World

શ્રીલંકામાં પેટ્રોલ રૂ. 420 તો ડિઝલ રૂ. 400 પ્રતિ લીટર થયું

કોલોમ્બો: કટોકટીમાંથી પસાર થઈ રહેલા શ્રીલંકાએ (Srilanka) મંગળવારે (Tuesday) પેટ્રોલની (Petrol) કિંમતમાં 24.3 ટકા અને ડિઝલમાં (Diesel) 38.4 ટકા વધારો કર્યો હતો જેના પગલે ઈંધણની કિંમતો રેકોર્ડ સ્તરે પહોંચી હતી જ્યારે વિદેશી મુદ્રા અનામતની અછતના કારણે શ્રીલંકા અત્યારે સૌથી ખરાબ આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે.

19 એપ્રિલ બાદ બીજી વખત કરાયેલા ભાવ વધારા બાદ હવે પેટ્રોલની કિંમતો રૂ. 420 (1.17 ડોલર) પ્રતિ લીટર થઈ હતી જ્યારે ડિઝલની કિંમત રૂ. 400 (11.1 ડોલર) પ્રતિ લીટર થઈ હતી જે અત્યાર સુધીની સૌથી ઊંચી કિંમતો છે. ઓક્ટેન 92 પેટ્રોલની કિંમતમાં 82 રૂપિયા અને ડિઝલની કિંમતમાં રૂ. 111નો વધારો કરવાનો નિર્ણય સરકારી ઈંધણ કંપની સેલોન પેટ્રોલિયમ કોર્પોરેશન (સીપીસી) દ્વારા લેવાયો હતો.

‘ઈંધણની કિંમતો આજે સવારે 3 વાગ્યાથી સુધારવામાં આવશે. કેબિનેટે મંજૂર કરેલો ઈંધણી કિંમત માટેનો ફોર્મ્યુલો કિંમતોમાં સુધારો કરવામાં લાગુ થશે’, એમ વીજ અને ઊર્જા મંત્રી કંચન વિજેસેકરાએ ટ્વીટર પર કહ્યું હતું.
‘કિંમતોના સુધારામાં આયાતના ખર્ચા, માલ ઉતારવાનો ખર્ચ, વિતરણનો ખર્ચ અને વેરાઓ સામેલ છે.’
‘કેબિનેટે તે મુજબ પરિવહન અને અન્ય સેવા ચાર્જીસના સુધારાને પણ મંજૂરી આપી છે. આ ફોર્મ્યુલા પ્રત્યેક 15 દિવસે અથવા મહિને લાગુ પડશે’, એમ તેમણે કહ્યું હતું.

લોકોને પેટ્રોલ પંપો પર કલાકો સુધી લાંબી લાઈનોમાં લાગવું પડી રહ્યું છે તે દરમિયાન આ વધારો કરાયો છે.
ભારતની મોટી કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની શ્રીલંકામાં પેટા કંપની ‘લંકા આઈઓસી’એ પણ ઈંધણની છૂટક કિંમતોમાં વધારો કર્યો છે.

ફયૂઅલની આ મૂલ્યવૃધ્ધિમાં આયાત, સ્ટેશનોનું વિતરણ અને ટેકસની તમામ બાબતોનો સમાવેશ થાય છે. એટલું જ નહી ઇંધણ આયાત માટે નાણા નથી અને મર્યાદિત જથ્થો છે ત્યારે નોકરીયાતોને વર્ક ફ્રોમ હોમ કરવા માટે પણ વિનંતી કરવામાં આવી છે. કાર્ય સ્થળે વાહન પર આવન જાવન કરવાથી ફયૂઅલનો બગાડ રોકી શકાય છે જેને ઇમરજન્સી સેવાઓમાં ફયૂઅલનો કરકસરથી વપરાશ કરવા પર ભાર મુકવામાં આવ્યો છે.

શ્રીલંકામાં ચાલી રહેલી આર્થિક કટોકટીના પગલે ભારત સરકારે ક્રેડિટ લાઈન અંતર્ગત શ્રીલંકાને 40-40 હજાર ટન પેટ્રોલ  અને ડીઝલની સપલાઈ કરવામાં આવી છે. ભારતે પડોશી દેશોને ઈંધણ આયત કરવામાં મદદ કરવા માટે પાછલા મહિનાએ 50 કરોડ ડોલરની વધારાની લોનની સુવિદ્યા આપી હતી. શ્રીલંકાએ હાલના દિવસોમાં જ વિદેશી મુદ્રા ભંડારમાં ભારે ઘટાડા બાદ આયાત કરવા ચૂકવણીની સંકટ લડી રહ્યું છે. 

Most Popular

To Top