Dakshin Gujarat

ક્રાઇમ પેટ્રોલ સીરીયલ જોઈને 8 વર્ષના બે વિદ્યાર્થીઓ નવસારીની હોસ્ટેલમાંથી ભાગી ગયા

નવસારી : નવસારીની (Navsari) હોસ્ટેલમાં (Hostel) રહેતા 8 વર્ષના વિદ્યાર્થીઓએ ક્રાઈમ પેટ્રોલ (Crime Petrol) સીરીયલ જોઈ ભાગવાનો પ્લાન બનાવ્યો હતો. જેથી વિદ્યાર્થીઓ ગત રાત્રે હોસ્ટેલમાંથી ભાગીને હાઈવે (Highway) પર જતા રહ્યા હતા. જ્યાં વિદ્યાર્થીઓને લીફ્ટ માંગતા એક વાલીએ જોતા પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે વિદ્યાર્થીઓને પરત શાળાને સોપ્યા હતા.

  • બે વિદ્યાર્થીઓએ ક્રાઇમ પેટ્રોલ સીરીયલ જોઈ ભાગવાનો પ્લાન બનાવ્યો હતો
  • હાઈવે પર લીફ્ટ માંગતા વિદ્યાર્થીઓ દેખાતા પોલીસને સોપ્યા

નવસારીના નજીક એક શાળા આવી છે. જે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના રહેવા માટે હોસ્ટેલ પણ છે. જેથી આ શાળામાં દુરથી અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલમાં રહેવા, જમવા સહિતની સુવિધા આપવામાં આવે છે. પરંતુ કેટલાક વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં રહેવું ગમતું નથી. જેના કારણે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાંથી નાસી જતા હોય છે ક્યાં તો પોતાનું મન મારીને રહેતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.

હાલમાં થોડા દિવસ પહેલા જ શાળાઓ શરુ થઈ છે. ત્યારે વાલીઓ બાળકોના અભ્યાસ માટે શાળાઓમાં એડમિશન કરાવતા હોય છે. તેમજ જો કોઈ શાળા દુર હોય તો બાળકોને હોસ્ટેલમાં રહેવાની સુવિધા પણ કરી આપવામાં આવે છે. નવસારી નજીક આવેલી શાળામાં દુરથી આવેલા બાળકોએ એડમિશન લીધું હતું. જેમને હોસ્ટેલમાં રાખવામાં આવ્યા હતા. પરંતુ હાલમાં જ એડમિશન લીધેલા 8 વર્ષીય 2 બાળકોને હોસ્ટેલમાં રહેવાનું ગમતું ન હતું. જેથી ગત રાત્રે આ બંને બાળકો હોસ્ટેલમાંથી નાસી ગયા હતા. દરમિયાન એક બાળકે તેના પિતાને જાણ કરી હતી. જેથી તે બાળકના પિતાએ નાસી ગયેલા બંને બાળકોની તપાસ કરી હતી. ત્યારે નેશનલ હાઈવે પર લીફ્ટ માંગતા આ બંને બાળકો મળી આવ્યા હતા. જેથી આ બંને બાળકોને નવસારી ગ્રામ્ય પોલીસ મથકે સોંપવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન આ બંને વિદ્યાર્થીઓએ ટીવી પર આવતી સીરીયલ ક્રાઈમ પેટ્રોલ જોઈ ભાગવાનો પ્લાન બનાવ્યો હતો. જ્યાં તેમણે ગત રવિવારે સમગ્ર હોસ્ટેલ ફરીને પ્લાન બનાવી ભાગવાનું નક્કી કર્યું હતું.

હોસ્ટેલ સંચાલક અને સિક્યુરીટી ગાર્ડની જવાબદારીઓ ઉપર શંકાની સોય ઉઠી
ટીવી પર આવતી સીરીયલો, મુવીઓ અને વેબ સીરીઝો સમાજમાં સારો સંદેશો ફેલાવવા તેમજ જાગૃત નાગરિક તરીકે રહેવા માટે સંદેશાઓ આપતા હોય છે. આસપડોશમાં તેમજ અન્ય જગ્યાએ બનતી ક્રાઈમની ઘટનાઓ, ઓનલાઇન છેતરપિંડી જેવા બનાવો બનતા હોય છે. જે ઘટનાનો ભોગ કોઈ અન્ય વ્યક્તિઓ ન બને તે માટે સતર્ક રહેવા અને જાગૃત રહેવા માટેના ટીવીમાં સીરીયલો આવતી હોય છે. પરંતુ આવી જ ક્રાઈમની ઘટનાઓ બતાવતી ટીવી સિરીયલોથી આરોપીઓ ક્રાઈમ કરવા પ્રેરાઈ રહ્યા છે. આ ઘટનાથી હોસ્ટેલ સંચાલક અને સિક્યુરીટી ગાર્ડની જવાબદારીઓ ઉપર આંગળીઓ ઉઠી રહી છે. જોકે પોલીસે આ બંને બાળકોને શાળાને સોંપ્યા હતા

Most Popular

To Top