Sports

ઘરઆંગણે જ ઈંગ્લેન્ડની ટીમે પાકિસ્તાનને ઘોઈ નાંખી, પ્રથમ દિવસે જ 506 રન બનાવી દીધા

નવી દિલ્હી: ક્રિકેટના (Cricket) ઈતિહાસમાં આજરોજ પાકિસ્તનમાં (Pakistan) રમાયેલ ઈંગ્લેન્ડની (England) ટીમે એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. જણાવી દઈએ કે ઈંગ્લેન્ડની ટીમ પાકિસ્તાનની ટીમ સામે પાકિસ્તાનના રાવલપીંડીમાં રમી રહ્યાં હતાં ત્યાં તેઓએ અનોખો રેકોર્ડ બનાવ્યો છે. તેઓએ મેચમાં ટોસ જીતીને બેટિંગ લીધી હતી અને ધમાલ મચાવી દીધી હતી. ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ દિવસે જ મેચ દરમ્યાન 4 વિકેટે 506 રન (Run) બનાવ્યાં હતાં. જણાવી દઈએ કે આવી ધટના પ્રથમ વાર ઘટી હશે જેમાં ટેસ્ટમેચના પ્રથમ દિવસે જ ટીમે 500થી વઘુ રન મારીને ધમાલ મચાવી દીધી હોય. આ પહેલા આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાની ટીમના નામે હતો. ઓસ્ટ્રેલિયાની ટીમે વર્ષ 1910માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે જ 494 રન બનાવ્યા હતા. જો કે ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાનો આ રેકોર્ડ તોડી નાંખ્યો છે. ઈંગ્લેન્ડે મેચના પ્રથમ દિવસે 500થી વઘુ રન કરવાનો ખિતાબ પણ પોતાના નામે કરી લીધો છે.

જણાવી દઈએ કે આ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ઈંગ્લેન્ડ દ્વારા કુલ 4 સદી ફટકારવામાં આવી હતી. જેમાં બ્રુકે અણનમ 101રન, જેક ક્રોલીએ 122રન, બેન ડકેટે 107રન અને ઓલી પોપે 108 રન બનાવ્યા હતા. આ ઉપરાંત શાહીન આફ્રિદીની ગેરહાજરીમાં પાકિસ્તાની બોલરો ઈંગ્લેન્ડ સામે મેચ દરમ્યાન લાચાર દેખાઈ રહ્યાં હતા. આ ઉપરાંત પાકિસ્તાનના લેગ સ્પિનર ​​ઝાહિદ મહમૂદે મેચ દરમ્યાન 2 વિકેટ લીધી હતી. જયારે મોહમ્મદ અલી અને હરિસ રઉફે 1-1 વિકેટ લીધી હતી.

પાકિસ્તાનમાં રમાય રહેલી ટેસ્ટ મેચના પહેલા દિવસે ઈંગ્લિશ બેટ્સમેન હેરી બ્રુકે 81 બોલમાં 101 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગ દરમિયાન પાકિસ્તાની બોલરોને જોરદાર રીતે પછાડ્યા હતા. આ સાથે બ્રુકે લેફ્ટ આર્મ સ્લો બોલર સઈદ શકીલની એક જ ઓવરમાં સતત 6 ફોર ફટકારી હતી. આ સાથે તેણે વર્લ્ડ રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે. આ પહેલા શ્રીલંકાના દિગ્ગજ સનથ જયસૂર્યા, વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ રામનરેશ સરવન અને ક્રિસ ગેલ પણ એક ઓવરમાં 6 ચોગ્ગા ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. જો કે ઈંગ્લેન્જના પ્લેયર હેરી બ્રુકે ત્રણેય પ્લેયરોની બરાબરી કરી હતી. જણાવી દઈએ કે ઈંગ્લેન્ડની ટીમ ટેસ્ટ મેચના ઈતિહાસમાં પ્રથમ દિવસે 500થી વધુ રન કરનારી પ્રથમ ટીમ બની ગઈ છે.

Most Popular

To Top