SURAT

સુરતના સેન્ટ્રલ ઝોન અને કતારગામ વિસ્તારમાં આ બે દિવસ પાણી પુરવઠો નહીં મળે

સુરત: (Surat) સેન્ટ્રલ ઝોનમાં (Central Zone) મસ્કતિ હોસ્પિટલ પાસે મેટ્રોના સ્ટેશનની (Metro Station) કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં સુરત મનપાની પસાર થતી 750 મીમી વ્યાસની પાણીની લાઈન અડચણરૂપ હોય, આ લાઈન ખસેડવાની કામગીરી મેટ્રોના કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવશે જે અંતર્ગત આ લાઈન જોડાણની કામગીરી રાજમાર્ગ પર મહિધરપુરા પોસ્ટ ઓફિસ તેમજ ક્લોક ટાવર તરફે બન્ને બાજુ હાથ ધરવામાં આવશે. જેની અસર સેન્ટ્રલ ઝોન અને કતારગામ પાણી પુરવઠાને (Water Supply) થશે. જેથી 24, 25 અને 26 મે ના દિવસે આ બંને ઝોનમાં પાણી પુરવઠો ખોરવાશે.

  • 24, 25 અને 26 મે ના દિવસે કતારગામ અને સેન્ટ્રલ ઝોનમાં પાણી પુરવઠો ખોરવાશે
  • મેટ્રોની કામગીરીને લઈ સેન્ટ્રલ ઝોનમાં નડતરરૂપ લાઈન શીફ્ટ કરવાની કામગીરીને પગલે બે દિવસ પાણી કાપ રહેશે

મેટ્રોની કામગીરીને લઈ સેન્ટ્રલ ઝોનમાં પાણીની લાઈન શીફ્ટ કરવાની નોબત આવી છે. કારણ કે, તે મેટ્રોની કામગરીમાં અસરમાં આવશે. જેથી આ કામગીરી મનપા દ્વારા 24 મેના બુધવારના રોજ સવારે આઠ વાગ્યાથી શરુ કરવામા આવશે. જેના કારણે સેન્ટ્રલ ઝોનમાં સમાવિષ્ટ ઉત્તર વિભાગના તમામ વિસ્તારો તથા કતારગામ ઝોનમાં કેટલાક વિસ્તારમાં 24 મે ના રોજ બુધવારે સાજે સેન્ટ્રલ ઝોનમાં સમાવિષ્ટ દક્ષિણ વિભાગના તમામ વિસ્તારોમાં પાણી પુરવઠો મળશે નહીં. આ ઉપરાંત 25 મે ના રોજ ગુરુવારે પણ શહેરના સેન્ટ્રલ અને કતારગામ ઝોન વિસ્તારમાં પાણી પુરવઠો મળી શકશે નહીં.25 અને 26 મે ના રોજ પાણી પુરવઠો જે વિસ્તારમાં મળવાનો ન હોય ત્યાં પાણીની કરકસરપુર્વક ઉપયોગ કરવા અને જરુરિયાત પુર્વકના પાણીનો સંગ્રહ કરવા અપીલ મનપા દ્વારા કરવામાં આવી છે.

કયા કયા વિસ્તારો અસરમાં આવશે
સેન્ટ્રલ ઝોનમાં રેલ્વે સ્ટેશન, સુમુલ ડેરી, દિલ્હી ગેટથી ચોક બજાર, રાજમાર્ગથી ઉત્તર તરફના વિસ્તારમાં મહીધરપુરા, રામપુરા, હરીપુરા, સૈયદપુરા, ધાસ્તીપુરા, શાહપોર-નાણાંવટ અને આજુબાજુનો સમગ્ર વિસ્તાર વિસ્તારમાં બુધવારે સાંજનો સપ્લાય બંધ રહેશે. કતારગામ ઝોનમાં કતારગામ દરવાજા, સુમુલ ડેરી રોડ, અલકાપુરી, ગોટાલાવાડી, કતારગામ બાળાશ્રમ તથા તેની આજુબાજુનો સમગ્ર વિસ્તારમાં સાંજનો સપ્સલાય બંધ રહેશે.

ગુરુવારે કયા વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેશે
સેન્ટ્રલ ઝોનમાં બેગમપુરા, સલાબતપુરા, ગોપીપુરા, સગરામપુરા, નાનપુરા, રુદરપુરા, સોની ફળિયા અને તેની આસપાસના વિસ્તારમાં પાણી પુરવઠો સદંતર બંધ રહેશે.

Most Popular

To Top