SURAT

એરપોર્ટનો ગોલ્ડ દાણચોરી કેસ: SOG પાસેથી મેળવેલ 7.15 કિલો સોનાની પેસ્ટને રિફાઈન કરવા કોર્ટનો હુકમ

સુરત: (Surat) એસઓજી (SOG) પાસેથી મેળવેલ 7.15 કિલોગ્રામ સોનાના પેસ્ટને રિફાઈન કરવાનો કોર્ટે (Court) હુકમ કર્યો હતો. રિફાઈન કરવાથી ખબર પડશે કે ખરેખર કેટલું ગોલ્ડ છે. એસઓજીએ સુરત એરપોર્ટ બહારથી આરોપીઓને ગોલ્ડ પેસ્ટ સાથે ઝડપી પાડ્યા હતા, તેમની પાસેથી ડીઆરઆઈએ તે ગોલ્ડ પેસ્ટનો કબજો મેળવ્યો હતો.

  • એરપોર્ટનો ગોલ્ડ દાણચોરી કેસ: એસઓજી પાસેથી મેળવેલ 7.15 કિલો સોનાની પેસ્ટને રિફાઈન કરવા કોર્ટનો હુકમ
  • એસઓજીએ એરપોર્ટ બહારથી આરોપીઓને ગોલ્ડ પેસ્ટ સાથે ઝડપી પાડ્યા હતા, તેમની પાસેથી ડીઆરઆઈએ તે ગોલ્ડ પેસ્ટનો કબજો મેળવ્યો હતો
  • રિફાઈન કરવાથી ખબર પડશે કે ખરેખર કેટલું ગોલ્ડ છે

કેસની વિગત એવી છે કે એપ્રિલ 2023માં એસઓજીએ સુરત એરપોર્ટ બહારથી આરોપીઓ નિરવ રમણિકભાઈ ડાવરિયા, ફેનીલ રાજેશભાઈ માવાણીને એરપોર્ટ બહારથી 7.15 કિલોગ્રામ ગોલ્ડ પેસ્ટ સાથે ઝડપી પાડ્યા હતા. આરોપીઓ શારજહાથી ફ્લાઈટમાં ગોલ્ડ પેસ્ટ લાવ્યા હતા. ત્યારબાદ અન્ય ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. ડીઆરઆઈએ પેસ્ટનો કબજો મેળવવા કોર્ટમાં અરજી કરતા કોર્ટે તા.31 ઓગસ્ટ 2023ના રોજ ઓર્ડર કર્યો હતો કે એસઓજીએ જે ગોલ્ડ પેસ્ટ પર કબજો કર્યો છે તે ડીઆરઆઈને સોંપવામાં આવે. ડીઆરઆઈએ તે ગોલ્ડ પેસ્ટ મેળવ્યા બાદ ગોલ્ડ પેસ્ટને રીફાઈન કરવા માટે મંજૂરી માંગતી અરજી કોર્ટમાં કરી હતી. જેથી ખબર પડે કે ખરેખર કેટલું સોનું છે. કોર્ટે ડીઆરઆઈની તે અરજી મંજૂર કરી હતી. હવે ડીઆરઆઈ ગોલ્ડ પેસ્ટને રિફાઈન કરાવીને સોલિડ ફોમમાં ગોલ્ડ મેળવશે.

Most Popular

To Top