Surat Main

વિદેશ જવા માંગતા ગ્રામ્ય વિસ્તારના સુરતી વિદ્યાર્થીઓ માટે ઈચ્છાપોર ખાતે રસીકરણ શરૂ થશે

સુરતના ગ્રામ્ય વિસ્તાર (rural area)ના અભ્યાસ અર્થે વિદેશ (abroad for study)જતા વિદ્યાર્થીઓ (students)ની સુવિધા માટે તા.7 મી જૂનથી ઈચ્છાપોર ખાતે રસીકરણ (vaccination) શરૂ થશે. જેમાં ખાસ પ્રથમ ડોઝ લીધા બાદ 28 દિવસ પૂર્ણ થયા હોય અને 84 દિવસ પૂર્ણ થયા ન હોય તેવા વિદ્યાર્થીઓને રસી આપવામાં આવશે..

સુરત: રાજ્ય સરકારે અભ્યાસ અર્થે વિદેશ જતા વિદ્યાર્થીઓને કોવિડ 19 વેકસીનમાં અગ્રતા આપવા અંગે કરેલી જાહેરાતના અનુસંધાને સુરત જિલ્લા પંચાયત દ્વારા સુરતના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે તા.7 મી જૂનથી ઈચ્છાપોર ખાતે વેક્સીનેશન શરુ કરવામાં આવનાર છે. સુરત જિલ્લાના વિદેશ અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ કે જેઓએ વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો છે, અને બીજા ડોઝના નિયત સમય પહેલા વિદેશ જવાનું હોય તેઓને ઈચ્છાપોર આરોગ્ય કેન્દ્ર (ichhapor health center), ખડી મહોલ્લો, ઈચ્છાપોર ગામ ખાતે સોમથી શનિવાર દરમિયાન સવારે 9:૩૦ થી સાંજે 5:૦૦ વાગ્યાના સમયગાળામાં વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવશે, તેમજ રસીકરણ અંગેનું સર્ટિફિકેટ આપવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે વિદ્યાર્થીના વિદેશ જવાની નક્કી થયેલ તારીખ પહેલાના 10 દિવસ ની અંદર રસીકરણ કરવામાં આવશે. પ્રથમ ડોઝ લીધા બાદ 28 દિવસ પૂર્ણ થયા હોય અને 84 દિવસ પૂર્ણ થયા ના હોય તેવા વિદ્યાર્થીઓને રસી આપવામાં આવશે. પરંતુ ખાસ વિદ્યાર્થીઓએ જરૂરી પૂરાવા (important documents) સાથે રાખવા પડશે. જેમાં (1) પ્રથમ ડોઝ લીધા અંગેનું કોવિન એપ મારફતે Partial Vaccination પ્રમાણપત્ર (2)i -20 અથવા DHS-160 (3) કોલેજ અથવા યુનિવર્સિટીનો એડમિશન લેટર (4) ઓળખ માટે આધાર અથવા વોટીંગ કાર્ડ/સરકારમાન્ય ઓળખ પત્ર/પાસપોર્ટ ) (5) જે-તે દેશના માન્ય વિઝા (6) પાસપોર્ટ વિગેરે રજૂ કરવા પડશે. ચકાસણી અર્થે ઓરીજનલ તથા સ્વપ્રમાણિત કરેલ એક નકલ આપવાની રહેશે એમ જિલ્લા કલેક્ટરની યાદીમાં જણાવાયું છે.

 સુરત શહેરમાં પણ મનપા દ્વારા રજીસ્ટ્રેશનની (Registration) સાઈટ જાહેર કરી છે. તેમજ કયા પુરાવા આપવાના રહેશે તેની માહિતી આપવામાં આવી છે. જે જાહેરાતના એક જ દિવસમાં શહેરના 382 વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. વિદેશ જતા વિદ્યાર્થીઓને કોવિડ વેક્સિનમાં અગ્રતા આપવા અંગેની જાહેરાતના સંદર્ભે સુરત મહાનગરપાલિકા દ્વારા વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યુ છે. વિદેશ જતા હોય તેઓએ કોવિડ વેક્સિન લેવા માટે સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ https://tinyurl.com/SMCAbroadstudentVaccination પર રજીસ્ટ્રેશન કરી જરૂરી પુરાવાઓ રજુ કરવાના રહેશે.

તા. 4 જુનથી બપોરે 12 વાગ્યાથી રજીસ્ટ્રેશનની શરૂઆત કરવામાં આવી હતી. તેના ગણતરીના કલાકોમાં જ મનપાને 382 અરજી મળી હતી. સરકારની ગાઈડલાઈન મુજબ સુરત મહાનગરપાલિકા દ્વારા SMS મળતાં જ રસીકરણ કરવામાં આવશે.

Most Popular

To Top