SURAT

ઉકાઈ ડેમમાં 1.41 લાખ ક્યુસેક પાણીની આવક, 48 કલાકમાં ડેમની સપાટીમાં 7 ફુટનો વધારો

સુરત: (Surat) શહેરમાં આજે ભારે વરસાદની આગાહી વચ્ચે માત્ર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જ્યારે ઉપરવાસમાં વરસાદ યથાવત રહેતા ઉકાઈ ડેમમાં (Ukai Dam) 1.41 લાખ ક્યુસેક પાણીની આવક ચાલું રહી હતી. ડેમમાં બે દિવસથી અવિરત પાણીનો પ્રવાહ ચાલું રહેતા સપાટી 321 ફુટે પહોંચી હતી. બીજી તરફ હથનુર ડેમના ઉપરવાસમાં સતત વરસાદને કારણે હથનુર ડેમમાંથી 80 હજાર ક્યુસેક પાણી છોડવાનું ચાલું રહ્યું હતું.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા છૂટાછવાયાં ઝાપટા પડ્યા હતાં. બારડોલીમાં 6, ચોર્યાસીમાં 4, માંગરોળમાં એક ઇંચ, ઓલપાડમાં 5 અને ઉમરપાડામાં બે ઇંચ વરસાદ (Rain) નોંધાયો હતો. આ સિવાયના તાલુકા કોરાકટ રહ્યાં હતાં. ઉપરવાસમાં પણ વરસાદ વરસવાનું ચાલું રહેતા ડેમમાં પાણીની અવિરત આવક ચાલું રહી હતી. ઉકાઈ ડેમ અને હથનુર ડેમના ઉપરવાસમાં સતત વરસાદને કારણે હથનુર ડેમમાંથી 80 હજાર ક્યુસેક પાણી છોડવાનું ચાલું રહ્યું હતું.

સાંજે પાણી છોડવાનું ઘટાડીને 52 હજાર ક્યુસેક રહ્યું હતું. જ્યારે ઉકાઈ ડેમમાં આજે રાત્રે 1.41 લાખ ક્યુસેક પાણીની આવક થઈ હતી. જે સાંજે ઘટીને 1.19 લાખ ક્યુસેક નોંધાઈ હતી. આ સિવાય ડેમની સપાટી રાત્રે 320.53 ફુટે પહોંચી હતી. વીતેલા 48 કલાકમાં ડેમની સપાટીમાં સાતેક ફુટનો વધારો થયો છે. આ સિવાય હવામાન વિભાગે આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેને પગલે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસતા ડેમની સપાટીમાં હજી વધારો થાય તેવી શક્યતા છે.

ચીખલધરામાં ત્રણ ઇંચ મળી કુલ 235 મીમી વરસાદ નોંધાયો
ઉકાઈ ડેમના ઉપરવાસમાં ટેસ્ટામાં બે ઇંચ, લખપુરીમાં એક ઇંચ, ચીખલધરામાં ત્રણ ઇંચ, બુરહાનપુરમાં અડધો ઇંચ, સારંગખેડામાં દોઢ ઇંચ અને ખેતીયામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. ઉપરવાસમાં કુલ 235 મીમી વરસાદ નોધાયો હતો.

કપરાડામાં 5 ઈંચ વરસાદથી નદી, નાળામાં પૂર, કોઝવે ડૂબ્યા

હવામાન વિભાગની આગાહી વચ્ચે રવિવારે વલસાડ જિલ્લાના અંતરિયાળ કપરાડા તાલુકામાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. કપરાડા તાલુકામાં રવિવારે સવારે 6થી સાંજે 6 વાગ્યા સુધીમાં 5 ઈંચ વરસાદ (Rain) વરસતા નદી, નાળાઓમાં ઘોડાપુર આવ્યા હતા. નીચા કોઝવે (Cozway) પાણીમાં ગરક થતા વિવિધ ગામોના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી હતી. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ પાર નદી (River), નાર નદી, કોલક નદી, દમણ ગંગા નદી બંને કાંઠે વહેતી જોવા મળી હતી.

Most Popular

To Top