Business

FPIએ ભારતમાં મે મહિનામાં રૂ. 43,838 કરોડનું રોકાણ કર્યું, જૂનમાં પણ ઉત્સાહી રોકાણની આશા

નવી દિલ્હી: વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઈ)એ (FPI) મે મહિનામાં ભારતીય શેરબજારોમાં (Stock markets) રૂ. 43,838 કરોડનું રોકાણ (Investment) કર્યું હતું. જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી.કે. વિજયકુમારે જણાવ્યું હતું કે, મે મહિનામાં માર્કેટમાં એફપીઆઈ આક્રમક ખરીદદારો હતા, જેમણે શેરબજાર અને પ્રાથમિક બજાર મળીને રૂ. 43,838 કરોડનું રોકાણ કર્યું હતું.

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો વચ્ચેના સર્વેક્ષણ દર્શાવે છે કે, ભારત હવે તમામ ઊભરતા બજારોમાં સર્વસંમતિથી વધુ વજન ધરાવે છે. મે મહિનામાં ભારતે તમામ ઊભરતા બજારોમાં સૌથી વધુ રોકાણ આકર્ષ્યું હતું અને ચીનમાં એફપીઆઈ વેચાણકર્તા હતા. એમ વિજયકુમારે ઉમેર્યું હતું. વિજયકુમારે જણાવ્યું હતું કે, એફપીઆઈ જૂન મહિનામાં પણ ભારતમાં તેમનું રોકાણ ચાલુ રાખે તેવી શક્યતા છે. કારણ કે, તાજેતરના જીડીપી ડેટા અને ઉચ્ચ આવર્તન સૂચકાંકો મજબૂત અર્થતંત્રને વધુ મજબૂતી મેળવતા પ્રતિબિંબિત કરે છે. ફાઇનાન્શિયલ, ઓટોમોબાઇલ, ટેલિકોમ અને કન્સ્ટ્રક્શન મોટાં રોકાણોને આકર્ષી રહ્યા છે.

વિજય કુમારે કહ્યું કે, આગામી થોડા ટ્રેડિંગ દિવસોમાં નિફ્ટી 18887ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી શકે છે અને રેકોર્ડ તોડી શકે છે. જોકે, રેકોર્ડ સ્તરે વેચાણનું દબાણ સંભવ છે. કારણ કે, મૂલ્યાંકન ચિંતાનો વિષય બનશે. એમ્કે વેલ્થ મેનેજમેન્ટના રિસર્ચ હેડ જોસેફ થોમસે જણાવ્યું હતું કે, અપેક્ષા કરતાં વધુ સારા રાષ્ટ્રીય આવકના આંકડા, મેન્યુફેક્ચરિંગ પીએમઆઈને પ્રોત્સાહિત કરવા અને અંતે યુએસ ઋણ સીમા ચર્ચાઓ બંધ થવાથી ઇક્વિટી માર્કેટ ખૂબ સારી રીતે ઉત્સાહિત છે.

Most Popular

To Top