Charchapatra

“લોકશાહીમા લોકોની વ્યથા અને વેદના”

ગુજરાતી મા કેહવત છે કે “પાણી પેહલા પાળ બાંધવી “અનુભવે જણાય કે તેમ કેટલાક કિસ્સાઓમાં થતુ નથી. હવે તાજેતરમા ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજવાની જાહેરાતોની સાથે બધા રાજકીય પક્ષ ઉમેદવારોની પસંદગીની પ્રકિયા શરૂ કરશે. એટલે અત્યારથી જ તમામ ક્ષેત્રના લોકોએ જે જાગૃતિ બતાવવાની છે કે જે ઉમેદવારની પસંદગી થાય તેની શેક્ષણિક લાયકાત ઓછામાં ઓછી સ્નાતક કક્ષા સુધી ની હોવી જોઇએ, જો કે ભારતના બંધારણમાં શેક્ષણિક લાયકાત કેટલી હોવી જોઇએ તે અંગે કોઈ જોગવાઈઓ કરેલ નથી. કોઈ ગુનામાં સંડોવાયેલો ન હોવો જોઇએ ઉમેદવાર કોમવાદ, જ્ઞાતિ થી પર રહીને દેશ ના તેમજ સામાન્ય જનહિતના પ્રશ્નો પરત્વે લગાવ હોવો જોઇએ. સાદગી ભર્યું જીવન જીવનારો, લોભ, લાલચ, ને પ્રોત્સાહન આપનારો ન હોવો જોઇએ આમ આજ એક તક છે પછી જયારે ઉમેદવારની પસંદગી થઈ જાય અને એકવાર ચૂંટાય જાય પછી બળાપો કાઢવાનો કોઈ અર્થ નથી.લોકશાહીમાં લોકોની વ્યથા અને વેદના રજૂ કરવાનો સમય પ્રથમ તો ઉમેદવાર ની પસંદગી નો જ તબક્કો છે જે રાજકીય પક્ષ દ્વારા નક્કી કરવામા આવે છે એકવાર ઉમેદવાર નક્કી થાય પછી મતદાન કર્યે જ છૂટકો. આમ જે કઈ વેદના થાલવવી હૉય તો, પછી પાંચ સુધી ચૂપ રહેવુ પડશે.
સુરત     – ચંદ્રકાન્ત રાણા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

અમલસાડને સ્ટોપેજ
અમલસાડ રેલવે સ્ટેશન એક મહત્ત્વનું રેલવે સ્ટેશન છે. ચીકુ તથા કેરી માટે પણ મહત્ત્વનું બજાર છે. અહીં મુંબઈ જવા માટે કે સુરત જવા માટે રેલવે સુવિધા છે. અહીંથી પસાર થતી સયાજીનગરી ગુજરાત એક્સપ્રેસ, દહાણુરોડ એક્સપ્રેસનું અમલસાડ સ્ટોપેજ નથી. ગુજરાત એક્સપ્રેસના સ્ટોપ માટે વર્ષો જૂની માંગણી છે. અમલસાડ સાથે પૂર્વ તથા પશ્ચિમ દિશામાં ઘણા બધા ગામડા જોડાયેલા છે. કેરી અને ચીકુના બજાર છે. જો આ ત્રણ ગાડીને સ્ટોપેજ આપવામાં આવે તો નોકરીયાત વર્ગ, વિદ્યાર્થી વર્ગ, વેપારી વર્ગને ઘણી રાહત મળે જો સ્ટોપેજ મળે તો અમલસાડના ચીકુ દિલ્હી, મુંબઈ સુધી જાય છે. જો સ્ટોપે જ આપવામાં આવે તો ચીકુ અને કેરી દુર દુર સુધી મોકલી શકાય અને ધંધાનો વિકાસ પણ થાય માટે ગુજરાત એક્સપ્રેસ, સયાજી અને દહાણુરોડ એક્સપ્રેસને સ્ટોપેજ આપવા રેલવેને પણ આવક વધે. સાથે ખેડૂતોને પણ પોતાની કૃષિ પેદાશ વધુ વેચવાની તક મળે. સ્ટોપે જ આપવાથી રેલવેને નુકસાન તો થવાનુ નથી તો શા માટે સ્ટોપેજ ન આપવું. સ્ટોપેજ આપી સૌને લાભ જ લાભ છે. માટે વહેલી તકે અમલસાડ સ્ટેશનને સ્ટોપે જ આપી વિકાસ કરવો.
વડોદરા  – જયંતી ઉ.પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સુપર સીનીયર સીટીઝન પેન્શનર્સને ઇન્કમટેક્ષમાંથી મુકત કરો
એક બાજુ, એંસી વર્ષ કે તેથી ઉપરના સુપર સીનીયર સીટીઝન પેન્શનર્સને સરકાર તરફથી દર પાંચ વર્ષે પેન્શનમાં વધારો કરી આપવામાં આવે છે. બીજી બાજુ, તેમની વાર્ષિક પેન્શનની આવક પર ઇન્કમટેક્ષ ભરવો પડે છે. તેથી, આ બન્ને પર ઇન્કમટેક્ષ ભરવો પડે છે. તેથી આ બન્ને વિરોધાભાસી બાબતો છે. એટલે સુપર સીનીયર સીટીઝન પેન્શનર્સની વાર્ષિક પેન્શનની આવક પરથી તેમજ તેમનાં કોઇપણ બચત રોકાણ ઉપર મળતી આવક પરથી ઇન્કમટેક્ષ સંપૂર્ણ નાબૂદ કરવો જોઇએ. દેશમાં ‘સ્વચ્છ’ સુરત શહેર છે તો સુરતના ‘સ્વસ્થ’ સાંસદે પણ કેન્દ્ર સરકારનાં નાણાંપ્રધાન તથા લોકાર્પણ કરવા માટે ઉત્સાહી વડાપ્રધાન સમક્ષ ઉપર પ્રમાણે ઇન્કમટેક્ષ નાબૂદી અંગે સફળ રજૂઆત કર વી જોઇએ.
ઉધના- પ્રો. નવનીત એમ. પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top