SURAT

સુરતમાં મતદાન ધીમું થવાનું આ ચોંકાવનારુ કારણ સામે આવ્યું

સુરત: (Surat) આજે સવારે આઠ વાગ્યાથી શરૂ થયેલા મતદાનમાં પહેલેથી જ મતદાન (Voting) ધીમું થતું હોવાની ફરીયાદો ઉઠી હતી. મતદાન મંદ ગતિએ થતું હોવાથી પહેલેથી છેલ્લે સુધી મતદાન મથકો પર મત આપવા માટે ગયેલા લોકોની કતારો (Line) આખો દિવસ જોવા મળી હતી. જેનું એક કારણ સામે આવ્યું છે. બેટેલ, કન્ટ્રોલ અને વોટિંગ આમ સમગ્ર મતદાન પ્રક્રિયામાં 48 સેકન્ડનો સમય લાગતો હોવાની વિગત સામે આવી છે. ઇવીએમમાં (EVM) મત લોડ થવામાં પણ વધુ સમય લાગતો હોવાનું તંત્રની સામે આવ્યું હતું.

  • ઇવીએમમાં એક મતની પ્રક્રિયાને 48 સેકન્ડ જેટલો સમય લાગતા મતદાન ધીમું
  • ખુદ કલેક્ટરે ભેલના અધિકારીઓ પાસે તપાસ કરાવડાવી તો એક મત લોડ કરવાની પ્રક્રિયામાં 48 સેકન્ડ જેટલો સમય નીકળી જતો હોવાનું નોંધાયું

સુરતમાં આજે સવારે આઠ વાગ્યાથી શરૂ થયેલા મતદાનમાં પહેલેથી જ મતદાન ધીમું થતું હોવાની ફરીયાદો ઉઠી હતી. જેને કારણે મતદાન મંદ ગતિએ થતું હોવાથી પહેલેથી છેલ્લે સુધી મતદાન મથકો પર મત આપવા માટે ગયેલા લોકોની કતારો આખો દિવસ જોવા મળી હતી. સાંજે 5 કલાકે મતદાનનો સમય પૂરો થયો હોવા છતાં લોકોની કતાર જોવા મળી હતી. જેને કારણે લોકોને કેન્દ્રની અંદર લઈ ગેટ બંધ કરી દેવાયા હતા.

બીજી તરફ શહેરમાં ભાજપ, કોંગ્રેસ, આપ, અપક્ષ જેવા તમામ ઉમેદવારોએ દરેકે દરેક વિધાનસભા બેઠકો પર મતદાન ધીમું ચાલતું હોવાની ફરીયાદો કરી હતી. જેને કારણે ખુદ જિલ્લા કલેક્ટર-મુખ્ચ ચૂંટણી અધિકારીએ સમગ્ર ઇવીએમની સિસ્ટમ સંભાળતા ભેલના ઉચ્ચાધિકારીઓ સાથે મિટીંગ કરીને જાણવાની કોશિશ કરી હતી કે મતદાન કેમ ધીમું ચાલી રહ્યું છે.

મળતી માહિતી મુજબ આજે મતદાન ધીમું ચાલવાનું કારણ તેની પ્રક્રિયામાં થઇ રહેલો વિલંબ હોવાનું જણાય છે. એક ઇવીએમ પર એક મતદારનો મત અપલોડ કરવા માટે કુલ 48 સેકન્ડનો સમય નીકળી જતો હોવાનું નોંધાયું છે. જેમાં બેલેટ યુનિટમાં 17 સેકન્ડ, કન્ટ્રોલ યુનિટમાં 7 સેકન્ડ આમ કન્ટ્રોલ યુનિટમાં જ 24 સેકન્ડ નીકળી જતી હતી. મત લોડ કરવા સુધી પોણી મિનિટ જેટલો સમય તો એક મતદારના મત માટે નીકળી જતો હતો. જ્યારે મતદાન કરવાનો ખરેખર સમય આનાથી અડધો છે. તેની જગ્યાએ 48 સેકન્ડનો સમય થતો હોવાથી આવી સ્થિતિમાં 1 કલાકમાં વધુમાં વધુ 80 મતદારો મતદાન કરી શકે તેમ હોવાથી મતદાન સ્લો ચાલી રહ્યું હતું. આમ ઇવીએમમાં જ મતદાન કરવામાં વિલંબ થતો હોવાથી ચૂંટણી તંત્ર પણ આ બાબતે લાચાર જણાયું હતું.

ઘણી જગ્યાએ મતદાનથી ધીમી પ્રક્રિયાથી મતદારો કંટાળી જતા મતદાન વગર પાછા ગયા
સુરત : શહેરમાં શાંતીપુર્વક રીતે મતદાન પ્રક્રિયા પુરી થઇ છે. જો કે આ વખતે ઓછા મતદાનને કારણે રાજકીય પાર્ટીઓના નેતાઓના જીવ અધ્ધર થઇ ગયા છે. ત્યારે એક બુમ એવી પણ ઉઠી હતી કે, કર્મચારીઓ ધીમી ગતીએ કામ કરતા હોવાથી મતદાનની ગતી ધીમી રહી હતી. પરિણામે લાઇનો લાગી હતી પરંતુ મતદાન ઓછુ થયું છે. ઘણા બુથો પર મતદારો કંટાળીને પાછા ચાલ્યા ગયા હોવાનું પણ જાણવા મળી રહયું છે. ચર્ચાતી વિગતો મુજબ ચોર્યાસી-કામરેજ, ઓલપાડ વગેરે વિસ્તારના અનેક બુથો પર મતદાનની પ્રક્રિયા ધીમી રહી હતી જેના કારણે જે લોકો લાઇન ઓછી થવાની રાહ જોતા હતા તે કંટાળીને ચાલ્યા ગયા હતા એવી ચર્ચા છે કે માત્ર ચૌર્યાસી વિસ્તારમાં બુથવાઇઝ પાંચ-દસ મતદારો ગણીયે તો પણ 20 હજારથી વધુ મતદારો મતદાન કર્યા વગર ચાવ્યા ગયા છે.

Most Popular

To Top