SURAT

કરિયાણાના વેપારીએ દારૂ વેચવાનું શરૂ કરી દીધું: સ્થાનિક રાજકારણીના સંબંધીની સંડોવણીની પણ ચર્ચા

સુરત : અઠવા પોલીસે (Athwa police) સોમવારે મોડી રાત્રે નાનપુરાના મટન માર્કેટ (Nanpura motton market) વિસ્તારની કરિયાણાની દુકાનમાંથી રૂા. 33 હજારના દારૂ (Liquor) સાથે વેપારીની ધરપકડ (Merchant arrest) કરી હતી. લોકડાઉન (Lockdown)માં મંદ પડેલા ધંધાથી આર્થિક લાભ માટે વેપારીએ દારૂનો ધંધો શરૂ કર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ ઘટનામાં દારૂના સપ્લાયર તરીકે એક સ્થાનિક રાજકારણી (Local politician)ના સંબંધીની સંડોવણીની ચર્ચા શરૂ થતાં શહેરના રાજકારણમાં ગરમાટો આવી ગયો હતો. જો કે, પોલીસે આવા કોઇ રાજકીય નેતા કે તેના સંબંધીની આ કેસમાં સંડોવણી હોવાની વાતથી ઇનકાર કરી દીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ અઠવા પોલીસને મળેલી માહિતીના આધારે તેઓએ નાનપુરા મટન માર્કેટમાં એક કરિયાણાની દુકાનમાં રેડ પાડી હતી. કરિયાણાની દુકાનમાં અનાજની આડમાં દારૂનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. ગણતરી કરતા પોલીસે 33 હજારની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. કરિયાણાની દુકાનના માલિક વિનોદ મોદીની પૂછપરછ કરતાં તેણે લોકડાઉનમાં કરિયાણાનો ધંધો મંદ પડી જતા દારૂનો ધંધો શરૂ કર્યું હોવાનું કહ્યું હતું. આ બાબતે પોલીસે વિનોદ મોદીની સામે પ્રોહિબીશન એક્ટ મુજબ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

અઠવા પોલીસે કોર્પોરેટરના કાકાને બચાવી લીધા..!
પ્રાપ્ત વિગતો મુજબ રૂા. 33 હજારના દારૂ સાથે પુલને પેલે પાર અડાજણ વિસ્તારમાં રહેતાં જે વ્યક્તિનું નામ આવ્યું હતું તેનો સગો ભત્રીજો પુલની પેલે પાર આવેલા એક વોર્ડમાં કોર્પોરેટર છે. વિજય પકડાતાની સાથે જ રાજકિય બળ પણ કામે લાગ્યું હતું. પોલીસે આ આખા પ્રકરણમાં વિજય નામના એક આધેડનેને બચાવી લઇને વિનોદ મોદીને ગુનાના માંચડે ચઢાવી દીધો છે અને તેની સામે ગુનો નોંધ્યો હોવાની વિગતો સાંપડી છે. જો કે, આ બાબતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ થાય તો ખરી હકીકત બહાર આવે તેમ છે. જો કે, આ અંગે અઠવા પોલીસમથકના ઇન્સ્પેક્ટરે આ ગુનામાં કોઇ રાજકીય વ્યક્તિના સંબંધીની સંડોવણી હોવાની વાતનો ઇનકાર કર્યો હતો.

Most Popular

To Top