SURAT

કોરોનાના દર્દીને જેનાથી રાહત મળે છે તે બધીજ વસ્તુઓના ભાવમાં 200થી 1000 ટકાનો વધારો

સુરત: (Surat) કોરોનામાં હાલમાં જે વસ્તુઓની સૌથી વધુ ઘરઘથ્થુ પ્રયોગમાં કરવામાં આવે છે. તેવી તમામ વસ્તુઓના બસો થી પાંચસો ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. તેમાં આ ભાવ વધારો (price rise) સાચો છે કે પણ સંગ્રહખોરો દ્વારા કરાયો છે તેની કોઇ તપાસ સરકાર દ્વારા પણ કરવામાં આવી રહી નથી.

કોરોનામાં વપરાતી તમામ વસ્તુઓના ભાવો બેફામ છે, પરંતુ સરકારી સીસ્ટમ આ મામલે કોઇ ક્રોસ વેરિફિકેશન કરી રહી નથી. કોરોનામાં સૂંઠ, લીંબુ (Lime), કપૂર, નારંગી (Orange), નાળિયેર જેવી વસ્તુઓની હાલમાં ડિમાન્ડ છે. આ તમામ વસ્તુઓની કિંમતમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. તેમાં સામાન્ય કપૂર જે બસો રૂપિયા કિલો વેચાતું હતું તેનો ભાવ પાંચસો કરતા વધારે થઇ ગયો છે. કપૂરનો ઉપયોગ હાલમાં લોકો પાવડર બનાવીને વાપરે છે. કોરોના માટે કપૂર અને સુંઠનો પાવડર બેસ્ટ ગણાય છે.

સુંઠનો ભાવ બસો રૂપિયા કિલો હતો તે પાંચસોને પાર થઈ ગયો છે. જયારે નળિયેરનો ભાવ પચાસથી સિત્તેર રૂપિયા સુધી પહોંચી ગયો છે. આ નાળિયેર સામાન્ય દિવસોમાં વીસથી ત્રીસના ભાવે વેચાતા હોય છે. જયારે મોસંબી અને નારંગીનો ભાવ દોઢસો રૂપિયા કરતા વધારે છે. આ ઉપરાંત લીંબુનો ભાવ એંસીથી એકસો વીસ રૂપિયાની આસપાસ બોલાઇ રહ્યો છે. આમ કોરોનાની સીસ્ટમને રોકનાર આ તમામ વસ્તુઓના ભાવમાં રાતોરાત ઉછાળો જોવા મળ્યો છે. આ મામલે સરકારી તંત્ર આ ભાવ વધારો રોકવા માટે સદંતર નિષ્ફળ નીવડી હોવાનું ચિત્ર ઉપસ્યું છે.

કોરોનાના કપરાકાળમાં ડાન્સ કરવાથી એન્ડોરફીન નામનું હોર્મોન્સ રિલીઝ થાય છે: જે તાણમુક્ત કરે છે

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ‘ડાન્સથી ડરને ભગાવો અને રોગ પ્રતિકારક શકિત વધારો’ વિષય ઉપર યોજાયેલા વેબિનારનું સંબોધતા સુરતના ડાન્સર અને કોરીયોગ્રાફર શ્રદ્ધા શાહ રાજે જણાવ્યું હતું કે, કોરોનાની વર્તમાન પરિસ્થિતિમાં લોકો કોરોનાથી ગભરાઇ રહ્યાં છે. બીજી તરફ કેટલાક લોકોને ધંધા – રોજગારીમાં પણ નુકસાન થયું છે. આવી પરિસ્થિતિમાં તેઓ માનસિક તાણ અનુભવે એ સ્વાભાવિક છે. આથી દરેક પ્રકારના મેન્ટલ, ફાયનાન્સિયલ અને પર્સનલ તાણમાંથી બહાર આવવા માટે અઠવાડિયામાં ત્રણ દિવસ સાત મિનિટ માટે ડાન્સ કરવો જોઇએ. ડાન્સ કરવાથી એન્ડોરફીન નામનું હોર્મોન્સ રિલીઝ થાય છે. જેને કારણે લોકો માનસિક તાણમાંથી બહાર આવી જાય છે અને જીવનમાં જે કઇપણ સમસ્યાઓ અથવા ચેલેન્જીસ હોય છે તેની સામે લડવાની શકિત મળે છે.

Most Popular

To Top