SURAT

અમદાવાદથી સુરત આવતા વેપારી બસમાં બેભાન થયા, 36 કલાકે હોંશ આવ્યો ત્યારે ખબર પડી કે…

સુરત (Surat) : સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં રહેતા તાડપત્રીના વેપારીને બસમાં અજાણ્યા મુસાફર સાથે ફ્રેન્ડલી થવું ભારે પડ્યું છે. અમદાવાદથી સુરત પરત ફરતા વેપારી સાથે બસમાં એવી ઘટના બની જેના લીધે તેઓ 36 કલાક સુધી બેભાન રહ્યા હતા અને જ્યારે હોંશમાં આવ્યા ત્યારે ખબર પડી કે તેઓને અજાણ્યો ઠગ મુસાફર લૂંટી ગયો છે. ઇચ્છાપોરમાં રહેતા અને તાડપત્રીનો વેપાર (Trader) કરતા વેપારી અમદાવાદથી (Ahmedabad) સુરત લકઝરી બસમાં (Bus) આવતા હતા ત્યારે પાલેજથી (Palej) સુરતની વચ્ચે અજાણ્યાએ વેપારીને પાર્લેજી (ParleG) બિસ્કીટમાં (Biscuit) કેફી દ્રવ્ય ખવડાવીને બેભાન (Unconscious) કર્યા બાદ રૂા.1.94 લાખની કિંમતના દાગીના (Jewelry) ચોરી (Theft) લીધા હતા.

  • સુરતના તાડપત્રીના વેપારીને બસમાં અજાણ્યો ઠગ લૂંટી ગયો
  • પારલેજી બિસ્કીટ ખવડાવી બેભાન કરી દાગીના અને રોકડા ચોરી ગયો
  • તાડપત્રીના વેપારીની રૂપિયા 1.94 લાખની માલમત્તા ચોરાઈ
  • ફરિયાદ દાખલ કરી વરાછા પોલીસે તપાસ હાથ ધરી

પ્રાપ્ત વિગતો મુજબ ઈચ્છાપોર જયરાજ સોસાયટીમાં રહેતા વાલ્મીકભાઈ ચંદનભાઈ મહેશ્વરી (ઉ.વ.૩૮) ઈચ્છાપોરમાં માધવ પ્લાસ્ટીકના નામે તાડપત્રીની દુકાન ધરાવે છે. વાલ્મીકભાઈ ગઈ તા 30મી ઓગસ્ટના રોજ અમદાવાદ ખાતે રામાપીરની બીજ ભરવા માટે ગયા હતા. મૂળ રાજસ્થાનના વતની હોવાથી માતા સાથે અમદાવાદમાં બીજના રોજ ભરાતા ચંદન પીરના મેળામાં ગયા હતા. માતાને અમદાવાદ જ રાખીને વાલ્મીકભાઈ પોતે ગઈ તા. 29 મીના રોજ રાત્રે 11.45 કલાકે સુરત આવવા નીકળ્યા હતા. અમદાવાદના સીટીએમ ચાર રસ્તા પરથી હાથ ઊંચો કરીને વગર બુકિંગે તેઓ ખાનગી બસમાં સુરત આવવા નીકળ્યા હતા.

દરમિયાન વડોદરા પાસે પાલેજ નજીક ન્યુ ક્ષમા હોટેલમાં બંને નીચે ઉતરીને સાથે વાતચીત કરતા હતા. ત્યારે અજાણ્યા સાથી મુસાફરે વાલ્મીકભાઇને પારલેજી બિસ્કીટ ઓફર કર્યું હતું. વાલ્મીકભાઈએ આ બિસ્કીટ ખાધું ને થોડીવાર બાદ તેઓ બેભાન થઇ ગયા હતા. દરમિયાન વાલ્મીકભાઈની બેગમાંથી રૂા.1.94 લાખની કિંમતના દાગીનાની ચોરી કરી લેવાયા હતા.બસ વરાછા રેશમવભવનના પાર્કિંગમાં પહોંચી ત્યારે પણ વાલ્મીકભાઇ બેભાન હાલતમાં હતા. પરિવાર દ્વારા તેમને વારંવાર ફોન કરવામાં આવ્યો ત્યારે બસના કંડકટરે તેમનો ફોન ઉપાડ્યો હતો અને વાલ્મીકભાઇ બસમાં જ બેભાન હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પરિવારના સભ્યોએ વાલ્મીકભાઇને તાત્કાલીક હોસ્પિટલમાં લઇ જઇને સારવાર આપી હતી.

વાલ્મીકભાઈ જ્યારે 36 કલાક બાદ હોંશમાં આવ્યા હતા. હોંશમાં આવ્યા ત્યારે તેઓ હોસ્પિટલમાં હતા ત્યારે પરિવાર જનો સાથે વાતચીત કરતી વખતે ખ્યાલ આવ્યો કે તેઓના શરીર પરથી દાગીના અને પર્સમાંથી રોકડા રૂપિયા ચોરાઈ ગયા છે. વાલ્મીકભાઈએ પહેરેલી સોનાની 1 તોલાની ચેઈન જેની કિંમત આશરે રૂપિયા 50,000, 5 ગ્રામનું સોનાનું પેન્ડલ આશરે 3500 રૂપિયાનું, હાથમાં પહેરેલી 1, 25,000ની કિંમતની સોનાની બે વિંટી, તથા રોકડા રૂપિયા 16,000 મળી રૂપિયા 1.94 લાખ ચોરી કરી લીધા હતા. વરાછા પોલીસમાં ફરિયાદ આપવામાં આવી હતી.

Most Popular

To Top