SURAT

32 વેપારીઓના 7.86 કરોડના હીરા લઈ રફૂચક્કર થયેલા દલાલને સુરત પોલીસે આ રીતે દબોચ્યો

સુરત: (Surat) સપ્તાહ પહેલા ગઇ તા. 27 જાન્યુઆરીના રોજ વરાછા હીરાબજારમાં (Diamond Market) 7.86 કરોડના હીરા સ્થાનિક દલાલ (Broker) લઇને પોબારા ભણી ગયો હતો. આરોપીને પોલીસે ચોવીસ કલાકમાં પકડયા બાદ કોર્ટમાંથી (Court) મુદામાલ પણ કલીયર કરાવીને 32 વેપારીઓને 7.86 કરોડનો હીરાનો (Diamond) માલ પરત કર્યો હતો. સુરત ડાયમંડ એસોસિયેશન સાથે આ મામલે પોલીસ કમિશનર અજય તોમર દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ આયોજિત કરીને જે તે હીરા માલિકોને તેમનો માલ પરત આપવામાં આવ્યો હોવાની વિગત જાણવા મળી છે. સાતજ દિવસમાં પોલીસે જે તે માલિકોને તેમનો માલ પરત અપાવ્યો હોય તેવી આ પ્રથમ ઘટના છે.

  • શહેર પોલીસે સાતજ દિવસમાં 7.86 કરોડની ચોરીના ડાયમંડ 32 વેપારીઓને પરત અપાવ્યા
  • સાત દિવસમાં ચોર શોધીને 32 વેપારીઓને કરોડોનો માલ આપવામાં આવ્યો હોય તેવી રેકર્ડબ્રેક કામગીરી
  • ટેક્સટાઇલ એપની જેમ હવે ડાયમંડ એપ બનાવવા કમિ અજય તોમરની તૈયારી

કેવી રીતે કરોડોના હીરા લઇને દલાલ ભાગી ગયો
હીરા દલાલ મહાવીર અશ્વરદાસ અગ્રાવત દ્વારા વરાછા મીનીહીરાબજારમાંથી 32 જેટલા વેપારીઓ પાસેથી 7.86 કરોડનો માલ ભેગો કરીને પલાયન થઇ ગયા હતા. આ હીરા દલાલને વરાછા પીઆઇ ગાબાણી અને તેમની ટીમ દ્વારા ચોવીસ કલાકમાં શોધી નાંખવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ હીરા દલાલ પાસેથી તમામ માલ રીકવર કર્યો હતો. હીરા દલાલ મહાવીર તે તેના સગા વ્હાલાઓને ત્યાં ભાગી ગયો હોવાની શંકાને આધારે પોલીસ દ્વારા સંખ્યાબંધ ટુકડીઓ એકટીવ કરવામાં આવી હતી.

દરમિયાન મહાવીરે તેનો ફોન તેની સાળી જાગૃતિને સુરતમાં આપીને ફોન ફોર્મેટ કરવાનુ જણાવીને સુરેન્દ્ર નગર ભાગી ગયો હતો. પોલીસ દ્વારા એવુ કહેવાય છે કે સુરેન્દ્રનગરમાં રજા માણવા ગયેલા કોન્સ્ટેબલ બળવંત અંબારામને પોલીસે ફોન કરીને મહાવીરના જે તે રહેણાંક પર તપાસ કરવાનુ જણાવતા મહાવીર તે તેના પિતાના ઘરે આવ્યો હોવાનુ કન્ફર્મ થયુ હતુ. સુરત પોલીસે આરોપી મહાવીર મુસાભાઇ અગ્રાવત ઉ. વર્ષ 30 રહેવસી લલિતા ચોકડી, કતારગામ , શકિતનગર સોસાયટી મૂળ રહેવાલી બોટાદ , ગઢજા, ઝીંઝાવદરગામની ધરપકડ કરીને તમામ મુદામાલ પાકીટ સાથે રીકવર કર્યો હતો.

ડાયમંડમાં પણ ટેક્સટાઇલ જેવી એપ બનાવાશે
હાલમાં કાપડ બજારમાં જે કે વિવાદી કોઇ વેપારી હોય તો તેની તમામ વિગતો ટેક્સટાઇલ એપમાં જોઇ શકાય છે. જેથી વેપારી સાથે છેતરપિંડી ટાળી શકાય. કમિ અજય તોમર દ્વારા મહિધરપુરા અને વરાછા હીરા બજારમાં જે રી તે છાસવારે છેતરપિંડીની ઘટનાઓ બની રહી છે. તેને ધ્યાનમાં લઇને ડાયમેડ એપ બનાવવાની ઘોષણા કરવામાં આવી હતી. તેમાં જે તે વિવાદીત દલાલ કે વેપારીની તમામ વિગતોથી વેપારીને વાકેફ કરી શકાશે.

Most Popular

To Top