SURAT

સુરતમાં અડાજણમાં મિત્રના પુત્રએ જ વૃધ્ધ ડોક્ટરની એફડી સાથે ચેડા કર્યાં

સુરત : અડાજણ (Adajan) ખાતે રહેતા 72 વર્ષીય તબીબે લેબોરેટરી (Laboratory) ચલાવતા તેમના મિત્રના (Friend) પુત્રના વિશ્વાસમાં (Trust) આવી 85 લાખની એફડી (FD) કરાવી હતી. બાદમાં દંપત્તિની 85 લાખની એફડીમાંથી સ્મોલ ફાયનાન્સ બેંકના (Bank) ખાતામાંથી કૃણાલ કાપડીયાએ તેમની જાણ બહાર યુઝર આઈ.ડી અને પાસર્વડનો ઉપયોગ કરી પેટીઍમ અને અલગ અલગ બેન્ક ખાતામાં કુલ 33.41 લાખ ટ્રાન્સફર કરી છેતરપિંડી કરી હતી.

  • સિનીયર સિટીઝનને ‘અમારી બેંક વધુ વ્યાજ આપે છે’ કહી એયુ ફાઇનાન્સમાં 85 લાખની એફ.ડી કરાવી હતી
  • આઇડી-પાસવર્ડના આધારે બારોબાર પેટીએમ, આઇસીઆઇસીઆઇ અને એચડીએફસી બેંકમાંથી પૈસા ટ્રાન્સફર કરાવ્યા
  • પોલીસે ગુનો દાખલ કરી આરોપી કૃણાલ કાપડીયાની ધરપકડ કરી

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ ખાતે સ્પર્શ રો હાઉસમાં રહેતા 72 વર્ષીય ડો. દિલીપકુમાર ભગવાનદાસ ઘીવાલા ભાગળ રૂવાલા ટેકરો ગલીયારા શેરીમાં દવાખાનું ચલાવે છે. ડો.દિલીપકુમારે રીંગરોડ સહારા દરવાજા ખાતે આવેલી સ્મોલ ફાયનાન્સ બેન્કમાં તેમના મિત્ર હિમાંશુ કાપડીયાના પુત્ર ક્રુણાલ મારફત તેમનું અને પત્ની ભાનુમતિબેન સહિત ત્રણ ખાતા ખોલાવ્યા હતા. ત્યારબાદ કૃણાલ કાપડીયાએ તેમના બેન્ક એકાઉન્ટના નાણાંની એફ.ડી બનાવી લો, અન્ય બેન્ક કરતા અમારી બેન્કમાં સિનીયર સીટીઝનને વધારે વ્યાજ આપવામાં આવે છે. તેમ કહીને ડો.દીલીપકુમારને વિશ્વાસમાં લીધા હતા. તેમના મોબાઈલમાં બેન્કની ઍપ્લિકેશન ડાઉનલોડ કરાવી આપી હતી. ત્રણેક બેન્કના ખાતામાંથી મળી કુલ 85 લાખની એફ.ડી બનાવી હતી. ત્યારબાદ જાન્યુઆરી 2021 બાદ કૃણાલે ડો.દિલીપની જાણ બહાર બેન્ક ઍકાઉન્ટના યુઝર આઈ.ડી. અને પાસવર્ડનો ઉપયોગ કરી અલગ અલગ દિવસે ટુકડે ટુકડે પેટીએમના વોલેટ, એકાઉન્ટમાં તથા આઈ.સી.આઈ.સી અને એચડીએફસી બેન્કના ખાતામાં કુલ 33.14 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી ઉપાડી છેતરપિંડી કરી હતી. તાજેતરમાં ડૉ. દિલીપે બેંક સ્ટેટમેન્ટ ચેક કરતા તેમને ખાતામાંથી રૂપિયા ઉપાડી લેવાયાની જાણ થઈ હતી. અડાજણ પોલીસે ગુનો દાખલ કરી આરોપી કૃણાલ કાપડીયાની ધરપકડ કરી હતી.

અંકલેશ્વરમાં 5 મોબાઇલ સાથે 2 આરોપી ઝડપાયા
અંકલેશ્વર: અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાંથી લોકલ ક્રાઇમ બ્રાંચ પોલીસે 5 મોબાઇલ સાથે 2 ઇસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના સારંગપુરના લક્ષ્મણનગરના રહેવાસી વીકીસિંઘ છોટેલાલ ઠાકોર અને સન્ની પ્રસાદ દૂધનાથ પ્રસાદ નામના શખ્સોને 5 મોબાઈલ જેની કિંમત રૂ.18 હજારના મુદ્દામાલ સાથે લોકલ ક્રાઇમ બ્રાંચ પોલીસે ધરપકડ કરી હતી. બંનેની પૂછપરછ દરમિયાન મોબાઈલના બિલ સહિતના આધાર પુરાવા નહીં મળી આવતાં બંને વિરુદ્ધમાં 41 1(D) મુજબનો ગુનો દાખલ કરી જીઆઇડીસી પોલીસને સોંપવામાં આવ્યા છે. ત્યારે હાલ તો અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top