SURAT

સુરતમાં 1 લાખ રૂપિયા પાણીનું બીલ આવતા લોકો ચોંક્યા

સુરત(Surat): સુરત મહાનગર પાલિકા(Surat Municipal Corporation) દ્વારા શહેર 24 કલાક પાણી યોજના અંર્તગત ઘણા વિસ્તારો(Area)મનાં પાણીના મીટર(Water Meter) લગાવ્યા છે. જો કે આ યોજનાનો પાયલટ પ્રોજેકટ ન્યુ કતારગામ ઝોનથી ઓળખાતા વિસ્તારમાં થયો ત્યારથી પાણીના મસમોટા બીલ(Bill) મુદ્દે વિરોધ(Controversy) થયો જ છે. ત્યારે જે જે નવા વિસ્તારમાં આ રીતે યોજના લાગુ કરાય છે તેમાં કોઇને કોઇ વિવાદ થઇ રહ્યા છે. ત્યારે સ્માર્ટ સિટી વિસ્તારમાં સમાવિષ્ટ લિંબાયત ઝોન(Limbayat Zone)ના પરવટ વિસ્તારમાં 2200થી વધુ મિલકતદારો(Property owners)ને ત્યાં પણ હવે પાણી મીટર લાગી ગયા હોય બુધવારે અચાનક જ રૂપિયા 15 હજારથી એક લાખ જેટલું પાણી બીલના મેસેજ આવતા હોબાળો મચી ગયો હતો.

  • પરવટગામમાં પાણીનું બિલ 1 લાખ આવ્યું
  • જો કે આ મેસેજ ટેક્નિકલ ભુલથી મોકલાયા હોવાની તંત્રની કેફિયત
  • 15 હજારથી 1 લાખનું બિલ આવતા 2200 મિલકતદારો દોડતા થઇ ગયા

પરવત ગામ વિસ્તારમાં ઇજારદાર એજન્સી પી-દાસ દ્વારા તાજેતરમાં જ પાણી મીટર લગાવ્યા બાદ પ્રથમ વાર બિલ ઈશ્યુ કરવાની પ્રોસિઝર ચાલી રહી છે. જેના અંતર્ગત આજે 2200 મિલકતદારોને મોબાઇલ પર 1 લાખ સુધીના બિલના મેસેજ આવતા મિલકતદારો ચોંકી ઉઠ્યા હતા અને દોડતા થયા હતા. દરમિયાન હોબાળાને પગલે મનપા દ્વારા બીજા મેસેજ કરવામાં આવ્યા હતા કે આ ટેક્નિકલ ભુલથી મેસેજ થયા છે. ખરેખર બીલ હજુ જનરેટ થયા નથી અને યોગ્ય વેરિફિકેશન કર્યા બાદ બીલ જનરેટ થશે તેથી ચિંતા કરવાની જરૂર નથી.

પ્રથમ ગ્રાસે જ મક્ષીકા જેવો ઘાટ
મિલકતદારોમાં પણ બીલ જનરેટ કંપની સામે અવિશ્વાસની લાગણી ઉભી થઇ છે. કે આ તમામ મિલકતોમાં એક સાથે ભુલ થઇ એટલે તુરંત નિરાકરણ આવ્યું પરંતુ જો એકાદ બે મિલકતમાં એજન્સી આવો લોચો મારે ત્યા ન્યાય માટે કેટલા ધક્કા ખાવા પડશે. કેમકે હદ તો ત્યાં થઇ છે કે પરવટ ગામમાં એક પાંચ વર્ષથી બંધ છે તે મિલકતમાં 74 હજારનું બીલ જનરેટ થયાનો મેસેજ આવ્યો છે.

Most Popular

To Top