SURAT

સુરતમાં મનપાનો દાવો: હવે શહેરમાં માત્ર આટલી જગ્યાએ જ ખાડા પૂરવાનું કામ બાકી..

સુરત: (Surat) આ વર્ષે શહેરમાં દેમાર વરસાદને (Rain) કારણે રસ્તાઓની(Roads) હાલત બદતર થઈ છે. ઠેકઠેકાણે રસ્તા પર ખાડાથી (Pit) વાહનચાલકો(Motorists) ખૂબ પરેશાન થઈ રહ્યા છે અને તંત્ર પર પણ પસ્તાળ પડી રહી છે. ત્યારે શહેરમાં (In City) છેલ્લા ત્રણ દિવસથી તડકો નીકળ્યો હોવાથી યુદ્ધના ધોરણે રસ્તા રિપેરિંગની (Repairing) કામગીરી થઈ રહી છે અને વરસાદમાં 2586 જગ્યાએ રસ્તા તૂટ્યા હતા તેમાંથી માત્ર 107 જગ્યાએ જ રિપેરિંગ બાકી હોવાનો દાવો મનપાના (SMC) તંત્ર દ્વારા કરાયો છે.છેલ્લા 3 દિવસથી શહેરમાં વરસાદ નથી અને તડકો પડતા જ હાલ હોટમિક્સ પ્લાન્ટમાં દરરોજ 500 મે.ટન જથ્થો વાપરવામાં આવી રહ્યો છે. તેમજ કોલ્ડ મિક્સના પણ 2 મશીન કાર્યરત કરવામાં આવ્યાં છે.

હાલ 2 પાળીમાં કામ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે રસ્તા રિપેરિંગની કામગીરી ઝડપથી થઈ રહી છે. કોલ્ડમિક્સમાં હાલ 255 મે.ટન જથ્થો તૈયાર કરી રિપેરિંગ કામ કરવામાં આવી રહ્યું છે. રસ્તાના ખાડા પૂરવા માટે છારુ નાંખતા હતા, જે ધોવાઈ જતું હતું. જેથી સ્ટીલ લેગ કે જે ભારે હોય છે તે હાલ વાપરવાનું શરૂ કર્યુ છે. વરસાદના કારણે શહેરમાં 2586 સ્પોટ પર ખાડા પડ્યા હતા અને હાલ માત્ર 107 જ સ્પોટ પર ખાડા છે. જે 2થી 3 દિવસમાં પૂર્ણ કરી દેવાશે.

ખાડાની ઓનલાઈન ફરિયાદો, પણ ખૂબ ઘટાડો થયો
શહેરમાં ખાડાની સમસ્યાને કારણે શહેરીજનો પણ પરેશાન થયા છે. દેમાર વરસાદ થતાં રસ્તાનું મોટા પ્રમાણમાં ધોવાણ થયું હતું. તે સમયે મનપાને દરરોજની ઝોનવાઈઝ 200થી 250 ફરિયાદ આવતી હતી. પરંતુ હાલ 50થી 30 જેટલી ફરિયાદ આવી રહી છે. સૌથી વધુ સેન્ટ્રલ ઝોનમાં રસ્તાનું ધોવાણ થયું છે, પરંતુ તેમાં પણ હવે ઘણા રસ્તા રિપેર થઈ ચૂક્યા છે.

શહેરમાં તમામ જંક્શન પર પેવર બ્લોક નાંખવામાં આવશે
મનપા કમિશનરે જણાવ્યું હતું કે, શહેરમાં પાણી-ગટર લાઈનનાં કામો માટે રસ્તાનું ખોદાણ થાય છે. તેના કારણે રસ્તાની હાલત બગડે છે. પરંતુ રાંદેર ઝોનમાં જંક્શન પર પેવર બ્લોક નંખાયા છે તેવી જ સિસ્ટમથી શહેરનાં તમામ જંક્શન પર પેવર બ્લોક નાંખવા માટે વિચારણા કરવામાં આવી રહી છે. જે માટે ટેન્ડર બહાર પાડીશું અને પેવર બ્લોક પદ્ધતિથી કામ કરાશે.

રખડતાં ઢોર મુદ્દે મનપા કમિશનર આકરા પાણીએ
મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી રખડતું ઢોર પકડાય તો દંડ લઇને છોડી દેવાતું હતું. બીજી વખત પકડાય તો દંડની રકમ ડબલ લેવાતી હતી અને ત્રીજી વખત પકડાય તો કાયમી ધોરણે જપ્ત કરી પાંજરાપોળમાં મોકલી અપાતું હતું અને ઢોરના માલિક સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવે છે. એક વર્ષમાં મનપાએ 2342 ઢોર પકડ્યાં છે. 308 ઢોરમાલિક સામે પોલીસમાં અરજી અને નવ સામે એફઆઇઆર દાખલ કરાવાઇ છે. 1472 પાંજરાપોળમાં મોકલી અપાયાં છે. પરંતુ હવે પ્રથમ વખત ઢોર પકડાય તો પણ ત્રણ માસ સુધી તેને છોડાશે નહીં તેમજ માર્કેટ વિભાગની કામગીરી વધુ સારી રીતે થાય એ માટે હાલ એક માર્કેટ સુપરિન્ટેન્ડેન્ટ ઉપરાંત બે એડિશનલ માર્કેટ સુપરિન્ટેન્ડેન્ટ છે. છતાં વધુ એક જગ્યા ઊભી કરી જાહેરાત આપવા સૂચના આપી દેવાઇ છે.

Most Popular

To Top