Columns

ધો. 12 વિજ્ઞાન પછી કરિયરના અનેક વિકલ્પો

ધો.10 પછી જયારે ધો. 11માં પ્રવેશ લેવાનો હોય ત્યારે વિજ્ઞાન કે વાણિજયની પસંદગી થોડું વધુ લાંબું વિચારીને જ થઇ જતી હોય છે. વિજ્ઞાન સ્ટ્રીમ લીધા બાદ ગણિત જૂથ કે જીવવિજ્ઞાન જૂથ એની પણ પસંદગી ધો. 12 પછી શું ના વિચારો સાથે કરાતી હોય છે. આમ ધો. 11 અને 12નાં બે વર્ષો દરમ્યાન કારકિર્દીની નવી નવી ક્ષિતિજો દરરોજ ઊઘડતી જ હોય છે. છેલ્લાં થોડાં વર્ષોથી આપણે સૌએ અનુભવ્યું છે કે એન્જિનિયરીંગની બેઠકો ખાલી જતી હોય છે. શું ટ્રેન્ડ બદલાઇ રહ્યો છે? આજે આપણે PCM જૂથવાળા વિદ્યાર્થીઓને ટોપ-10 વિકલ્પો કયા મળી રહ્યા છે તેની ચર્ચા કરીશું કેમ કે આ વિદ્યાર્થીઓ ત્રણ – ચાર વર્ષના UGના અભ્યાસ પછી જયારે ફીલ્ડમાં કાર્ય માટે, નોકરી- વ્યવસાય માટે આગળ વધશે ત્યારે કેટલીયે નવી નોકરીના વિકલ્પો રાહ જોતા હશે.

Top 10 option for pcm group
pcm જૂથ લેનાર વિદ્યાર્થીએ એક વાત તો નક્કી કરી જ છે કે એણે ગણિત તથા ભૌતિકશાસ્ત્ર તથા રસાયણશાસ્ત્ર સાથેના વિવિધ ક્ષેત્રે આગળ વધવું છે અને એ ક્ષેત્રની ક્ષમતા,રસરૂચિ પણ ધરાવે છે.

બેચલર ઓફ એન્જિનિયરીંગ:
એન્જિનિયરીંગને પશ્ચિમી દેશોમાં કન્વેન્શનલ કોર્ષ ગણવામાં આવે છે. છતાં આ ક્ષેત્રે 20થી વધુ બ્રાન્ચમાં વિવિધ એન્જિનિયરીંગના અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. 1991-92નાં વર્ષોથી IT, કોમ્પ્યુટરની બોલબાલા હતી. તેમાં સૌથી વધુ ટકાવાળા જ વિદ્યાર્થીઓને પ્રવેશ મળતો અને વધુ ટકાવારી લાવવા છતાં સ્વનિર્ભર અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવાનો ટ્રેન્ડ હતો. એ ટ્રેન્ડે દરેક ઘરમાં, સમાજમાં એન્જિનિયરીંગ ડીગ્રીનું માનસન્માન, મોભો વધારી દીધો. આજે વીસ વર્ષ પછી વધુ ટકાવારી મેળવવાવાળો IT, કોમ્પ્યુટર સિવાયના વિકલ્પો પ્રત્યે વધુ ધ્યાન આપે છે. Aeronautical Engineeing ઉદાહરણ તરીકે. આજે એરક્રાફટ, સેટેલાઇટ, સ્પેસ ક્રાફટ જેવા ક્ષેત્રમાં વધુ ઉમદા તકો મળી રહી છે ત્યારે જેમનું ટેકનોલોજી ક્ષેત્રે આગળ કારકિર્દી બનાવવાનું ધ્યેય છે તો આવા વિકલ્પો વિષે પણ વિચાર કરી શકાય.

Ethical Hacking
આજે ઇન્ટરનેટની હાજરી આપણી જિંદગીમાં તાણાવાણાની સાથે વણાઈ ગઈ છે. Shopping, Banking, Education, marketing દરેકે દરેક ક્ષેત્રે આંગળીના ટેરવે કામ કરી શકીએ છીએ ત્યારે data privacyની પ્રાથમિકતા આવે છતાં અનએથીકલી ડેટાની ચોરી કે લેવાલી થતી હોય છે જે નુકસાનકારક- ખાસ કરીને સર્વિસ પ્રોવાઇડર અને સર્વિસ લેનાર માટે. ત્યારે આવા અભ્યાસક્રમો સરકારી તથા પ્રાઇવેટ ટોપ સિકયોરીટીના ક્ષેત્રે ઊંચા પગારે નોકરીની તકો પૂરી પાડે છે.

B.Sc. with Physics:
હાલમાં ત્રણ વર્ષનો UG લેવલનો કોર્ષ છે પણ ટૂંકમાં જ નવી NEP પ્રમાણે UG લેવલે ચાર વર્ષના અભ્યાસક્રમોની જાહેરાતો થવાની છે. આ અભ્યાસક્રમ વૈજ્ઞાનિક, કવોલિટી કંટ્રોલ મેનેજર, કન્ટેન્ટ ડેવલપર, સંશોધન ક્ષેત્રે, રેડિયોલોજીસ્ટ જેવા મહત્ત્વના કારકિર્દીના પંથે લઇ જાય છે.

