National

મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું સર્વર એકાએક ડાઉન થયું ફ્લાઇટની ઉડાન પર થઇ અસર

નવી દિલ્હી : મુંબઈ (Mumbai) ઈન્ટરનેશનલ એરપોર્ટનું (International Airport) સર્વર (Server) ગુરુવારે બપોર બાદ અચાનક ડાઉન (Down) થઈ ગયું હતું. એરપોર્ટ ઓથોરેટી (Airport Authority) મુજબ કોમ્પ્યુટર સિસ્ટમની નિષ્ફળતાને કારણે તમામ એરલાઈન્સના ચેક-ઈન ઉપર તેની માઠી અસર વર્તાઈ રહી છે. ઘણા મુસાફરોએ ટ્વિટર પર આ અંગે ફરિયાદ પણ કરી છે. મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ મુંબઈ અને મુંબઈ મેટ્રોપોલિટન રિજન માં ખૂબ જ વ્યસ્ત એવા આ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર મુસાફરોનું સતત આવાગમન રહે છે ત્યારે એરપોર્ટની સિસ્ટમ ખોરવાઈ જવા પામી છે.

ગુરુવારે બપોર બાદ સર્વર ડાઉનની ખબર સામે આવી હતી
ગુરુવારે બપોર બાદ સર્વર ડાઉનની ખબર સામે આવી હતી. છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી પણ આ અંગેની માહિતીઓ અધિકારી તરફથી આપવામાં આવી છે. આ અંગે વધુમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે એરપોર્ટની ટેકનિકલ ટિમ અચાનક સર્વરમાં આવેલી સમસ્યાનું સમાધાન કરવામાં લાગી ગયા છે અને ટૂંક સમયમાં કામગીરી ફરી શરૂ થવાની અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે. જોકે મોડી સાંજ સુધી આ કામગીરી ચાલી હતી.અધિકારઓ દ્વારા આપવામાં આવેલા સકારત્મક રીપ્લાયને લઈ એરપોર્ટ ઉપર મોજુદ યાત્રીઓએ હાશકારો અનુભવ્યો હતો.

એરપોર્ટ ઓથોરિટી સમસ્યાનો ઉકેલ લાવવામાં વ્યાસ રહી
અચાનક છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટનું સર્વર ખોટકાઈ ગયું હોવાની આ ઘટના સોશિયલ મીડિયા ઉપર પણ આવી ગઈ છે. બીજી બાજુ એરપોર્ટ ઉપર તૈનાત મુસાફરોની ફરિયાદ બાદ એર ઈન્ડિયાએ પણ જવાબ આપ્યો છે. એર ઈન્ડિયાએ કહ્યું કે અમે સમજીએ છીએ કે વિલંબ ચોક્કસપણે અસુવિધાજનક છે. અમારી ટીમ અસુવિધા ઘટાડવા માટે કામ કરી રહી છે. અને હવે પછીના વધુ અપડેટ્સ માટે અધિકારીઓ સતત સર્વર ટિમની ટીમનું ફોલોઅપ લઇ રહી છે.અને એરપોર્ટ ઓથોરેટી પણ મુસાફરોના સંપર્કમાં રહ્યા છે.

મુસાફરોને ઈશ્યુ કરાયા મેન્યુઅલ પાસ
આ ઘટના બાદ તુરંત જ CISFએ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ચાર્જ સંભાળી લીધો છે. સીઆઈએસએફએ જણાવ્યું કે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સર્વર ડાઉન હોવાને કારણે સામાન્ય કરતાં થોડો વધારે ધસારો છે. જોકે ભીડને પણ સારી રીતે મેનેજ કરવામાં આવી રહી છે. બધા મુસાફરોને તુરંત જ મેન્યુઅલ પાસ આપવામાં આવ્યા હતા જેથી ફ્લાઇટબના ઉડાનની સુવિધાઓ શરૂ થઇ જાય અને મુસાફરોને તેમની ફ્લાઇટની ઉડાન ભરવામાં કોઈ પણ પ્રકારનો વિલંબ ન થાય.એરપોર્ટ ઓથોરિટી મુસાફરોને પડેલી દુવિધાઓ બદલ ખેદ વ્યક્ત કર્યો હતો..

Most Popular

To Top