Surat Main

સુરતમાં કોરોનાના કેસ 1500ને પાર, વધુ 78 વિદ્યાર્થીઓ કોરોનામાં સપડાયા

સુરત: (Surat) શહેરમાં કોરોનાનું (Corona) સંક્રમણ ખુબ જ ઝડપથી વધી રહ્યું છે. શહેરમાં આઠ જ દિવસમાં કોરોનાના કેસ 10 ગણા વધી ગયા છે તેમજ હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા પણ દિવસે ને દિવસે વધી રહી છે જેથી તંત્રની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 1578 કેસ (Case) નોંધાયા હતા અને તે સાથે જ કુલ આંક 1,18,038 પર પહોંચ્યો છે. તેમજ વધુ 323 દર્દીઓ સાજા થવાની સાથે કુલ 1,10,997 દર્દીઓ આજદિન સુધીમાં સાજા (Recover) થયા છે. અને રીકવરી રેટ 94.03 ટકા પર પહોંચ્યો છે.

  • સુરતમાં કોરોનાના કેસ 1500ને પાર, 323 દર્દીઓ સાજા થયા
  • શહેરમાં વધુ 78 વિદ્યાર્થીઓ કોરોનામાં સપડાયા

શહેરની વધુ 3 સોસાયટીઓ ક્લસ્ટર કરાઈ
કોરોનાના 6 દર્દીઓ સેન્ટ્રલ ઝોનના મુગલીસરા વિસ્તારના રાહત એપા.ના એક જ ઘરમાં નોંધાયા હતા જેથી રાહત એપાર્ટમેન્ટને સીલ કરાયું હતું તેમજ 8 દર્દીઓ વરાછા ઝોન-બી ના નાના વરાછા વિસ્તારના મનસુખ નગર સોસાયટીમાં નોંધાયા હતા તેને ક્લસ્ટર જાહેર કરાયું હતું તેમજ ઉધના ઝોનના પાંડેસરા વિસ્તારના હરિઓમ નગર એક જ ઘરમાં 7 દર્દીઓ નોંધાયા હતા તેને પણ ક્લસ્ટર જાહેર કરી જાહેર જનતાની અવરજવર માટે બંધ કરાયું હતું.

વધુ 78 વિદ્યાર્થીઓ કોરોનામાં સપડાયા: આઈ એન ટેકરાવાલા અને સ્વામી નારાયણ વિદ્યાલય શાળા બંધ કરાવાઈ
શનિવારે શહેરમાં નોંધાયેલા કેસમાં વધુ 78 વિદ્યાર્થીઓ કોરોનાની ચપેટમાં આવ્યા હતા. જેમાં આઈ એન ટેકરાવાલા સ્કુલ (8), સ્વામી નારાયણ વિધ્યાલય (6) વિદ્યાર્થીઓ પોઝીટીવ જણાતા શાળાઓ બંધ કરાવાઈ હતી. તેમજ અન્ય શાળાઓમાં વિદ્યાર્થીઓ પોઝીટીવ આવતા તપોવન શાળા, ગ્લોબલ પબ્લિક શાળા, શ્રી સ્વામિ નારાયણ પરમસુખ ગુરુકુળ શાળા, એલ પી સવાણી, ભૂલકાભવન, રેડીઅન્ટ ઇન્ટરનેશનલ, જડફિયા શાળા, જી ડી ગોયનન્કા, ડી પી એસ, દીપ દર્શન-ડિંડોલી, ઉત્તર ગુજરાત શાળા, ભગવાન મહાવીર તથા અન્ય શાળાઓ તથા કોલેજમાં જે તે વર્ગ બંધ કરાવાયા હતા. તેમજ આ શાળાઓમાં તથા કોલેજમાં કુલ 876 જેટલા વ્યક્તિઓનું કોન્ટેકટ ટ્રેસિંગ કરવામાં આવ્યું હતું.

  • કયા ઝોનમાં કેટલા કેસ?
  • ઝોન કેસ
  • સેન્ટ્રલ 78
  • વરાછા-એ 121
  • વરાછા-બી 154
  • રાંદેર 327
  • કતારગામ 213
  • લિંબાયત 79
  • ઉધના 160
  • અઠવા 446

Most Popular

To Top