SURAT

ઓલપાડમાં ઘરની જગ્યાએ ચર્ચ બનાવી દેવાતાં સોસાયટીના રહીશો તથા હિન્દુ સંગઠનનો વિરોધ

દેલાડ: હિન્દુ સંગઠનની સૂચના બાદ પણ ચર્ચ બનાવી ગત રવિવારે (Sunday) કાર્યરત કરવાની ઘટનાને લઇ સોમવારે (Sunday) ઓલપાડના (Olpad) પરા વિસ્તારમાં આવેલી મુરલી સોસાયટીના રહેવાસીઓ તેમજ ઓલપાડ ગામના સમસ્ત હિન્દુ સમાજ દ્વારા રહેણાક ઘરની જગ્યામાં ગેરકાયદે ચર્ચ (Church) બનાવવા બાબતે ઓલપાડ પ્રાંતને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

  • રહેણાક ઘરની જગ્યામાં ગેરકાયદે ચર્ચ બનાવવા બાબતે ઓલપાડ પ્રાંતને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી
  • એક જ ધર્મના લોકોની ભવિષ્યમાં શાંતિ ના જોખમાય માટે સાવચેતીનાં પગલાં લેવા ઓલપાડ પ્રાંતને આવેદનપત્ર આપી તાત્કાલિક પગલાં ભરવા વિનંતી કરવામાં આવી

ઓલપાડની મુરલી લેક સોસાયટી અને સોસાયટીની આસપાસની તમામ સોસાયટીના રહીશોએ આવેદનપત્ર આપીને જણાવ્યું કે, આખો વિસ્તાર હિન્દુ વિસ્તાર તરીકે જાણીતો છે અને વર્ષોથી અહીં હિન્દુ સમુદાય સુખચેનથી રહે છે. અમે સનાતન અને હિંદુ ધર્મ પાળનારા લોકો રહે છે. હાલમાં આ વિસ્તાર ઓલપાડ ગામની મુરલી લેક સોસાયટીમાં આવેલા પ્લોટ નં.234 પર ખ્રિસ્તી સમુદાય દ્વારા ગેરકાયદે દેવર કે પ્રાર્થના ઘર બાંધવાનું ચાલુ કરાયું છે. જે સોસાયટીના પ્લોટ પર આ પ્રકારનું કોઈ અન્ય ધર્મ કે સમુદાયનું દેવલ કે પ્રાર્થના ઘર બને એ આ વિસ્તારના રહીશોને મંજૂર નથી. કોઈપણ ધર્મ કે સંપ્રદાયના વિરોધી નથી. સર્વધર્મ સમભાવ એ હિન્દુ ધર્મનો હંમેશાં ભાવ રહ્યો છે. પણ આ વિસ્તાર કે આ સોસાયટીમાં ખ્રિસ્તી સમુદાયનો એકપણ વ્યક્તિ રહેતો ના હોય અને આ પ્રકારે અહીં બાંધકામ કરી ધાર્મિક કે અન્ય કોઈ પ્રવૃત્તિ કરવી એ અયોગ્ય જણાય છે.

અગાઉ સુરતમાં હિન્દુ વિસ્તારમાં મકાનો ભાડે રાખીને આ પ્રકારનાં પ્રાર્થના ઘરોમાં સુરત અને સુરતની આસપાસના ટ્રાઈબલ વિસ્તારના લોકોને પ્રાર્થના અર્થે ભેગા કરીને એનું ધર્માંતર કરવામાં આવી રહ્યું હોવાના અનેક કિસ્સા ધ્યાને આવ્યા છે. ભવિષ્યમાં અહીં આવું ના બને એ જોવું ખૂબ અગત્યનું છે તેમજ અમારી સોસાયટી કે આસપાસ વિસ્તારમાં આ પ્રકારની પ્રવૃત્તિ જો થાય અને બહારના વિસ્તારોમાંથી લોકો આવે અને ભવિષ્યમાં ધાર્મિક વૈમનસ્ય સર્જાવાની પણ ભીતિ દેખાય છે. જેથી આ વિસ્તારમાં શાંતિપૂર્વક રહેતા એક જ ધર્મના લોકોની ભવિષ્યમાં શાંતિ ના જોખમાય એ માટે સાવચેતીનાં પગલાં લેવા ઓલપાડ પ્રાંતને આવેદનપત્ર આપી તાત્કાલિક પગલાં ભરવા વિનંતી કરવામાં આવી હતી.

Most Popular

To Top