SURAT

ધો. 10 માસ પ્રમોશન: સુરત શહેર અને જિલ્લાની 800 સ્કૂલના 92 હજાર વિદ્યાર્થીઓને ફાયદો

surat : રાજ્ય સરકારે આજે ધોરણ-10 એસએસસી ( ssc) ની પરીક્ષામાં માસ પ્રમોશન જાહેર કરતાં વિદ્યાર્થીઓ ગેલમાં આવી ગયા છે.
રાજ્યમાં કોરોનાએ ( corona) વિકટ સ્વરૂપ ધારણ કરતાં આ વરસે શાળાઓમાં રાબેતા મુજબ શિક્ષણ કાર્ય થઇ શક્યું નહોતું. ગયું વરસ પણ કોરોનાએ ધોઇ નાંખ્યા બાદ પ્રવર્તમાન વરસે પણ શાળા શરૂ થઇ શકી ન હોતી. રાજ્ય સરકારે અનેક અખતરા અને પ્રયોગ કરી જોયો હતો. પરંતુ કોરોના સતત બેકાબૂ બનતાં સરકારે વેઇટ એન્ડ વોચ કર્યું હતું.

રાજ્ય સરકારની આજે પાટનગરમાં કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં ધોરણ-10માં આ વર્ષે રેગ્યુલર બેચને માસ પ્રમોશન ( mass promotion) આપવા નિર્ણય કરાયો છે. સુરત શહેર અને જિલ્લામાં આશરે 800 જેટલી માધ્યમિક શાળાઓ છે. જેમાં 92 હજાર કરતાં વધુ ઉમેદવાર નોંધાયા હતા. આ તમામ રેગ્યુલર ઉમેદવારોને વગર પરીક્ષાએ સરકારે પાસ કરવાની જાહેરાત કરતાં વિદ્યાર્થી આલમમાં ખુશી ફરી વળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ દેશના સીબીએસઇ બોર્ડ ( cbse board) સહિત અલગ અલગ રાજ્યોએ પણ આ પરીક્ષાઓ રદ કરી હતી. જેને પગલે ગુજરાત સરકારે પણ ધોરણ-10ની પરીક્ષા નહીં લઇ માસ પ્રમોશન જાહેર કર્યું છે.

ધોરણ-10માં માસ પ્રમોશન સામે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ-ગુજરાતનો ઘોર વિરોધ

શાળા સંચાલક મંડળના આગેવાન દીપક રાજગુરુએ કહ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળની કોર કમિટી અને કારોબારી તેમજ જિલ્લા પ્રતિનિધિઓ સાથે થયેલી ચર્ચા-વિચારણા મુજબ SSCની બોર્ડની એક્ઝામ ખાસ લેવાવી જોઈએ. કારણ કે, એક્ઝામ ન લેવાથી તમામ વિદ્યાર્થીઓ માસ પ્રમોશનથી અગિયારમાં ધોરણમાં આવે તો તમામ વિદ્યાર્થી માટે કોમર્સ કે સાયન્સની વર્ગ વ્યવસ્થાઓ થઇ ના શકે. રિપીટર વિદ્યાર્થીઓ પણ માસ પ્રમોશન પામે. જે ધો.૧૨નું આવતાં વર્ષોનું રિઝલ્ટ ખૂબ નબળું આપે. ડિપ્લોમા જેવા કોર્સમાં પણ મૂલ્ય ના જળવાય અને અવ્યવસ્થા સર્જાય. SSC exam માટે આ પ્રમાણે વિકલ્પ વિચારી શકાય. ગયા વર્ષની ઓનલાઈન શિક્ષણ વ્યવસ્થામાં વિદ્યાર્થીઓની શાળાકીય ટેસ્ટ કે એક્ઝામના આધારે MCQ ટેસ્ટ લઈ શકાય. બોર્ડની દેખરેખ નીચે દરેક સ્કૂલમાં JEE NEETની જેમ એક્ઝામ લઈ શકાય. ઓનલાઈન માધ્યમથી બોર્ડના નિરીક્ષણ નીચે અમુક પ્રકારની એક્ઝામ લઈ શકાય. કોવિડની પરિસ્થિતિ થોડી હળવી થાય પછી જે-તે વિસ્તારની શાળાઓના સોશિયલ ડિસ્ટન્સથી મુખ્ય વિષયની એક્ઝામ લઈ શકાય

Most Popular

To Top