બેચલર ઓફ આર્કિટેકચર:
જેમને ડીઝાઇનીંગ અને કન્સ્ટ્રકશનનાં ક્ષેત્રે જવું હોય તેમણે આ અભ્યાસક્રમની પસંદગી કરવી. આ ક્ષેત્રે 20 કરતાં વધુ વિકલ્પો અભ્યાસ તેમ જ પ્રેકટીસના મળી રહે છે. (વધુ ડિટેલમાં વાત કરીશું.)

બેચલર ઓફ સાયન્સ-કેમેસ્ટ્રી:
મોટા ભાગના વિદ્યાર્થીઓને કેમેસ્ટ્રી વિષય બોરીંગ લાગે, ફોર્મ્યુલા યાદ રાખવાનો કંટાળો આવે છતાં આ ક્ષેત્રે પણ ઉત્તમ કારકિર્દી બની રહે છે. ફોરેન્સીક એકસપર્ટ, ટોકસીકોલોજીસ્ટ, વેસ્ટ મેનેજમેન્ટ પ્રોફેશનલ તરીકે ફાર્માકોલોજીસ્ટ તરીકે, ફૂડ સેફટી પ્રોફેશનલ તરીકે, કલર ટેકનોલોજીસ્ટ, કલિનિકલ સાયન્ટીસ્ટ…

ડેટા સાયન્ટીસ્ટ:
 હમણાંનું ખૂબ જ ઝડપથી આગળ વધતું ક્ષેત્ર છે. ડેટા સાયન્સ વિવિધ ક્ષેત્રોમાં એપ્લિકેશન શોધે છે જે શૈક્ષણિક સંશોધનથી લઇને ઉપભોકતા વર્તણૂકનો અભ્યાસ કરે છે. આપણે દરરોજ વિવિધ ક્ષેત્રે જેટલો ડેટા જનરેટ કરીએ છીએ તેની પેટર્ન શોધવાનું, વિશ્લેષણ કરવાનું કાર્ય વૈજ્ઞાનિકો કરે છે. જેમાં મુખ્યત્વે ગણિતની ક્ષમતા/કુશળતાનો ઉપયોગ જરૂરી હોય છે. બેચલર ઓફ સાયન્સ-એનિમેશન અને મલ્ટીમીડિયા:  જો તમારી પાસે ત્રણ ડાયમેન્શન વીઝ્યુલાઇઝેશન 3 Dની ક્ષમતા હોય તો આ ક્ષેત્રે સહજતાથી કારકિર્દી બનાવી શકશો. કોઇ પણ પદાર્થના ઓબ્જેકટને 3 Dમાં જોવાની કલ્પનાશકિતના ક્ષેત્રે પણ જરા હટકે કામ કરી શકાય છે. યુ ટયુબ અને ડિજિટલ મીડિયા ખૂબ જ ટોચ પર છે ત્યારે પુષ્કળ અવકાશ મળી રહે છે.

Machine learning:
 આ ક્ષેત્રમાં મશીનને કામ કરતા શીખવાડવાનું છે. તમે આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ AIનું નામ તો સાંભળ્યું જ હશે. મશીન લર્નિંગ એક કોમ્પ્યુટર ઓલગોરીધમનો અભ્યાસ છે જે વિવિધ સમસ્યાનો ઉકેલ લાવવામાં મદદ કરે છે. આજના ટેકનોલોજીના યુગમાં ટોપ ફાઇવમાં આવતું ક્ષેત્ર છે.
Block chain ડેવલપર:
જેઓ ગણિત સાથે આગળ વધી રહ્યા છે તેઓ આ સેકટરમાં સારું પ્રદાન કરી શકે છે.

Actuary:
આ ગણિત સાથે આગળ વધવાની ખેવના ધરાવતા વિદ્યાર્થીઓ માટે રસપ્રદ કાર્ય ક્ષેત્ર છે. એકચ્યુરિયલ સાયન્સ તમામ પ્રકારનાં જોખમો પર ફોકસ કરે છે, ખાસ કરીને કંપની કે સંસ્થા માટે જોખમ સંબંધિત સમસ્યાઓનું વિશ્લેષણ કરી એનું નિરાકરણ લાવવાનું હોય છે અને જોખમોમાં નોંધપાત્ર ઘટાડો કરી શકે છે. ખાસ કરીને જીવન વીમા.

મિત્રો, હજુ તો ઘણા બધા વિકલ્પો આપણી આજુબાજુ ઉપલબ્ધ થતાં જ હોય છે. વિકલ્પો તો ઘણા મળશે પણ આપણે કયા વિકલ્પમાં ઉમદા કામ કરી શકીએ એ પ્રશ્નના ઉત્તર માટે ‘સ્વ’ વિષેની કુશળતા, રસરૂચિ, પર્સનાલીટીની માહિતી મેળવવી જરૂરી રહી જેથી સરળતાથી સહજતાથી જેતે ક્ષેત્રના પડકારો ઝીલી શકાય.

Most Popular

To Top