National

‘મોદી કા પરિવાર’ અમિત શાહ, જેપી નડ્ડા સહિત BJPના ઘણા નેતાઓએ સોશિયલ મીડિયા પર બદલ્યા બાયો

બિહારમાં (Bihar) રવિવારે જન વિશ્વાસ મહારેલી દરમિયાન આરજેડી નેતા લાલુ પ્રસાદ યાદવે પરિવારવાદના મુદ્દે પીએમ મોદી (PM Modi) પર નિશાન સાધ્યું હતું. તેના જવાબમાં ભાજપના (BJP) નેતાઓએ રણનીતિ અપનાવી છે. ભાજપ નેતાઓએ સોશિયલ મીડિયા પર તેમના પ્રોફાઈલ નેમ સાથે પીએમ મોદીનું નામ જોડી દીધું છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ઘણા વરિષ્ઠ નેતાઓએ સોશિયલ મીડિયા પર તેમના બાયો બદલ્યા છે. ભાજપના નેતાઓએ પોતાના બાયોમાં પોતાના નામની આગળ ‘મોદીનો પરિવાર’ લખ્યું છે. આ પીએમ મોદી સાથે એકતા દર્શાવવા માટે કરવામાં આવ્યું છે. રવિવારે બિહારમાં જન વિશ્વાસ મહારેલી દરમિયાન આરજેડી નેતા લાલુ પ્રસાદ યાદવે પરિવારવાદના મુદ્દે પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. તેના જવાબમાં ભાજપના નેતાઓએ આ રણનીતિ અપનાવી છે.

લાલુ યાદવે પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું
પટનાના ગાંધી મેદાનમાં આયોજિત રેલીમાં લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે ‘આ મોદી શું છે? નરેન્દ્ર મોદી આ દિવસોમાં પરિવારવાદ પર પ્રહારો કરી રહ્યા છે પરંતુ પહેલા તેમણે સમજાવવું જોઈએ કે તેમની પાસે પરિવાર અને બાળકો કેમ નથી. તેઓ (પીએમ મોદી) જેમના વધુ બાળકો છે તેમને વંશવાદી રાજકારણ કહી રહ્યા છે. તમારું કુટુંબ નથી…તમે હિન્દુ પણ નથી. દરેક હિંદુ તેની માતાના મૃત્યુ પછી મુંડન કરાવે છે પરંતુ તમે તમારી દાઢી અને વાળ કેમ ન કપાવ્યા? આ સવાલનો જવાબ આપો.

પીએમ મોદીએ જવાબ આપ્યો
PM મોદીએ પણ તેલંગાણામાં જાહેર સભામાં લાલુ પ્રસાદ યાદવના આરોપોનો આડકતરો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને તુષ્ટિકરણમાં ડૂબેલા વિપક્ષી ગઠબંધનના નેતાઓ નર્વસ થઈ રહ્યા છે. જ્યારે હું તેમના પરિવારવાદ પર સવાલ ઉઠાવું છું ત્યારે આ લોકો હવે કહેવા લાગ્યા છે કે મોદીનો કોઈ પરિવાર નથી. હું તેમને કહેવા માંગુ છું કે 140 કરોડ દેશવાસીઓ મારો પરિવાર છે. જેમનું કોઈ નથી, તેઓ પણ મોદીના છે અને મોદી પણ તેમના છે. મારુ ભારત મારો પરિવાર છે.

Most Popular

To Top