Dakshin Gujarat

દક્ષિણ ગુજરાતમાં આંતરરાજ્ય દારૂનું નેટવર્ક ચલાવનાર સુરતનો કુખ્યાત બુટલેગર ઝડપાયો

પલસાણા: (Palsana) સુરત શહેરના ગોડાદરા વિસ્તારનો કુખ્યાત બુટલેગર (Bootlegger) રાજુ સોની મહારાષ્ટ્રમાં રહી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ગેરકાયદેસર વિદેશી દારૂનો (Foreign Liquor) અંતર રાજ્ય ધંધો ચલાવતો હતો. સુરત શહેર સહીત વિવિધ જિલ્લાના ગુનામાં નાસતા ફરતા રાજુ સોનીને એલસીબી ધ્વરા ઝડપી પાડવામાં આવ્યો હતો.

  • દક્ષિણ ગુજરાતમાં આંતરરાજ્ય દારૂનું નેટવર્ક ચલાવનાર કુખ્યાત બુટલેગર ઝડપાયો
  • બુટલેગર રાજુ સોનીને જિલ્લા એલસીબીએ કઠોદરાથી ઝડપી લીધો
  • સોનીએ સુરત, નવસારી, ડાંગ, સુરતમાં વિદેશી દારૂના ગુનાઓમાં નાસતો ફરતો હોવાનુ કબુલાત કરી

એલ.સી.બી.ગ્રામ્યની પોલીસ અલગ અલગ ટીમો બનાવી સુરત જિલ્લા વિસ્તારમા પ્રંટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન એલ.સી.બીના એલ.જી.રાઠોડ, પોલીસ સબ ઈન્સ્પેક્ટર તથા ASI ભમરસિંહ સારંગજી તથા હે.કો હરસુર નાનજીભાને બાતમી મળેલ કે સુરત ગ્રામ્ય જિલ્લામાં તથા સુરત શહેર અને અન્ય જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના ગુનાઓમાં નાસતો ફરતો આરોપી અને આંતરરાજ્ય દારૂ નું નેટવર્ક ચલાવનાર રાજુ ઉર્ફે રાજુ સોની વિષ્ણુગોપાલ સોની હાઈવે પરથી પસાર થનાર છે.

સુરતના ગોડાદરામાં રહેતો રાજુ સોની ટોયોટા કંપનીની ફોરવ્હિલ કાર નં-MH-03-BH-8314 લઈ સુરતથી કઠોદરા થઈ ને.હા નં-૪૮ ઉપર પસાર થનાર છે તેવી બાતમીના આધારે વોચ ગોઠવી આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો. આરોપીની સઘન ઉલટ પુરછપરછ કરતા આરોપી રાજુ સોની ઉર્ફે રાજુ વિષ્ણુગોપાલ સોનીએ સુરત, નવસારી, ડાંગ, સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિદેશી દારૂના ગુનાઓમાં નાસતો ફરતો હોવાનુ કબુલાત કરી હતી. પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી કરી કોસંબા પોલીસ સ્ટેશનને હાલ રાજુ સોનીનો કબ્જો સુપ્રત કરવામાં આવ્યો હતો.

ભીલાડમાંથી ટેમ્પોમાં લઇ જવાતો 2.81 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો
ઉમરગામ : ભીલાડ પોલીસે દારૂ ભરેલો ટેમ્પો પકડી પાડી રૂપિયા 2.81 લાખનો દારૂનો જથ્થો સહિત ટેમ્પો મળી રૂપિયા 7.85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાપ્ત પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ ભીલાડ પોલીસ સ્ટેશનના કર્મીઓ સોમવારે રાત્રે ભિલાડ ઇન્ડિયા પાડા નરોલી ચેકપોસ્ટ પાસે સેલવાસ તરફથી આવતા રોડ ઉપર વાહનોનું ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે મહારાષ્ટ્ર પાર્સિંગનો એક ટેમ્પો આવતા ટેમ્પોમાં તપાસ કરતા વિસ્કી તથા બિયરની જથ્થાની કુલ 70 પેટીઓ કુલ રૂપિયા 2,81,760 નો દારૂનો જથ્થો મળી આવતા તે કબજે લીધો હતો. તથા પાંચ લાખનો ટેમ્પો સહિત રૂપિયા 7,85,260 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને નઈમ અસલમ ખાન (રહે પવઈ તા. ફૂલપુર જિલ્લા આઝમ પાલઘર)ની અટક કરી હતી. જ્યારે અન્ય બે જણાને વોન્ટેડ જાહેર કરી આ બનાવ સંદર્ભે ભીલાડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવતા‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top