Dakshin Gujarat

આરોગ્ય કર્મચારીઓ 51 દિવસથી હડતાલ પર જતા કામગીરી ખોરંભે

ખેરગામ : ખેરગામ તાલુકાના 44 આરોગ્ય કર્મચારીઓ (Health worker) વળતર પ્રશ્નોની માંગ સાથે હડતાલમાં (Strike) જોડાતા 51 દિવસ થવા છતાં હડતાલનું સુખદ અંત નહીં આવતા આરોગ્ય સેવા પર વિપરીત અસર થઈ રહી છે. ખેરગામ તાલુકાના 3 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આછવણી, તોરણવેરા, બહેજ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા મલ્ટી પરપઝ સુપરવાઇઝર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, હેલ્થ વર્કર સહિતના 44 જેટલા આરોગ્ય કર્મચારીઓ અચોક્કસની હડતાલ પર જતા તાલુકામાં અને જિલ્લામાં આરોગ્ય સેવા ખોરવાઈ જવા પામી છે.

આરોગ્ય કર્મચારીઓ હડતાલમાં જોડાતા કોરોના વેક્સિન મમતા દિવસ અંતર્ગત સગર્ભા બહેનો અને નાના બાળકોને રસીકરણની કામગીરી ફિલ્ડ સર્વિલન્સ મલેરિયા ડેન્ગ્યુ લેપટોપ પાયરોસિસ સંવેલન્સ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સહિતની વિવિધ આરોગ્ય લક્ષી કામગીરી પર ભારે અસર વર્તાવા પામી છે. આ બાબતે ખેરગામ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.ભરત પટેલે જણાવ્યું હતું કે આરોગ્ય કર્મચારીઓ 51 દિવસથી હડતાલ ઉપર હોય આરોગ્ય સેવાને અસર થવા પામી છે. આ ઉપરાંત આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડ્રાઇવરો, પટાવાળા, આશાવર્કર પણ હડતાલમાં જોડાતા આરોગ્ય સેવાને અસર થવા પામી છે.

મેડિકલમાં પોસ્ટ ગ્રેજ્યુએટની નવી પોલીસીનો વિરોધ
વલસાડ : રાજ્ય સરકાર દ્વારા મેડિકલ કોલેજોમાં પોસ્ટ ગ્રેજ્યુએશનના નવા નિયમો લાગુ કરવાની જાહેરાત બાદ ઇન્ટર્ન તબીબોમાં નારાજગી સાથે રોષ જોવા મળ્યો છે. વલસાડની જીએમઈઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ઇન્ટર્ન તબીબોએ પણ સોમવારે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

  • વલસાડના જીએમઈઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ઇન્ટર્ન તબીબોએ વિરોધ પ્રદર્શન કર્યું
  • નવા નિયમોના પગલે ઇન્ટર્ન તબીબોના ભાવિ સામે પ્રશ્નાર્થ સર્જાશે : તબીબો

નવા નિયમોના પગલે ઇન્ટર્ન તબીબોના ભાવિ સામે પ્રશ્નાર્થ સર્જાશે, તેમ તબીબોએ જણાવ્યું હતું. સરકારે પીજી ગ્રેજ્યુએશનના નવા નિયમ જૂના બેચ પર લાગૂ નહીં કરવાની માગણી ઇન્ટર્ન તબીબોએ કરી હતી, સાથે કેમ્પસ ખાતે ઇન્ટર્ન તબીબોએ બેનરો દર્શાવી સૂત્રોચ્ચારો કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

Most Popular

To Top