National

17 વર્ષની નિધિને ચોથા માળેથી ફેંકનાર સુફીયાનની એન્કાઉન્ટર બાદ ધરપકડ

ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) લખનઉમાં (Lucknow) છત પરથી 17 વર્ષીય યુવતીને ફેંકી દેવાની ઘટનાથી લોકોમાં ખળભળાટ મચ્યો છે. પોલીસે આ મામલે કડકાઈથી આરોપી સુફીયાનને શોધવાનું ચાલુ રાખ્યું હતું. ત્યારે આજે પોલીસને બાતમી મળતા સુફીયાનની ધરપકડ કરવા માટે પહોંચી હતી. પરંતુ ધરપકડ કરતા પહેલા પોલીસે આરોપી સુફીયાન પર ગોળી ચલાવી પડી હતી. એન્કાઉન્ટરમાં સુફીયાનના પગમાં ગોળી વાગી હતી.

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં 17 વર્ષની નિધિ ગુપ્તાની હત્યા કરનાર આરોપી સુફિયાન પોલીસ એન્કાઉન્ટરમાં ઘાયલ થયો હતો. આરોપીના પગમાં ગોળી વાગી હતી. દુબગ્ગા પોલીસ સ્ટેશને એન્કાઉન્ટર બાદ સુફિયાનની ધરપકડ કરી હતી અને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે યુપી પોલીસે સુફિયાન પર 25,000 રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. સુફીયાનને પકડવા માટે 5 ટીમો બનાવવામાં આવી હતી. તેના રાજ્યની બહાર જવાની સંભાવના હતી તેથી પોલીસ તેની પર કડકાઈથી નજર રાખી રહી હતી, જેના કારણે આરોપી લખનઉમાંથી ભાગી શક્યો ન હતો.

17 વર્ષીય યુવતીને છત પરથી ફેંકી હત્યા કરાઈ
લખનઉના દુબગ્ગા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સુફિયાને 17 વર્ષની છોકરી નિધિને છત પરથી નીચે ફેંકી દીધી હતી. મૃતકની માતાનું કહેવું છે કે આરોપી છેલ્લા કેટલા સમયથી તેની પુત્રીને હેરાન કરતો હતો. તેમજ સુફીયાન પાસે નિધિનો વીડિયો હોવાની ધમકી પણ આપતો હતો. આ વીડિયોના આધારે તે બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવીને લગ્ન કરવા દબાણ કરતો હતો. નિધિના પરિવારે સુફીયાન પર હત્યાનો આરોપ લગાવ્યો છે.

જો કે ઘટના બન્યા બાદથી તે ગાયબ થઈ ગયો હતો. તેથી પોલીસ દ્વારા સતત તેની તપાસ કરવામાં આવી રહી હતી. આ કેસ મામલે જોઈન્ટ કમિશનર લો એન્ડ ઓર્ડર પીયૂષ મોરડિયાએ જણાવ્યું હતું કે, નિધિ ગુપ્તા અને આરોપી સુફિયાન નજીકમાં રહેતા હતા. સુફીયાન મૃતક સાથે દોઢ વર્ષથી દોસ્તી કરવા માંગતો હતો. બંનેના પરિવારજનો તેના વિશે જાણતા હતા. સુફિયાને નિધિને મોબાઈલ ફોન પણ ગિફ્ટ કર્યો હતો. આ માહિતી મળતાં જ મૃતકના પરિવારજનો સુફીયાનના ઘરે ગયા હતા.

બંને પરિવારો વચ્ચેનો ઝઘડો જોઈ નિધિ ટેરેસ પર દોડી ગઈ અને સુફિયાન તેની પાછળ ટેરેસ પર ગયો હતો. થોડી વાર પછી મૃતક નીચે પડવાનો અને ચીસો પાડવાનો અવાજ સંભાળયો હતો. આ પછી ઘાયલ નિધિને હોસ્પિટલ લઈ જતી વખતે સુફિયાન પણ તેની સાથે હતો. જોકે, ગંભીર રીતે ઘાયલ નિધિને ડોક્ટરો બચાવી શક્યા ન હતા.

મૃતકના પરિજનોની ફરિયાદના આધારે સુફીયાન સામે ગુનો નોંધી તેની શોધખોળ ઝડપી કરવામાં આવી હતી. આ કેસમાં DCP પશ્ચિમે આરોપી સુફીયાન પર 25 હજારનું ઈનામ જાહેર કર્યું હતું. આ પછી આજે એટલે કે શુક્રવારે ટૂંકા એન્કાઉન્ટરમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં એન્કાઉન્ટરમાં ઘાયલ આરોપીને કેજીએમયુમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ હવે નિધિના પરિવારના સભ્યોના દરેક આરોપની તપાસ કરવાની વાત કરી રહી છે.

Most Popular

To Top