SURAT

સુરતમાં દેશી દારૂની ભઠ્ઠી પર મહિલાઓ બનાવી રહી હતી દારૂ, છ મહિલાઓની ધરપકડ

સુરત: (Surat) સચિન જીઆઇડીસીમાં (GIDC) ચાલતી દેશીની દારૂની ભઠ્ઠી પર સ્ટેટ મોનેટરીંગ સેલ દ્વારા દરોડા કાર્યવાહી કરવામાં આવી હતી. તેમાં લાખ્ખોની કિંમતનો સામાન સીઝ કરવામાં આવ્યો હતો. દિપલી ગામ ખાડી કિનારે આ દરોડા કાર્યવાહી કરવામાં આવી હતી. તેમાં છ લોકોની ધરપકડ (Arrest) કરવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે. જયારે એક મહિલાને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે. પોલીસે (Police) બે હજાર લિટર દેશી દારૂ મળી કુલ 1.57 લાખન મુદામાલ કબ્જે કર્યો છે. તેમાં દીપલી ગામની સીમમાં આવેલા ખઆડ઼ી કિનારે ભૂપેન્દ્ર પટેલના ઘરમાં દેશી દારૂની (Desi Daru) ભઠ્ઠી ધમધમતી હતી. આ માહિતીને આધારે એસએમસી દ્વારા દરોડા કાર્યવાહી કરવામાં આવી હતી. તેમાં 40000ની કિંમતનો દેશી દારૂ મળી કુલ 1.57 લાખની મત્તા સીઝ કરવામાં આવી હતી.

પાંડેસરામાં આવાસમાં મહિલા પાસેથી ૩.૮૪૮ કિ.ગ્રા. ગાંજો પકડાયો
સુરતઃ શહેરમાં હાલ પોલીસ દ્વારા પંદર દિવસ નો ડ્રગ્સ ઇન સિટી ઝુંબેશ શરૂ કરાઈ છે. જે અંતર્ગત પાંડેસરા પોલીસે તપાસમાં આવાસમાંથી મહિલાને ૩.૮૪૮ કિગ્રા ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી હતી. પાંડેસરા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એક મહિલા બાનુ ઉર્ફે યાસ્મીન (રહે. EWS આવાસ, બીચીંગ નં.૪, રૂમ નં.૨, ગોલ્ડન ફ્લેટની પાછળ, ભેસ્તાન, પાંડેસરા) તથા તેની સાથે રહેતા સોયેબ પોતાના મકાનમાં ગાંજાનો જથ્થો સંતાડી રાખી વેચાણ કરતા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે રેડ કરતા બાનુ ઉર્ફે યાસ્મીન શહીદ ફકીરાશેખને પોતાના ઘરમાં સંતાડી રાખેલા ૩૮ હજારના કુલ ૩ કિલો ૮૪૮ ગ્રામ ગાંજાના જથ્થા સાથે પકડી પાડી હતી. આ ગાંજાનો જથ્થો સોયેબ નજીર શાહ (રહે- રૂમ નં.૦૨ બિલ્ડીંગ નં.૦૪ EWS આવાસ ગોલ્ડન ફ્લેટની પાછળ ભેસ્તાન પાંડેસરા તથા કમરૂનગર લીમ્બાયત) એ મંગાવ્યો હતો. અને ગાંજાનો જથ્થો પ્રશાંત (રહે- ગોલ્ડન આવાસની સામે, સાંઈરામ નગર આવાસમાં ભેસ્તાન) એ આપ્યો હતો. પાંડેસરા પોલીસે ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

ડિંડોલીમાં યુવતીની અજાણ્યા યુવકે ઇન્સ્ટાગ્રામ પર સતત મેસેજ કરી છેડતી
સુરતઃ ડીંડોલી ખાતે રહેતી યુવતીને છ મહિનાથી ઇન્સ્ટાગ્રામ મારફતે એક યુવક પરેશાન કરતો હતો. યુવતીને અલગ અલગ આઈડીથી બીભત્સ મેસેજ કરીને ગાળો આપતા યુવક સામે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

  • ડિંડોલીમાં યુવતીની અજાણ્યા યુવકે ઇન્સ્ટાગ્રામ પર સતત મેસેજ કરી છેડતી
  • ૬ મહિનામાં અલગ અલગ ૫ આઈડી પરથી મેસેજ કરીને ગાળો આપી બિભત્સ મેસેજ કરતો

ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલી ખાતે રહેતી ૨૧ વર્ષીય યુવતી અઠવાગેટ ખાતે આવેલી કોલેજમાં બી.એ ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. યુવતીના પિતા ઓટોરીક્ષા ચલાવે છે. યુવતી છેલ્લા બે વર્ષથી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ વાપરે છે. છેલ્લા છ મહિનાથી તેના ઈન્સ્ટાગ્રામમા કોઈ અજાણ્યો મેસેજ કરી હેરાન પરેશાન કરે છે. યુવતી તેને બ્લોક કરી નજર અંદાજ કરતી હતી. પરંતુ છેલ્લા એક મહીનાથી તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમા વધારે પડતા મેસેજ આવતા હતા.

મેસેજ કરનાર અલગ-અલગ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી મેસેજ કરી યુવતીનો ઓનલાઈન પીછો કરતો હતો. યુવતીને છ મહિના પહેલા સૂરજ નામના એકઆઈડી પરથી તેણે મેસેજ આવ્યો હતો. યુવતીએ કોઈ રીપ્લાય આપ્યો ન હતો. પરંતુ ત્યારબાદ આ વ્યક્તિએ યુવતીને બીભત્સ મેસેજ કરીને ધમકી આપી હતી. બાદમાં યુવતીને ગાળો આપી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમા ગંદા મેસેજ મોકલતો હતો. છેલ્લા છ મહિનામાં અલગ અલગ કુલ પાંચ આઈડીઓ દ્વારામેસેજ કરીને તેણે હેરાન પરેશાન કરી હતી. અંતે કંટાળીને યુવતીએ ડિંડોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top