SURAT

સુરતમાં બનનારી 14 માળની નવી કલેક્ટર કચેરીની 3D તસવીરો પહેલીવાર આવી સામે…

સુરત: સુરત શહેરમાં નવી કલેક્ટર કચેરીના નિર્માણનું કાર્ય હાથ ધરાયું છે. આજે રાજ્યના મહેસૂલ મંત્રી હર્ષ સંઘવી દ્વારા પીપલોદ ખાતે એસવીએનઆઈટી કોલેજની નજીક નક્કી કરાયેલા પ્લોટ પર કલેક્ટર કચેરીની ઈમારતના બાંધકામ માટે ભૂમિપૂજન કરાયું હતું. 14 માળના 2 ટાવરની આ ઈમારત ગ્રીન કોન્સ્પેટના આધારે એક વર્ષના ટૂંકા ગાળામાં ઉભી કરી દેવાની ગણતરી છે. આ ઈમારતની ડિઝાઈન અદ્દભૂત છે. એરિયર વ્યૂ જોતા ઈમારતના ટોચ પર બે ડાયમંડ મુક્યા હોય તેવું લાગે છે. જુઓ નવી કલેક્ટર કચેરીની તસવીરો..

 આ બહુમાળી સરકારી ઈમારતનું આર્કિટેક અનોખું રહેશે. તેને ગ્રીન કન્સેપ્ટના આધારે તૈયાર કરવામાં આવશે. આ પહેલી એવી ઈમારત બનશે જે ચોમાસા દરમિયાના આકાશમાંથી પડેલાં 2 લાખ લિટર જેટલાં પાણીનું સ્ટોરેજ કરી શકશે.

આ ઉપરાંત આ ઈમારતમાં અંડર ગ્રાઉન્ડ પાર્કિંગ અને સોલાર સિસ્ટમની વ્યવસ્થા પણ કરવામાં આવનાર છે. આ ઈમારત 30 ટકા વીજળી સોલારમાંથી મેળવશે.

એસવીએનઆઈટી ગેસ્ટ હાઉસની નજીકના પ્લોટમાં નવી કલેક્ટર કચેરીનું નિર્માણ કરવામાં આવનાર છે. આ 14 માળની સરકારી ઈમારતમાં બે બેઝમેન્ટ પાર્કિંગ બનાવાશે. આ ઈમારતમાં એક જ છત નીચે મહેસૂલની તમામ કચેરીઓને આવરી લેવામાં આવશે.

આ પહેલી એવી કલેક્ટર ઓફિસ બનશે જ્યાં આધુનિક કોન્ફરન્સ રૂમ સહિતની સુવિધાઓ રહેશે. તે ઉપરાંત કેન્ટીન, કાફે એરિયા પણ બનાવવામાં આવશે. આ જ કેમ્પસમાં બીજા 4 ટાવર બની શકે તેવી વ્યવસ્થા છે. તેથી ભવિષ્યમાં બીજા ચાર ટાવર ઉભા થાય તો દરેક ટાવર એકબીજા સાથે કનેક્ટ રહે તે રીતે ડિઝાઈન કરાશે.

આજે શુક્રવારે રમા એકાદશીના શુભ દિને રાજ્યના મહેસૂલ મંત્રી હર્ષ સંઘવી દ્વારા સુરતમાં નવી કલેક્ટર કચેરીના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરાયું હતું.

વીડિયો જોવા અહીં ક્લીક કરો

સુરતમાં યોજાયો વિશ્વાસથી વિકાસ કાર્યક્રમ, મહેસૂલ મંત્રીએ 271.66 કરોડના કામોની પ્રજાને ભેટ ધરી
આજે 21 ઓક્ટોબરના રોજ સવારે સુરતના પીપલોદ વિસ્તારમાં મહેસૂલ મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો ‘વિશ્વાસથી વિકાસ’નો કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર સુરત જિલ્લામાં 271.66 કરોડના 339 વિકાસ કાર્યોની પ્રજાજનોને મહેસૂલ મંત્રીએ ભેટ આપી છે. મહેસૂલ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, પ્રજાના 20 વર્ષના વિશ્વાસના પરિણામે રાજ્ય સરકાર વિકાસયાત્રા અવિરત દોડાવી શક્યું છે. સુરત શહેર જિલ્લા મહેસૂલ વિભાગના 57.60 કરોડના કુલ 4 કામોના મહેસૂલ મંત્રીએ ખાતમુહૂર્ત કર્યા હતા. 126.13 કરોડના ખર્ચે નિર્માણ થયેલા અને થનારા 334 વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્ા હતા.

Most Popular

To Top