડ પત્રકાર અને સામાજિક કાર્યકર્તા છે. તે સિટિઝન ફોર જસ્ટિસ એન્ડ પીસ નામના NGO માટે કામ કરે છે. આ NGO 2002માં ગુજરાતમાં થયેલા સાંપ્રદાયિક લડાઈઓના પીડિતોને ન્યાય અપાવવા માટે સ્થાપવામાં આવ્યું હતું.
તીસ્તાનો જન્મ અને તેનું શિક્ષણ મુંબઈમાંથી પૂર્ણ થયું છે. તેના પિતા વકીલ હતા જ્યારે તેના દાદા ભારતના પ્રથમ એટોર્ની જનર રહ્યાં હતા. તીસ્તાનો પતિ આનંદ પણ પત્રકાર હતો.

2007માં પદ્મશ્રી નવાજાઈ હતી તીસ્તા
તીસ્તાને 2007માં તીસ્તાને તત્કાલિન રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે પદ્મશ્રીથી નવાજી હતી. આ પહેલા તેઓ વર્ષ 2002માં રાજીવ ગાંધી રાષ્ટ્રીય સદભાવના પુરસ્કાર પણ તે મેળવી ચૂકી છે. વર્ષ 2000માં પ્રિન્સ ક્લાઉસ એવોર્ડ, 2003માં ન્યુરેમબર્ગ ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એવોર્ડ પણ તીસ્તાને મળ્યો છે.

Most Popular

To Top