SURAT

VIDEO: ખેપિયાઓએ દારૂ છુપાવવા અપનાવ્યો યુનિક આઈડિયા, પણ સુરત પોલીસ સામે ફાવ્યા નહીં

સુરત(Surat): ગુજરાતમાં (Gujarat) દારૂબંધી (Prohibition) છે. ગુજરાતમાં દારૂના વેચાણ અને પીવા પર રોક છે, પરંતુ તેમ છતાં ગુજરાતમાં રોજ લાખો કરોડો રૂપિયાનો દારૂ વેચાય અને પીવાય છે. દક્ષિણ ગુજરાતની અડોઅડ સંઘ પ્રદેશ દમણ, દાદરા નગર હવેલી આવેલું છે. આ પ્રદેશમાંથી મોટા પ્રમાણમાં રોજ દક્ષિણ ગુજરાતના શહેરોમાં દારૂ ઠલવાય છે. પોલીસની નજરથી બચવા ખેપિયાઓ દારુ છુપાવવાની અવનવી તરકીબ અજમાવતા રહે છે.

  • પીસીબીએ દારૂ ઝડપી પાડ્યો, દારૂ લાવનારે અનોખી રીત દારૂ છુપાવવા માટે વાપરી હતી
  • ટેમ્પાના બોનેટ અને સીટ નીચે ખાનું બનાવી દારૂ છુપાવ્યો હતો, બે આરોપીઓની ધરપકડ
  • પુણાગામ સર્કલ પાસેથી ટેમ્પો ઝડપી પાડ્યો, દારૂ સેલવાસથી લાવવામાં આવ્યો હતો
  • પોલીસ દ્વારા 720 દારૂની બોટલ કબ્જે કરાઈ, દારૂ,
  • મોબાઈલ, બાઇક અને ટેમ્પો મળી કુલ્લે રૂ 5.91 લાખ નો મુદ્દામાલ કબ્જે કર્યો
  • વિનય નામના આરોપીને વોન્ટેડ જાહેર કર્યો

આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. સેલવાસથી (Silvasa) દારૂ (Liquor) લાવતો એક ટેમ્પો સુરતની પીસીબી (Surat PCB Police) પોલીસે પકડ્યો છે. આ સાથે બે ખેપિયાની ધરપકડ (Arrest) કરી છે. સુરત પોલીસે ટેમ્પોમાંથી કુલ 5.90 લાખનો દારૂ સહિતનો મુદ્દામાલ કબ્જે લીધો છે. જોકે, દારૂને જે રીતે છુપાવ્યો હતો તે તરકીબ જોઈ પોલીસ પણ આશ્ચર્યચક્તિ થઈ ગઈ હતી. પોલીસે ટેમ્પોમાં છુપાવેલો દારૂ શોધ્યો તેનો વીડિયો પણ બનાવી લીધો હતો.

આજે સુરત પીસીબીએ દારૂ ઝડપી પાડ્યો હતો. દારૂ લાવનારે અનોખી રીત દારૂ છૂપાવવા માટે વાપરી હતી. ટેમ્પાના બોનેટમાં અને સીટ નીચે ખાનું બનાવી દારૂ છુપાવ્યો હતો. જે રીતે ટેમ્પોમાં ખાના બનાવ્યા હતા તે જોઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી. દારૂ સાથે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે વિનય નામના આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

પુણાગામ સર્કલ પાસેથી ટેમ્પો ઝડપી પાડ્યો હતો. આ દારૂ સેલવાસથી લાવવામાં આવ્યો હતો. 720 દારૂની બોટલ કબ્જે કરાઈ હતી. દારૂ, મોબાઈલ, બાઇક અને ટેમ્પો મળી કુલ્લે રૂ 5.91 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. વિનય નામના આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે. દારૂ સેલવાસથી સુરત લાવવામાં આવી રહ્યો હતો.

Most Popular

To Top