Business

દુનિયાની અનેક લક્ઝરી ફેશન બ્રાન્ડ્સ આ કારણથી પોતાના મોંઘા પ્રોડક્ટ્સને આગ લગાવી દે છે

શું તમે જાણો છો કે વિશ્વની ઘણી મોટી લક્ઝરી બ્રાન્ડ્સ (Luxury Brands) સમય-સમય પર પોતપોતાના ઉત્પાદનોને (Products) આગ (Fire) લગાડી દે છે. તમે કદાચ વિશ્વાસ ન કરો પરંતુ આ વાત સાચી છે. આ બ્રાન્ડ્સ અર્થ વિના આવું કરતી નથી. તેઓ ખાસ કારણસર આવું કરે છે. તમને એ જાણીને પણ નવાઈ લાગશે કે આમ કરવાથી તેમનો નફો (Profit) વધુ વધે છે. તમે વિચારતા હશો કે આ કઈ લક્ઝરી બ્રાન્ડ્સ છે જે પોતાના બનાવેલા આટલા મોંઘા સામાનને આગ લગાડે છે. આખરે તેની પાછળનું કારણ શું છે? તેઓ આવું કેમ કરે છે? ચાલો તમને જણાવીએ.

  • વિશ્વની ઘણી મોટી લક્ઝરી બ્રાન્ડ્સ સમય-સમય પર પોતપોતાના ઉત્પાદનોને આગ લગાડી દે છે
  • અમેરિકાની લક્ઝરી ફેશન બ્રાન્ડ બરબરીએ $3.6 બિલિયનની કમાણી કરી જ્યારે $36.8 મિલિયનની કિંમતના પોતાના જ પ્રોડક્ટ્સને આગ લગાવી દીધી
  • દરેક સીઝનમાં આ કંપનીઓ પોતાની નવી પ્રોડક્ટ લાવે છે પરંતુ જૂની પ્રોડક્ટના રેટ ઘટાડવા માંગતી નથી
  • તે જુની પ્રોડક્ટને સળગાવી નાંખે છે, કંપનીઓ લોકોની સામે પોતાની બ્રાન્ડ વેલ્યુ જાળવી રાખવા માટે આવું કરે છે

આ બ્રાન્ડ્સ પોતાના કપડાને આગ લગાવે છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર વર્ષ 2018માં અમેરિકાની લક્ઝરી ફેશન બ્રાન્ડ બરબરીએ (Burberry) $3.6 બિલિયનની કમાણી કરી હતી. જ્યારે આ બ્રાન્ડે $36.8 મિલિયનની કિંમતના પોતાના જ પ્રોડક્ટ્સને આગ લગાવી દીધી હતી. આ બ્રાન્ડે તેના વાર્ષિક અહેવાલમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો છે. આ કંપનીના મતે આમ કરવું તેની માર્કેટિંગ વ્યૂહરચના છે. અન્ય વિદેશી બ્રાન્ડ લુઈસ વીટન (Louis Vuitton) પણ આવું જ કરે છે.

કંપની આ કારણે પોતાના ઉત્પાદનોને આગ લગાવે છે
બજારના નિષ્ણાતોનું કહેવું છે કે આ બ્રાન્ડ્સ વાસ્તવમાં પોતાની બનાવટની પ્રોડક્ટની માંગ જાળવી રાખવા માંગે છે. આ કારણે તેઓ સમયાંતરે તેમના ઉત્પાદનોની સપ્લાયમાં ઘટાડો કરતા રહે છે. દરેક સીઝનમાં આ કંપનીઓ પોતાની નવી પ્રોડક્ટ લાવે છે પરંતુ જૂની પ્રોડક્ટના રેટ ઘટાડવા માંગતી નથી. કારણકે આમ કરવાથી તેમની બ્રાન્ડ ઈમેજમાં ફરક પડશે. અને તેથી જ તે જુની પ્રોડક્ટને સળગાવી નાંખે છે.

કંપનીઓને નુકસાન થતું નથી
તમે વિચારતા જ હશો કે આવું કરીને આ કંપનીઓને કેટલું નુકસાન થતું હશે. તમને જણાવી દઈએ કે એવું નથી. ખરેખર આ કંપનીઓ માટે આ નુકસાન એટલું મોટું નથી. ધારોકે જો કોઈ વિદેશી કંપની તેના એક કપડાને એક હજાર ડોલરમાં વેચી રહી છે તો વાસ્તવમાં તેની કિંમત એટલી નહીં હોય. કંપનીએ તેને બનાવવા માટે ભાગ્યે જ $100નો ખર્ચ કર્યો હશે. આ કંપનીઓ તેમની જૂની પ્રોડક્ટને ઓછા દરે ડિસ્કાઉન્ટ પર પણ વેચતી નથી. આમ કરવાથી તેમની બ્રાંડ ઈમેજમાં ફરક પડશે અને તેઓ લક્ઝરી બ્રાન્ડ નહીં રહે. આ કંપનીઓ લોકોની સામે પોતાની બ્રાન્ડ વેલ્યુ જાળવી રાખવા માટે આવું કરે છે. આ કારણોસર તેઓ તેમના જૂના ઉત્પાદનોને દૂર કરે છે.

Most Popular

To Top